વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

0
702

બિલકુલ નવી રીતે ઘરમાં જ વધેલ વસ્તુઓ માંથી બનાવો, વધેલી રોટલીના મંચુરિયન

ઠંડી વધેલી રોટલી માંથી મન્ચુરિયન બનાવો.

સામગ્રી-

મન્ચુરિયનના ભજીયા માટે જરૂરી સામગ્રી

4 નંગ રોટલી ક્રશ કરેલી

2 ટીસ્પૂન ડુંગળી બારીક સમારેલી

2 ટીસ્પૂન કેપ્સિકમ બારીક સમારેલું

2 ટીસ્પૂન કોબીજ બારીક સમારેલું

1/2 ટીસ્પૂન આદુ

1/2 ટીસ્પૂન ખમણેલું લસણ

1/2 ટીસ્પૂન તીખા લીલા મરચા

1/2 ટીસ્પૂન મીઠું (સ્વાદ મુજબ)

3 ટીસ્પૂન ટામેટાનો સોસ

1 ટીસ્પૂન સોયાસોસ

1 ટીસ્પૂન ચીલી સોસ

3 ટીસ્પૂન ઘઉંનો લોટ

તળવા માટે તેલ

ગ્રેવી માટે જરૂરી સામગ્રી

4 ટીસ્પૂન તેલ

1/2 ટીસ્પૂન આદુ

1/2 ટીસ્પૂન લસણ

1/2 ટીસ્પૂન મરચાની પેસ્ટ

2 ટીસ્પૂન કોબીજ બારીક સમારેલું

2 ટીસ્પૂન ડુંગળી બારીક સમારેલી

2 ટીસ્પૂન કેપ્સીકમ બારીક સમારેલું

1/2 ટીસ્પૂન મીઠું

3 ટીસ્પૂન ટામેટાનો સોસ

1/2 ટીસ્પૂન સોયા સોસ

1/2 ટીસ્પૂન ચીલી સોસ

2 ટીસ્પૂન કોર્નફ્લોર અને 3 ટીસ્પૂન પાણીની સ્લરી

1/2 કપ પાણી

વધેલી રોટલી માંથી મન્ચુરિયન બનાવવાની રીત

સૌ પ્રથમ રોટલીના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી બારીક રોટલીનો ભૂકો કરી લેશુ. પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ, કોબીજ ઉમેરી તેમાં જણાવેલ માપ મુજબ આદુ, લસણ, લીલા મરચાની પેસ્ટ, મીઠું ,ટામેટાનો સોસ, સોયાસોસ, ચીલી સોસ ઉમેરીશું. છેલ્લે તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેશું. જો મિશ્રણ બરાબર મિક્સના થાય તો તમે અનુકૂળતા મુજબ પાણી ઉમેરી શકો છો.

હવે આ મિશ્રણના નાના ગોળા બનાવી લઈશું. બધા જ ગોળા તૈયાર થઈ જાય એટલે તેને મીડીયમ તાપે તળી લેશું.

બધા જ મન્ચુરિયનના ભજીયા તળાઈ જાય એટલે આપણે તેની ગ્રેવી તૈયાર કરશુ.

ગ્રેવી બનાવવા સૌ પ્રથમ 4 ટીસ્પૂન તેલ ગરમ કરવા મુકસું, તેલ થોડું ગરમ થાય પછી તેમાં જણાવેલ માપ મુજબ આદુ, લસણ, મરચાની પેસ્ટ, બારીક સમારેલું કોબીજ, ડુંગળી, તેમજ કેપ્સિકમ નાખી તેને ચળવા દઈશું.

2-3 મિનિટ પછી શાક ચડે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, જણાવેલ માપ મુજબ ટામેટાનો સોસ, સોયા સોસ, ચીલી સોસ નાંખીશું, આ ગ્રેવી ઘટ્ટ થાય તે માટે આપણે 2 ટીસ્પૂન કોર્નફ્લોરને 3 ટીસ્પૂન પાણીમાં નાંખી સ્લરી બનાવી આ ગ્રેવીમાં મિક્સ કરીશું. પછી તળેલા મન્ચુરિયનના ભજીયા ગ્રેવીમાં ઉમેરી દઈશું. છેલ્લે અડધો કપ પાણી ઉમેરી મન્ચુરિયન ગ્રેવીમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી ઉકળવા દેશું.

2 મિનિટ પછી મન્ચુરિયન ગ્રેવીમા એકદમ ભળી જાય એટલે આપણે ગેસ બંધ કરી ગરમા ગરમ મન્ચુરિયન સર્વ કરીશું.

તૈયાર છે વધેલી રોટલી માંથી મન્ચુરિયન.