ધનતેરસ પર પૂજાની સાથે બનાવો આ ખાસ વ્યંજનો.

0
258

ધનતેરસના દિવ્ય પર્વને વધારે ખાસ અને સ્વાદિષ્ટ બનાવવા માટે જરૂર બનાવો આ વ્યંજનો. ધનતેરસ આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના રોજ ઉજવવામાં આવે છે. તેને ધન્વંતરિ જયંતિના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે.

માન્યતાઓ અનુસાર સુખ-સમૃદ્ધિ માટે પ્રસાદના રૂપમાં સામાન્ય રીતે મીઠા પકવાન જ બનાવવામાં આવે છે, જેમ કે નૈવેદ્ય (દેવદેવીઓને ઉદ્દેશી ધરવામાં આવતી ખાદ્ય સામગ્રી). મહારાષ્ટ્રમાં ધનતેરસના દિવસે આખા ધાણા અને ગોળ મિક્સ કરીને નૈવેદ્ય બનાવવામાં આવે છે. આ દિવસે મધ, ખાંડ, ધી, દહીં અને દૂધ મિક્સ કરીને પંચામૃત પણ બનાવવામાં આવે છે. આ બધા સિવાય ધનતેરસ પર ઘણા પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ અમુક એવા જ પકવાન વિષે.

ગાજરનો હલવો : ગાજરને છીણીને દૂધ, ઘી અને ખાંડમાં પકવીને હલવો તૈયાર કરવામાં આવે છે.

કાજુ બરફી અને કાજુ કતરી : આ ઉત્તર ભારતની સૌથી ફેમસ સ્વીટ ડીશમાંથી એક છે અને તેને ઘરે બનાવવી પણ ઘણી સરળ છે.

બદામનો શિરો : આ એક એવી સ્વીટ ડીશ છે જેને બદામ, ગરમ દૂધ અને ખાંડથી બનાવવામાં આવે છે.

શક્કરપરા : ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શક્કરપરા ઘણા પસંદ કરવામાં આવે છે, ધનતેરસ પર તેને પણ ભગવાનને ધરાવી શકાય છે.

ગાંઠિયા : રાજસ્થાનમાં બનાવવામાં આવતો ખાસ નાસ્તો છે ગાંઠિયા.

ખીર : મીઠામાં ખીર ન હોય એવું બની નહિ શકે. ધનતેરસના દિવસે પ્રસન્નતા સાથે ખીર બનાવીને માં લક્ષ્મીને ભોગ ધરાવવામાં આવે છે.

લાડુ : આ દિવસે ખીરની સાથે સાથે લાડુ ખવડાવવાનો પણ રિવાજ છે. તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો.

ધનતેરસ પર બનાવવામાં આવતા પકવાનોની મહત્વની ભૂમિકા હોય છે, કારણ કે આ દિવસથી આખા અઠવાડિયા સુધી તહેવારો ઉજવવામાં આવે છે.

આ માહિતી પકવાન ગલી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.