આ વ્યક્તિ કારણ વગર જ લોકોના ઘરની ઘંટડી વગાડીને ભાગી જતો હતો, પછી પકડાયો તો આવી હાલત થઈ

0
302

તમે ઘણીવાર બાળપણમાં કારણ વગર પોતાના પાડોશીના દરવાજાની ઘંટડી જરૂર વગાડી હશે. ઘરોની ઘંટડી વગાડીને ભાગવું બાળપણની યાદોનો એક સુંદર ભાગ હોય છે. પણ જો તમને ખબર પડે કે, આ પ્રકારની મસ્તી તમને જેલમાં પહોંચાડી શકે છે તો?

જી હા, તમે બરાબર વાંચ્યું. એવો જ એક કિસ્સો હાલના સમયમાં મુંબઈના કાંજુરમાર્ગમાંથી સામે આવ્યો છે. અહીં એક 37 વર્ષીય વ્યક્તિ અડધી રાત્રે લોકોના ઘરોની ઘંટડી વગાડીને ભાગી જતો હતો. વ્યક્તિની આ આદતથી તે વિસ્તારના લોકો ઘણા પરેશાન હતા.

એવામાં જયારે એક દિવસ તે કોઈ જવેલરના ઘરની ઘંટડી વગાડીને ભાગી રહ્યો હતો, ત્યારે આસપાસના લોકોએ તેને પકડી લીધો. પકડાઈ ગયા પછી તેણે લોકો સાથે ગાળાગાળી કરવાની શરૂ કરી દીધી. એ પછી લોકોએ પોલીસને ફોન કર્યો અને તે વ્યક્તિને પોલીસને સોંપી દીધો.

પોલીસે દાવો કર્યો છે કે, તે માણસને ઊંઘતા લોકોને પરેશાન કરવાની આદત હતી. તેની ધરપકડ પછી બીજા ચાર પરિવારોએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી. પોલીસે જણાવ્યું કે, વ્યક્તિ દારૂના નશામાં પણ હતો. પોલીસે તે વ્યક્તિની આઈપીસી ધારા 448, 504 અને 506 અંતર્ગત ધરપકડ કરી છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.