સોનુ સૂદને મળવા માટે સાઇકલ પર નીકળ્યો આ માણસ, મુલાકાત વખતે જે થયું તે જાણીને થઇ જશો ચકિત.

0
348

સોનુ સૂદને મળવા માટે સાઇકલ લઈને નીકળી પડેલા આ વ્યક્તિ સાથે જે થયું તે તેણે પણ ક્યારેય વિચાર્યું ન હતું. સોનુ સૂદે લોકડાઉન દરમિયાન ગરીબ, મજુર અને નિઃસહાય લોકોની મદદનું જે બીડું ઉઠાવ્યું છે. તે હજુ પણ ચાલુ છે અને તેમને સતત તેનું સકારાત્મક ફળ પણ મળી રહ્યું છે. દેશના ખૂણેખૂણામાં સોનુ સૂદ હવે જાણીતા થવા લાગ્યા છે. સોનુ સૂદને જેટલી ઓળખાણ તેમની ફિલ્મો અને અભિનયથી નથી મળી શકી, તેનાથી વધુ ઓળખાણ તેમને લોકડાઉનમાં કરવામાં આવેલા કાર્ય પછી મળી ગઈ છે.

સોશિયલ મીડિયા ઉપર અભિનેતા લોકડાઉન પછીથી ઘણા સક્રિય થઇ ગયા છે. તે સતત પોતાના પ્રસંશકો સાથે જોડાયેલા રહે છે. અવાર નવાર સોનુ સૂદની ઉદારતાના કોઈને કોઈ કિસ્સા આપણને સરળતાથી સાંભળવા મળતા રહે છે. એવામાં તે દર વખતે પોતાના પ્રસંશકોની મદદ કરતા જોવા મળે છે. અને એક વખત ફરી સોનુ સૂદ મીડિયાના સમાચારોમાં છવાઈ ગયા છે.

હાલમાં જ બોલીવુડ અભિનેતા સોનું સૂદને જયારે એ વાતની જાણ થઈ કે, તેમનો એક પ્રસંશક તેમને મળવા માટે બિહારથી મુંબઈ સુધી સાઇકલ પર આવી રહ્યો છે, તો તે જાણીને સોનુ સૂદ પણ અચંબામાં પડી ગયા. અને પછી તેમણે ફરી એક સેવાનું કામ કરી દેખાડ્યું. સોનુએ અરમાન નામના પોતાના પ્રસંશક માટે ફ્લાઈટની ટીકીટ બુક કરાવી દીધી.

સોનુનો પ્રસંશક અરમાન તેમનો આભાર માનવા માટે આવ્યો હતો. બિહારનો અરમાન સોનુ સૂદને મળવા માટે સાઇકલ પર સવાર થઈ મુંબઈ આવી રહ્યો હતો, અને તેનું કહેવું છે કે દરેક વ્યક્તિ સોનુ સૂદને સોશિયલ મીડિયાના માધ્યમથી અભીનંદન આપી રહ્યા છે, અને હું સોનુ સૂદને મળીને તેમને અભીનંદન આપવા માંગતો હતો. અરમાન બિહારના બેગુસરાયથી સોનુ સૂદને મળવા માટે મુંબઈ આવ્યા હતા.

અભિનેતા સોનુ સૂદના કાન સુધી જયારે એ વાત પહોંચી કે, તેમનો એક પ્રસંશક તેમને મળવા માટે સાઇકલ પર આવી રહ્યો છે, તો તેમણે તરત સંપર્ક કરી મુંબઈની ફ્લાઈટ બુક કરાવી દીધી. સાથે જ અરમાનની સાઇકલને પણ ફ્લાઈટમાં જગ્યા આપવામાં આવી. મુંબઈ પહોંચતા જ સોનુ સૂદે હંમેશાની જેમ મુંબઈની એક સારી હોટલમાં તેને રાખ્યો અને અરમાનની સારી રીતે મહેમાનગતી પણ કરી. સોનુ સૂદે અરમાનને ફ્લાઈટમાં મુંબઈ જ નથી બોલાવ્યા, પરંતુ તેમણે અરમાનના પાછા જવાની ફ્લાઈટની ટીકીટ પણ બુક કરાવી છે.

સોનુ સૂદે હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર તેના વિષે માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ ઉપર ટ્વીટ કરતા જણાવ્યું કે, ‘બિહારી બાબુ તમે અમારા મહેમાન છો, સાઇકલથી કેમ ફ્લાઈટથી બોલાવી શકીએ તમને. પાછા તમારી સાઇકલ સાથે ફ્લાઈટમાં જશો.’

આ બાબતમાં શાહરૂખ-અક્ષયને પાછળ રાખ્યા : હાલમાં જ અભિનેતા સોનુ સૂદના ફાળે એક મોટી સિદ્ધિ નોંધાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વીટીટે (Twitteet) પોતાના અહેવાલમાં એ વાતની માહિતી આપી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર સૌથી વધુ સક્રિય રહેવાની બાબતમાં અભિનેતા સોનુ સૂદે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને શાહરૂખ ખાનને પણ પાછળ રાખી દીધા હતા.

સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વીટીટે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ‘ટ્વીટર’ ઉપર પોપ્યુલારિટીની બાબતમાં સોનુ સૂદ ઓક્ટોમ્બર માસમાં આ યાદીમાં ચોથા નંબર ઉપર આવવામાં સફળ રહ્યા છે. શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા મોટા કલાકારો પણ તેની પાછળ રહી ગયા હતા. આ ફર્મ ક્રિકેટર્સ, રાજકારણી અને ફિલ્મી કલાકારો વગેરેના ‘ટ્વીટર એંગેજમેન્ટ’ ડેટાના આધાર ઉપર સર્વે કરે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.