14 વર્ષ પહેલા ‘મારી નાખવામાં આવેલો’ માણસ કેવી રીતે થઇ ગયો જીવતો, આખી સ્ટોરી જાણીને રહી જશો દંગ

0
932

આજકાલ એવા વિચિત્ર પ્રકારના કિસ્સા બનતા રહે છે કે પહેલીવારમાં એની પર વિશ્વાસ નથી આવતો. એવો જ એક કિસ્સો અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આવો તમને એના વિષે જણાવીએ. ૧૪ વર્ષ પહેલા જે યુવકની હત્યાનો આરોપ પોલીસના ડીએસપી અને બે એએસઆઈ ઉપર લગાવવામાં આવ્યો હતો, તે જીવતો નીકળ્યો.

જગરાંવ પોલીસના સીઆઈએ સ્ટાફે આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરી લીધી છે. પુછપરછ પછી યુવકે ખુલાસો કર્યો કે, તે પિતાની આડમાં ૧૪ વર્ષથી છુપાતો આવી રહ્યો છે. બંને આરોપીઓને શનિવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા, જ્યાં બંનેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

માહિતી મુજબ, ૨૦૦૫માં ડીએસપી અમરજીત સિંહ ડેહલોંમાં ફરજ ઉપર હતા. ૨૫ ઓગસ્ટ ૨૦૦૫ના રોજ તેમણે એએસઆઈ જસવંત સિંહ અને હવલદાર કાબલ સિંહ સાથે મળીને ગામ રંગીયાના રહેવાસી હરદીપ સિંહ ઉર્ફ રાજુને ૭૦ કિલો ભૂક્કી(એક પ્રકારની નશો કરવાની વસ્તુ) સાથે પકડ્યો હતો. પોલીસ જયારે તેને પુછપરછ માટે કીલારાયપુર લઈને આવી રહી હતી, તો રાજુ ભાગી છૂટ્યો.

રાજુના પિતા નગિંદર સિંહે હાઈકોર્ટના વોરંટ ઓફીસર પાસે પોલીસ સ્ટેશનમાં દરોડો પડાવ્યો. તેમને શંકા હતી કે તેમના દીકરા રાજુને પોલીસે ગેરકાયદેસર રીતે કેદમાં રાખ્યો છે. વોરંટ ઓફિસરને પોલીસ સ્ટેશનમાંથી કાંઈ ન મળ્યું. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગામ દાયા કલાના છપ્પડમાં એક અજાણ્યા યુવકનું શબ મળ્યું. પોલીસે ૧૭૪ મુજબ કાર્યવાહી કરી.

તે દરમિયાન રાજુના પિતા નગિંદર સિંહે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કે, છપ્પડમાંથી મળેલું અજાણ્યું શબ તેના દીકરાનું હતું જેને પોલીસે માર્યો છે. કોર્ટે ડીજીપી ક્રાઈમને કેસની તપાસ સોંપી. તપાસમાં સ્પષ્ટ થઇ ગયું કે, શબ કોઈ બીજાનું હતું. ડેહલોં પોલીસ સ્ટેશને રાજુ, તેના પિતા નગિંદર સિંહ અને બીજા વિરુદ્ધ દગાખોરીનો કેસ દાખલ કર્યો.

તે કેસમાં પોલીસે નગિંદર સિંહની ધરપકડ કરી રાજુને ભાગેડુ જાહેર કરી દીધો. ત્યાર પછી નગિંદર સિંહ ફરી હાઈકોર્ટ પહોચ્યો અને અજાણ્યા શબને ફરી તેનો દીકરો ગણાવ્યો. કોર્ટે જીલ્લા સેશન જજને કેસની તપાસ સોંપી દીધી.

સેશન જજે તાત્કાલિક ડીએસપી અમરજીત સિંહ ખેહરા, એએસઆઈ જસવંત સિંહ અને હવલદાર કાબલ સિંહની વિરુધ હત્યાના ગુનાનો કેસ નોંધવાની ભલામણ કરી. ૨૧ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ પોલીસ સ્ટેશન ડેહલોંમાં એ ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કર્યો. હજુ તે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તેની ઉપર આગળની સુનાવણી ૨ સપ્ટેમ્બરના રોજ થવાની છે.

૧૪ વર્ષથી પીડિત કેદી થઇ રહ્યા હતા ટ્રેક :

રાજુની હત્યામાં ફસાયેલા ત્રણ પોલીસ કેદીઓને એક વાત સ્પષ્ટ હતી કે તે મર્યો નથી. એટલા માટે તે પોતાને નિર્દોષ સાબિત કરવાના પ્રયાસમાં લાગેલા હતા. તે દરમિયાન ડીએસપી અમરજીત સિંહ નિવૃત્ત પણ થઇ ગયા. ગુરુવારે મોડી સાંજે જગરાવ સીઆઈએસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે રાજુને ગામ ભૂંડડીમાંથી પકડી લીધો. અને રાજુએ ખુલાસો કર્યો કે, તેના પિતા નગિંદર સિંહને ખબર હતી કે તે જીવતો છે. તે હિમાચલ, યુપી અને દિલ્હી આવેલા સ્થળોએ ઓળખ છુપાવીને રહેતો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.