મલાઈકાએ અર્જુન કપૂર સાથેના પોતાના રિલેશનને લઈને તોડયું મૌન, કહ્યું પ્રેમમાં દરેક….

0
540

બોલીવુડને માયાનગરીના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંથી કોઈને કોઈ અભિનેત્રી કે અભિનેતાના અફેયરના અને બ્રેકઅપના સમાચાર આવતા જ રહે છે. અને હાલમાં સૌથી વધારે ચર્ચામાં રહેતું કોઈ કપલ હોય, તો એ છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. તમે બધા જાણતા જ હશો કે બોલીવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. પણ ઘણા સમયથી આ બાબતે મલાઈકાએ કોઈ નિવેદન આપ્યું ન હતું.

ઘણા લાંબા સમય પછી છેક હમણાં મલાઇકાએ કહ્યું કે, પ્રેમમાં દરેક લોકો બીજી તક મેળવવાના હકદાર છે, અને લોકોએ ખુલ્લા દીલથી તેને અપનાવવું જોઇએ. જણાવી દઈએ કે, બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રીએ પોતાનાથી ઘણા નાના અભિનેતા અર્જુન કપૂરના સાથે પોતાના સંબંધને ઘણા દિવસો સુધી લોકોની નજરોથી છુપાવીને રાખ્યો હતો. એમણે સાથે પસાર કરેલી રજાઓના ફોટા શેયર કરી, અને એકબીજાના ફોટા પર કોમેન્ટ કરીને ધીમે-ધીમે બંને જણાએ પોતાના સંબંધનો ખુલાસો કર્યો.

આ બાબતે મલાઇકાનું કહેવું છે કે, ભારતમાં એક મહિલા માટે પ્રેમમાં બીજી તક લેવી આજે પણ એક ટૈબૂ છે. અહીં એવી ઘણી પરિસ્થિતિઓ અને મુદ્દા છે, જેને ઉકેલવાની જરૂરત છે. જોકે, મને એવું લાગે છે કે, આ મુદ્દાઓને ખુલ્લા મગજની સાથે ઉકેલવા જોઇએ. એ તો તમે બધા જાણતા જ હશો કે, 45 વર્ષની આ અભિનેત્રીએ પહેલા અરબાજ ખાન સાથે લગ્ન કર્યા હતા, અને બન્નેનો એક 16 વર્ષનો પુત્ર પણ છે. જેનું નામ અરહાન છે.

મલાઇકાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વસ્તુ પ્રત્ય કઠોર, સંવેદનાહીન અને નકારાત્મક થવાની જગ્યાએ એ બાબતે થોડી વધારે સંવેદનશીલતાની જરૂર છે. મને લાગે છે કે, દરેક લોકોને બીજી તક મળવી જોઇએ. વધુમાં મલાઈકા એ કહ્યું કે, મને લાગે છે કે અમે લોકો આ વાતને લઇને સહજ છીએ. આજે પણ ઘણા લોકો મલાઈકાના અર્જુન કપૂર સાથેના સંબંધ, અને એ બંને વચ્ચેની ઉંમરના અંતર અને ક્યારેક તેના પહેરવેશને લઇને અલગ-અલગ વાતો કરે છે. આ બાબતે મલાઇકાનું કહેવું છે કે, આ પ્રકારની વસ્તુઓ તેને હતાશ કરતી નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મલાઇકાને ઇન્સ્ટાગ્રામ પર 92 લાખ લોકો ફોલો કરે છે. અને ત્રણ વર્ષથી ભારતમાં રીબૉકની ફેશનેબલ ફિટ એમ્બેસેડર રહેલી મલાઇકાએ પોતાના કરિયરની શરૂઆત એક વીડિયો જૉકી તરીકે કરી હતી. એ પછી એમણે ક્લબ એમ ટીવી, લવ લાઇન અને સ્ટાઇલ ચેક જેવા કાર્યક્રમો પણ કર્યા છે. તેમજ બોલીવુડની ફિલ્મોના અનેક ગીતમાં પણ એમણે કામ કર્યું છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.