6 પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈને મિત્રના લગ્નમાં આવ્યો યુવક, પોતાને ગણાવ્યો દરેક બાળકનો બાપ.

0
329

મિત્રના લગ્નમાં 6 પ્રેગ્નેન્ટ મહિલાઓ સાથે આવ્યો આ વ્યક્તિ, કહ્યું બધા બાળકોનો પિતા હું જ છું. એક લગ્ન સમારોહ દરમિયાન એક વ્યક્તિ 6 પ્રેગ્નેન્ટ મહિલાઓ સાથે પહોંચ્યો અને તેણે દાવો કર્યો કે, તે પોતાની સાથે આવેલી છ એ છ મહિલાઓના ગર્ભમાં ઉછરી રહેલા બાળકોનો પિતા છે. તે વ્યક્તિનું નામ પ્રીટી માઈક છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ ગયા છે.

પ્રીટી માઈક નાઈજીરિયાનો રહેવાસી છે અને પ્લેબોયના રૂપમાં પ્રખ્યાત છે. આ પહેલા પણ તે ઘણીવાર ચર્ચામાં રહી ચુક્યો છે. 2017 માં મહિલાઓના અપમાનજનક ફોટા પોસ્ટ કરવા માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રીટી માઈક પોતાના એક્ટર મિત્ર વિલિયમ્સ ઉચેમ્બાના લગ્નમાં 6 પ્રેગ્નેન્ટ મહિલાઓ સાથે પહોંચ્યો હતો. તેના લીધે લગ્ન દરમિયાન વરરાજા અને કન્યા કરતા વધારે ચર્ચા માઈકની થઈ હતી.

સોશિયલ મીડિયા પર પ્રીટી માઈકે લખ્યું કે, તે પોતાનું સૌથી સારું જીવન જીવી રહ્યો છે, અને આ કોઈ એક્ટિંગ ટ્રીક નથી. ઇન્સ્ટાગ્રામ પર ઘણા લોકોએ લખ્યું કે તેણે, વરરાજા અને કન્યાની મજા બગાડી દીધી, કારણ કે દરેક વ્યક્તિ તેની જ ચર્ચા કરવા લાગ્યા હતા.

પ્લેબોયના રૂપમાં પ્રખ્યાત આ વ્યક્તિ હંમેશા પોતાના ગ્લેમરસ જીવનના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રીટી માઈકના ત્રણ લાખથી વધારે ફોલોઅર્સ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.