જુના કપડાં વેચીને કરોડોની કમાણી કરે છે, આ મહિલાના ચપ્પલ ખરીદવા પણ તૈયાર છે લોકો.

0
120

આ મહિલાએ પહેરેલા કપડાં લેવા લોકો પાગલ થઈ જાય છે, 1 વર્ષમાં કરોડોની કમાણી કરી લીધી.

નવા કપડાં પર વધારે પૈસા ખર્ચ કરવાવાળાને તો તમે ઘણા જોયા હશે, પણ પહેરેલા કપડાંથી કમાણી કરનાર વ્યક્તિ કદાચ જ જોઈ હશે. ઇંસ્ટાગ્રામ પર 41 વર્ષની મોડલ સાથે હાલના દિવસોમાં કંઈક એવું જ થઈ રહ્યું છે. માર્સેલા અલોંસો નામની આ ઇંસ્ટાગ્રામ મોડલના જુના કપડાં લોકો કોઈ પણ કિંમત પર ખરીદવા માટે તૈયાર છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, માર્સેલાને ઇંસ્ટાગ્રામ પર ફોલો કરવાવાળા ફેન્સ તેમના પહેરેલા કપડાં માટે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર બેઠા છે. ન્યુયોર્કમાં રહેવાવાળી આ મોડલને એવા સંખ્યાબંધ ફેન્સની રિકવેસ્ટ આવી રહી છે જે તેમના જુના કપડાં ખરીદવા માટે તૈયાર બેઠા છે. જેથી તેઓ પોતાની ફેવરેટ ઇંસ્ટાગ્રામ મોડલની નાનકડી વસ્તુને સાચવીને રાખી શકે.

જોકે માર્સેલા એ વાતથી વધારે ખુશ છે કે, તે પોતાના ફેન્સને નિરાશ નથી કરતી. માર્સેલાએ જણાવ્યું કે એક ફેને તેમની જૂની બ્રા પણ 240 અમેરિકી ડોલર (લગભગ 18 હજાર રૂપિયા) માં ખરીદી હતી.

માર્સેલા કહે છે કે, ઘણી વખત તે લાઈવ સેશનમાં જે કપડાં પહેરીને બેસે છે, તે કપડાં ખરીદવા માટે પણ તેમના ફેન્સની ઓફર આવે છે.

માર્સેલા કહે છે કે, તે કપડાં જેટલા વધારે ગંદા હોય છે, ફેન્સ તેને એટલા જલ્દી ખરીદે છે. ફોટોશૂટ પછી હું મારા ફોટા પોસ્ટ કરું છું, તે કપડાં જલ્દી વેચાય જાય છે. તેમનું કહેવું છે કે, તેમના ફેન્સ તેમના આઉટફિટને ખરીદવા માટે ઉત્સુક રહે છે.

માર્સેલાનું કહેવું છે કે, તેમણે છેલ્લા એક વર્ષમાં પોતાના જુના કપડાં વેચીને લગભગ 2 લાખ અમેરિકી ડોલર (લગભગ દોઢ કરોડ રૂપિયા) ભેગા કર્યા છે. જોકે પૈસા કમાવા સિવાય તેમને પોતાના ફેન્સને કપડાં ગિફ્ટ કરવા પર પણ વધારે ખુશી મળે છે.

માર્સેલા દ્વારા અત્યાર સુધીમાં વેચવામાં આવેલી અનોખી વસ્તુઓમાંથી એક સ્લીપર એટલે કે ચપ્પલ પણ છે, જે તેમણે થોડા મહિનાઓ સુધી ઘરમાં વાપર્યા હતા.

આ ઇંસ્ટાગ્રામ મોડલે જણાવ્યું કે, મને તે ચપ્પલ આપવા પર ઘણી ખુશી થઈ. હું હંમેશા ઘરમાં આરામ અથવા કામ કરતા સમયે તેને પહેરતી હતી. તે ચપ્પલ લીધા પછી ઇંસ્ટાગ્રામ ફેન્સ ઘણા ખુશ હતા.

માર્સેલાએ કહ્યું કે, મને નથી ખબર કે તે વ્યક્તિ તે ચપ્પલ પહેરવા માંગતો હતો. મારા પગ ઘણા નાના છે તો હું નથી જાણતી કે તે તેના પગમાં ફિટ થશે કે નહિ.

જણાવી દઈએ કે, માર્સેલાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગભગ 3 લાખ 80 હજાર ફોલોઅર્સ છે. તેમાંથી ઘણા ફોલોઅર્સ એવા છે જે કોઈ પણ કિંમત પર માર્સેલા સાથે જોડાયેલી વસ્તુ અથવા કપડાં ખરીદવાની ઈચ્છા ધરાવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.