મળી જાય ફાટેલી-તૂટેલી નોટ તો પરેશાન થશો નહિ, બદલવા માટે બસ આ કામ કરવું પડશે.

0
2651

ઝડપથી તમને નવી નોટ મળી શકે છે. જો આ રીત આપનાવશો તો. ડીઝીટલનો જમાનો છે. પણ નાની મોટી જરૂરિયાતો માટે રોકડ લઈને જવું પણ જરૂરી હોય છે. તે વખતે રીક્ષાવાળા , શાકભાજીવાળા અને દુધવાળા ક્યારે કયારે ફાટેલી નોટ ધરબાવી દે છે. ઘણી વખત તો એટીએમમાંથી પણ ફાટેલી નોટ નીકળી જાય છે. એવી નોટોને એક બે વખત આપણે ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ, નથી ચાલતી તો સમજી લઈએ છીએ કે નોટ નકામી થઇ ગઈ. અને પછી આપણે તેને તિજોરીમાં ક્યાંક મુકીને ભૂલી જઈએ છીએ.

ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે ફાટેલી નોટ બેંકમાં બદલાવી શકાય છે, અને ઘણા એવા લોકો છે. જેને ખબર છે કે બદલાવી શકાય છે પરંતુ તેને લાગે છે કે ૧૦, ૨૦, ૧૦૦ રૂપિયા માટે બેંકમાં કોઈ લાંબી પ્રક્રિયા કોણ સહન કરે. તો તમને જણાવી આપીએ કે નોટ બદલવા માટે બેંકમાં કોઈ લાંબી પ્રક્રિયા નથી. મીનીટોમાં નોટ બદલાવી શકાય છે.

ઘણા એવા લોકો પણ હોય છે, જે ફાટેલી નોટને પોતે જ ચોટાડવા લાગે છે. ટેપ અને ફેવિકોલનો ઉપયોગ પણ કરે છે. પરંતુ એમ કરવું ખોટું છે. સાચી રીત એ છે કે નોટ બેંકમાં જઈને બદલાવી લો. ફાટેલી નોટ બદલાવવાની પ્રક્રિયા જાણવા માટે અમે પંજાબ નેશનલ બેંકના એક આસીસ્ટન મેનેજર સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે તમારી પડે જો કોઈ ફાટેલી તૂટેલી કોઈ નોટ છે. તે નોટ લેવા માટે દુકાનદાર ના કહી રહ્યા છે. તો તમે એ નોટને તમારી બેંકમાં લઈને જાવ, જ્યાં તમારું ખાતુ છે, ત્યાંના બેંક મેનેજર સાથે વાત કરીને તમે નોટ બદલાવીને નવી નોટ લઇ શકો છો. કેવી રીતે બદલાવવી એટીએમમાંથી નીકળેલી ફાટેલી નોટ? જો તમે એટીએમમાંથી પૈસા કાઢી રહ્યા છો, અને તે પૈસામાંથી કોઈ નોટ ખરાબ કે પછી ફાટેલી નીકળે છે, કે પછી તેની ઉપર ટેપ ચોટાડેલી છે, તો તમે દુઃખી ન થશો, તે નોટને સરળતાથી બદલાવી શકાય છે. એટીએમમાંથી નીકળેલી ફાટેલી નોટને તમે તે બેંકમાં લઇ જાવ, જે બેંક સાથે તે એટીએમજોડાયેલું છે. જો તમે એસબીઆઈના એટીએમમાંથી પૈસા કાઢ્યા છે અને નોટ ફાટેલી નીકળી છે, તો તમે એ નોટને બીજા એટીએમમાંથી જે સ્લીપ નીકળી છે તેને એટીએમની બ્રાંચ ઓફીસમાં લઈને જાવ.

ત્યાં જઈને તમારે એક અરજી લખવાની રહેશે, જેમાં તમારે પૈસા કાઢવાની તારીખ, સમય, જે સ્થળેથી કાઢ્યા છે, તેનું નામ નોધવાનું રહેશે. ત્યાર પછી તે અરજી તમે બેંકમાં જમા કરાવશો. સાથે જ તમારે એટીએમમાંથી નીકળેલી એ સ્લીપની નકલ પણ જોડવાની રહેશે.જેવી તમે આ સપૂર્ણ વિગત બેંકમાં આપશો તમને હાથો હાથ રૂપિયા આપી દેવામાં આવશે. તેના માટે ન તો તમારે વારંવાર બેંકના ધક્કા ખાવા પડશે અને ન તો દુઃખી થવું પડશે

આ માહિતી ઓડ નારી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.