પત્નીના આશીર્વાદ, બીજી 2 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આ વ્યક્તિ, વાંચીને મગજ ચકરાઈ જશે.

0
173

લોકોને એક પત્નીના ફાંફા છે અને આ ભાઈ પત્નીની મરજીથી બે-બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

જર્મની માંથી એક ચક્તિ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ પત્નીની મરજીથી પોતાની બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વિચિત્ર કિસ્સાની ઘણી ચર્ચા થઇ રહી છે. લોકો વિચારી રહ્યા છે કે, ખરેખર કઈ રીતે એક પત્ની પોતાના પતિને બે-બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની મંજુરી આપી શકે છે.

આ ઘટના જર્મનીના કોલોન શહેરની છે. મિરરના રીપોર્ટ મુજબ 35 વર્ષના માર્કો સૈંટો સિલ્વાએ કાયદેસર રીતે 35 વર્ષની ડેનિએલા સિલ્વા સાથે લગ્ન કર્યા છે, અને બંને વર્ષ 2012 થી સાથે રહે છે. પણ માર્કો સિલ્વાએ જાહેરાત કરી છે કે, તે પોતાની પત્નીની મરજીથી પોતાની બે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે.

માર્કો સૈંટો સિલ્વાના જણાવ્યા મુજબ વર્ષ 2019 માં તેમની મુલાકાત જેસિકા અને કામિલા સાથે થઇ હતી. ત્રણે વચ્ચે વાતચીત પછી દોસ્તી થઇ ગઈ અને પછી પ્રેમ થઇ ગયો. ત્યાર પછી માર્કોએ પોતાની બંને ગર્લફ્રેન્ડની પોતાની પત્ની સાથે મુલાકાત કરાવી. તે બધા એકબીજા સાથે ઘણા હળીમળી ગયા. માર્કો અને ડેનિએલાને બે બાળકો પણ છે. તેમ છતાં માર્કો પોતાની બંને ગર્લફ્રેન્ડ સાથેના સંબંધને આગળ વધારવા માંગે છે. માર્કોના જણાવ્યા મુજબ, તે જેસિકા અને કામિલા સાથે લગ્ન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ ખુશી વચ્ચે માર્કોને એક ડર એ પણ છે કે, ક્યાંક કોઈ તેમની ખુશીઓમાં આ ગ ન લગાડી દે. કેમ કે તેમના નવા લગ્નથી ઘણા પુરુષોને ઈર્ષ્યા થઈ રહી છે, એટલા માટે તે દરેક ડગલા ફૂંકી ફૂંકીને મૂકી રહ્યા છે.

માર્કોએ જણાવ્યું કે, જીવનમાં ઘણા લોકો દરેક વસ્તુનો સ્વીકાર નથી કરતા. તેથી અમને બધાનો ડર છે કે, ક્યાંક કોઈ આમારા બાળકોને સ્કુલમાં કે બહાર ધ મકાવે નહિ. જયારે અમે ક્યાંક બહાર ફરવા જઈએ છીએ તો મહિલાઓ થોડી ડરેલી હોય છે.

જોકે બે ગર્લફ્રેન્ડ સાથે લગ્નનો આ કિસ્સો આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેની ઉપર જોરદાર ચર્ચા કરી રહ્યા છે. અને માર્કો, જેસિકા અને કામિલા દુનિયાને એ દેખાડવા માટે ઉત્સુક છે કે, તેમનો સંબંધ અસામાન્ય લાગે છે, પણ તે આ સંબંધને એક સાથે સારી રીતે નિભાવી શકે છે.

માર્કોએ જણાવ્યું કે, અમારા માટે અમારો સંબંધ કોઈ બીજાથી વધુ અલગ નથી. તે માત્ર ત્રણ લોકો સાથે એક એકાંગી સંબંધ જેવો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.