શિયાળામાં ઘરે 10 મિનિટમાં બનાવો આ 3 સ્વાદિષ્ટ ચટણીઓ, જાણો સરળ રેસિપી.

0
396

શિયાળામાં જરૂર બનાવો આ 3 સ્વાદિષ્ટ ચટણીઓ, મિનિટોમાં થઇ જશે તૈયાર. શિયાળો આવી રહ્યો છે અને આ સમયે ગરમાગરમ પરોઠા, સમોસા પકોડા વગેરે ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. રોજ ખાવામાં સ્વાદ લાવવા માટે પણ કાંઈક અલગ કરી શકાય છે. શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારની ચટણી બનાવવી લોકોને ખુબ ગમે છે. અને કેમ ન ગમે, ઘરે બનેલી અલગ અલગ ચટણીઓ ખાવાનો સ્વાદ વધારી દે છે.

જો તમે પણ શિયાળાની ઋતુમાં તમારા ઘરે ઘણી બધી ચટણીઓ બનાવવા માંગો છો અને વધુ મહેનત નથી કરવા માંગતા, તો અમે તમને જણાવી રહ્યા છીએ થોડી વિશેષ ચટણીઓની રેસિપી. શીયાળાના સમયમાં તેને તમે ઘણી સરળતાથી બનાવી શકો છો, અને તે તમને ઘણી સારી પણ લાગશે. તેને તમારા સ્વાદ મુજબ કસ્ટમાઈઝ પણ કરી શકાય છે.

(1) ટમેટાની ચટણી : આમ તો ટમેટાની ચટણી ઘણી રીતે બનાવી શકાય છે. પરંતુ અહિયાં અમે દેસી અને ચેરી ટમેટા મિક્સ કરી બનાવવામાં આવતી ચટણી વિષે તમને જણાવીશું. કેમ કે બંને પ્રકારના ટમેટા ખાટા વધુ હોય છે એટલા માટે ચટણી થોડી ખાટી થાય છે.

સામગ્રી : 5 દેસી ટમેટા, 4-5 ચેરી ટમેટા, ½ ચમચી સરસિયાના બીજ, 1 ચમચી આદુ (પીસેલું), 1 ચમચી તેલ, 10-12 મીઠા લીમડાના પાંદડા, 1 ચમચી સરકો (વિનેગર), 1 ચમચી સાકર, મીઠું અને કાળા મરી સ્વાદ મુજબ.

નોંધ : તમામ વસ્તુની સારી રીતે પેસ્ટ બનાવી લો.

રીત : એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસીયાના બીજ, મીઠા લીમડાના પાન, આદુ, લસણ વગેરે નાખો. તે થોડું પાકી જાય તો તેમાં ટમેટા નાખો તેને 5 મિનીટ સુધી રંધાવા દો. પછી તેમાં મીઠું, સાકર, વિનેગર, લાલ મરચું અને કાળા મરી નાખો. ટમેટા ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે નરમ ન થઇ જાય.

(2) આદુ અને નારીયેળની ચટણી : શિયાળામાં તમામ વસ્તુમાં નારીયેળનો સ્વાદ ઘણો સારો લાગે છે, અને તેથી નારીયેળની ચટણી સાથે જો આદુ ભેળવી દેવામાં આવે તો તેની વાત જ અલગ હોય છે.

સામગ્રી : 1 કપ છીણેલું નારીયેળ, 2 ઇંચ આદુનો ટુકડો પીસેલો, 3 લીલા મરચા, 1 ચમચી આંબલીનો ગરબ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી નારીયેળનું તેલ.

રીત : બધી વસ્તુને ગ્રાઈડર વડે એક સાથે ગ્રાઈન્ડ કરો. ત્યાર બાદ નારીયેળનું તેલ ભેળવો. ઈચ્છા હોય તો તેમાં મીઠા લીમડાના પાંદડા અને સરસીયાના તેલનો વઘાર પણ કરી શકો છો.

(૩) કોથમીર અને આમળાની ચટણી : તમે કોથમીર અને ફુદીનાની ચટણી ઘણી વખત ખાધી હશે, પરંતુ શું તમે કોથમીર અને આમળાની ચટણી વિષે સાંભળ્યું છે? જો ના તો ચાલો તેની રેસિપી તમને જણાવી દઈએ.

સામગ્રી : 1 આમળુ, મુઠ્ઠી જેટલી કોથમીર, 1 ચમચી જીરું, 3 લીલા મરચા, મીઠું સ્વાદ મુજબ, આદુનો એક નાનો ટુકડો.

રીત : આ ચટણી બનાવવી ઘણી સરળ છે. તમારે તમામ વસ્તુ એક સાથે પીસી લીવાની છે, બસ તમારું કામ થઇ ગયું. તેમાં પરફેક્ટ ખટાશ હશે અને જો તમે ધારો તો ઉપરથી સિંધવ મીઠું, લાલ મરચુ વગેરે ભેળવી શકો છો.

આ ત્રણ ચટણીઓ ઘણી જ સરળ રીતે બનાવી શકાય છે, અને તેને બનાવવામાં તમને વધુ સમય પણ નહિ લાગે. તેને તમે તમારા હિસાબે બનાવો, અને આ દરેક ચટણીનો ફ્રીઝમાં સરળતાથી 4-5 દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે. તો પછી તમારી મરજી પ્રમાણે ચટણી બનાવો અને ખાવ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.