ઓર્ડર કર્યું હતું માઉથવોશ અને બોક્સમાંથી નીકળ્યો રેડમી નોટ 10 સ્માર્ટફોન, જાણો પછી શું થયું?

0
118

ઓનલાઈન શોપિંગમાં 396 રૂપિયામાં મળ્યો 12,499 રૂપિયાનો મોબાઈલ, જાણો ચકિત કરી દેનારી ઘટના વિષે.

ક્યારેક ક્યારેક કેટલાક લોકોનું નસીબ કમાલનું હોય છે. જેમ કે મુંબઇમાં રહેવા વાળા લોકેશના નસીબે પણ ગયા અઠવાડિયે કંઇક અલગ જ રમત દેખાડી. ગયા અઠવાડિયે લોકેશે એમેઝોન પરથી માઉથવોશ ઓર્ડર કર્યો, પણ તેના બદલે તેને એક સ્માર્ટફોન ડિલીવર થઈ ગયો.

ટ્વીટર યુઝર લોકેશ ડાગાએ પોતાની પોસ્ટમાં એમેઝોન ઇન્ડિયાને ટેગ કર્યું અને પોતાના ઓર્ડરનો સ્ક્રીનશોર્ટ અને સાથે જ રેડમી નોટ 10 નો પણ એક ફોટો શેયર કર્યો, જે તેમને પોતાના માઉથવોશના ઓર્ડરના બદલે મળ્યો હતો.

લોકેશ ડાગાએ 10 મે એ કોલગેટ માઉથવોશની ચાર બોટલ ઓર્ડર કરી હતી, જેની કિંમત 396 રૂપિયા હતી. અને તેમને જે રેડમી નોટ 10 મળ્યો છે તેની કિંમત 12,499 રૂપિયા છે.

લોકેશ ડાગાએ ટ્વીટ કરી જણાવ્યું “નમસ્કાર @ amazonIN મેં કોલગેટ માઉથ વોશનો ઓર્ડર કર્યો હતો જેનો ઓર્ડર નંબર ORDER # 406-9391383-4717957 છે, તેના બદલે મને @ RedmiIndia નોટ 10 મળ્યો. આમ તો માઉથવોશ એક કન્ઝયુમેબલ પ્રોડક્ટ છે, એટલા માટે તેને રિટર્ન કરી શકાતી નથી, અને હું એપના માધ્યમથી ઓર્ડર રીટર્ન કરવા માટેની રીક્વેસ્ટ કરી શકવામાં અસમર્થ છું.’

તેમણે આગળ જણાવ્યું કે, “પેકેટ ખોલવા પર હું જોઈ શકું છું કે પેકેજીંગ લેબલ પર મારુ નામ હતું, પરંતુ બીલ કોઈ બીજાનું હતું. ઉત્પાદનને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે મેં તમને ઈમેલ પણ કર્યો છે”. લોકેશે પોતાની જ ટ્વીટ પર રીટ્વીટ કરીને બીજા વ્યક્તિની જાણકારી અને બિલનો ફોટો પણ શેર કર્યો છે.

જો તમારી સાથે પણ આવું થાય તો તમે શું કરશો? તે કોમેન્ટ દ્વારા અમને જણાવવાનું ભૂલતા નહિ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.