શિવજીના આ મંદિરનું રાતો રાત થયું હતું નિર્માણ, જળ ચઢાવ્યા પછી પુરી થાય છે ચાર ધામની યાત્રા

0
741

દેશભરમાં ભગવાન શિવજીના ઘણા બધા મંદિર રહેલા છે, જેના પ્રત્યે લોકોની આસ્થા જોડાયેલી છે. એક એવું જ રહસ્યમયી મંદિર મધ્ય પ્રદેશના રીવામાં આવેલું છે, જેને દેવતળાવ શિવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીનું આ મંદિર આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બનેલું છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજીના દેવતળાવ મંદિરનું નિર્માણ રાતો રાત થયું હતું. અને આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું.

આમ તો આ મંદીરમાં લોકોની ભીડ તો લાગેલી રહે છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહિયાં શ્રદ્ધાળુઓની ઘણી વધુ ભીડ ઉમટે છે. લાખોની સંખ્યામાં લોકો આ મંદિરમાં દુર દુરથી આવે છે, અને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે. દેવતળાવ મંદિરની માન્યતા મુજબ આ મંદિરનું નિર્માણ રાતોરાત થયું હતું.

એવું કહેવામાં આવે છે કે સવારના સમયે જયારે લોકોએ જોયું તો અહિયાં વિશાળ મંદિર બનેલું નજરે આવ્યું હતું. પરંતુ આ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું? તે કોઈપણ વ્યક્તિએ જોયું ન હતું. મોટી ઉંમરનાનું એવું કહેવું છે કે આ મંદિર સાથે જ અહિયાં અલૌકિક શિવલિંગની ઉત્પતી થઇ હતી.

એવું કહેવામાં આવે છે કે અહિયાં જે શિવલિંગ રહેલું છે તે ઘણું જ રહસ્યમયી છે. તે દિવસમાં ચાર વખત પોતાનો રંગ બદલે છે. તેની સાથે જ આ મંદિરની નીચે શિવનું એક બીજું મંદિર પણ રહેલું છે અને તેની અંદર ચમત્કારિક મણી રહેલો છે.

એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા મંદિરના કોઠારમાંથી સતત સાંપ વીંછી નીકળતા રહેતા હતા, જેને કારણે જ મંદિરનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો, આ મંદિરની બરોબર સામે એક ગઢ રહેલો હતો. આ શિવલિંગ ઉપરાંત રીવા શાસનના મહારાજાએ અહિયાં ચાર બીજા મંદિર બનાવરાવ્યા હતા. માન્યતા મુજબ દેવતળાવના દર્શનથી ચારધામની યાત્રા સફળ થાય છે.

આ મંદીરમાં લાખો લોકો દર્શન કરવા માટે દુર દુરથી આવતા હોય છે. શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કર્યા પછી જ્યાં સુધી દેવતળાવ શિવ મંદિરમાં જળ અર્પણ નથી કરતા ત્યાં સુધી તેમની યાત્રા પૂરી થતી નથી. શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કર્યા પછી આ મંદીરમાં આવે છે અને ભગવાન શિવને જળ અર્પણ કરે છે. દેશના દરેક ખૂણામાંથી ભક્તો અહિયાં ભોળેનાથની પૂજા કરવા માટે આવે છે.

શ્રાવણ મહિનામાં અહિયાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ રહે છે. દેવતળાવ મંદિરની આજુબાજુ ઘણા બધા તળાવ રહેલા છે. આ શિવ મંદિરના પરિસરમાં જે તળાવ રહેલું છે તેને શિવ કુંડ કહેવામાં આવે છે.

આ મંદિરની અંદર ઘણા તળાવોનું હોવું તેની ખાસિયત છે, આ મંદિરના શિવ કુંડમાંથી જળ લઈને જ શ્રદ્ધાળુ ભગવાન શિવજીના પંચ શિવલિંગ વિગ્રહમાં જળ અર્પણ કરે છે. અહીયાના સ્થાનિક વૃદ્ધોનું એવું કહેવું છે કે, વર્ષોથી શિવ કુંડમાંથી પાંચ વખત જળ લઈને પાંચે મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. દેવતળાવ શિવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આસ્થાને લઈને જ લોકો દુર દુરથી આ મંદીરમાં દર્શન કરવા માટે આવે છે, અને અહિયાં પહોંચીને ભોળેનાથની પૂજા કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.