આ છે ક્રિકેટનો એ ખેલાડી, જે બેટિંગ અને બોલિંગ કર્યા વગર બન્યો હતો ‘મેન ઓફ ધ મેચ’

0
7097

બોલ અને બેટ વચ્ચે થનારી જંગને આપણે લોકો ક્રિકેટ કહીએ છીએ. 70 ગજના વર્તુળમાં રમાતી આ રમતે ઘણા મહાન ખેલાડીઓને જમીન પરથી ઉઠાવીને આકાશમાં પહોંચાડી દીધા. આ રમતમાં થોડા થોડા દિવસે નવા રેકોર્ડ બને છે અને ઘણા રેકોર્ડ તૂટે પણ છે.

પણ ઘણી વાર આ રમતમાં એવું પણ કંઈક થાય છે જ્યાં તમે એ કહી શકો છો કે, ‘હિંગ લાગે ન ફટકડી છતાં પણ રંગ ચોખ્ખો હોય’. ઘણા એવા પણ ખેલાડીઓ થયા છે જેમણે આ રમતમાં આ વાત સાબિત કરી છે કે, ક્રિકેટ ફક્ત બોલ અને બેટનો ખેલ નથી, પણ તેનાથી ઘણો ઉપર છે, તો તમને જણાવીએ એવા જ ક્રાંતિકારી વિષે.

આ સ્ટોરી છે મહાન ફિલ્ડર ગસ લોગીની જેમણે ક્રિકેટના મેદાનમાં ન તો બેટિંગ કરી અને ન તો બોલિંગ કરી છતાં પણ એમને ‘મેન ઓફ ધ મેચ’ નું સમ્માન મળ્યું. હવે તમારા મનમાં સવાલ જરૂર ઉઠી રહ્યો હશે કે, ભલું કોઈને બેટિંગ અને બોલિંગ વગર આ કેવી રીતે મળી શકે છે? હકીકતમાં ક્રિકેટમાં બેટિંગ અને બોલિંગ સિવાય એક ત્રીજો મહત્વનો ભાગ હોય છે ફિલ્ડિંગનો. ઘણી વાર મેદાનમાં જીત અને હાર ટીમની ફિલ્ડિંગ નક્કી કરે છે.

ક્રિકેટના ઈતિહાસમાં જયારે પણ સારી ફિલ્ડિંગની વાત આવે છે, તો એક જ નામ બધાના મોઢામાં અને મગજ આવે છે, એ છે ગસ લોગી. આમ તો ગસ લોગિસે પોતાના કરિયરમાં 52 ટેસ્ટ અને 158 વનડે રમીને ફક્ત 3 સદી અને 30 ફિફટી જ મારી છે, છતાં પણ આ ખેલાડીએ એવું કારનામુ કર્યું જેણે આખી દુનિયાનો ક્રિકેટને લઈને વિચાર બદલી નાખ્યો. આ વાત ચેર 28 ઓગસ્ટ, 1986 ની જયારે પાકિસ્તાન અને વેસ્ટઈંડિઝ વચ્ચે મેચ રમાઈ રહી હતી. એ સમયે ગસ લોગીએ પોતાની જોરદાર ફિલ્ડિંગના દમ પર મેન ઓફ ધ મેચની ટ્રોફી પોતાના નામે કરી.

ગસ લોગીને કારણે એ મેચ એ સમયે ઈતિહાસના પાનામાં કેદ થઈ ગઈ. એ મેચમાં લોગીએ 3 જોરદાર કેચ પકડ્યા અને 2 રન આઉટ કર્યા. ગસ લોગીએ એ મેચમાં સલીમ યુસુફ, મુદસ્સર નઝર અને ઈજાજ અહમદ જેવા બેટ્સમેનના જબરજસ્ત કેચ પકડ્યા અને એની સાથે સાથે એમણે જાવેદ મિયાંદાદ અને આસિફ મુજતબાને રન આઉટ કર્યા. કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાનની અડધી ટીમ એકલા ગસ લોગીને કારણે પેવેલિયન જતી રહી હતી.

આ મેચનું પરિણામ એ આવ્યું કે, પાકિસ્તાનની ટીમ ફક્ત 143 રન બનાવી શકી અને વેસ્ટઈંડિઝે આ મેચ 9 વિકેટના વિશાળ અંતરથી જીતી. આ મેચમાં ગસ લોગીને બેટિંગ કરવાની તક ન મળી શકી અને ન તો એમણે બોલિંગ કરી હતી. છતાં પણ તે મેન ઓફ ધ મેચ બન્યા. સાચે સ્પેશિયલ પ્રદર્શન હતું.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.