ગર્લફ્રેન્ડ સાથે લગ્ન ન કરવાના ચક્કરમાં યુવકે નાઇટક્લબમાં કર્યું આવું કાંડ, જાણો શું છે મામલો?

0
715

ગેરસમજણ એક એવો શબ્દ છે કે કયારેય પણ કોઈ પણ વળાંક પર તમારા જીવનમાં આવી શકે છે. તેમાં ફસાયેલા લોકો ઘણી વાર તેમાંથી બહાર નીકળવા માટે મોટી બબાલ ઉભી કરે છે. એવું જ કાંઈ થયું ચીનના શંઘાઈ શહેરમાં. જેને વાંચ્યા પછી એક ક્ષણ માટે તો તમને પણ હસવું આવી જશે.

અહીં ચાન નામના એક વ્યક્તિના લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે થવાના હતા, પણ તે લગ્નથી બચવા માટે તે વ્યક્તિએ વિચિત્ર રીત શોધી કાઢી. લગ્નના થોડા દિવસ પહેલા તેણે નાઈટક્લબમાંથી 17 હજારના સ્પીકરની ચોરી કરી લીધી અને પકડાઈ ગયો. એ પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી.

પોલીસે જયારે તેની સાથે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, લગ્નના થોડા દિવસ પહેલા જ તેના હાથ-પગ ઠંડા પડી ગયા, જયારે તેને અનુભવ થયો કે તે પોતાની ગર્લફ્રેન્ડને પ્રેમ નથી કરતો. ત્યારબાદ તેણે વિચાર્યું કે, જો તે કોઈ ગુનો કરી દે, તો તેની ગર્લફ્રેન્ડ તેની સાથે લગ્ન નહિ કરે. એ પછી ચાને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો.

ચાને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, ‘મારી ગર્લફ્રેન્ડ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ હું એવું નથી ઈચ્છતો. મને એ વિશ્વાસ હતો કે, હું એક દિવસ ચોરી કરતા પકડાઈ જઈશ, પણ આ બધું આટલું જલ્દી થઈ જશે તેનો અંદાજો ન હતો. હું શંધાઇથી ઘણો દૂર જવા માગતો હતો.’ પોલીસનું કહેવું છે કે, તેણે નાનો ગુનો કર્યો છે એટલે તે જદલી જ છૂટી જશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.