આ છે ઘરે શીખંડ બનાવવાની પરફેકટ રીત, વિડીયો જોઈને શીખી લો આ ટેસ્ટી વાનગી.

0
2909

મિત્રો, અમે તમારા મારા માટે અલગ અલગ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવવાની રેસીપી લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે તમારા માટે કાજુ દ્રાક્ષનું શ્રીખંડ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. અને આ કાજુ દ્રાક્ષનું શ્રીખંડ સૌથી બેઝીક છે.

એટલે જો તમે એકવાર આ શ્રીખંડ બનાવતા શીખી જશો, તો આગળ તમારા માટે બીજા અલગ અલગ પ્રકારના શ્રીખંડ બનાવવા સરળ થઈ જશે. તો ચાલો કાજુ દ્રાક્ષનું શ્રીખંડ બનાવતા શીખીએ.

જરૂરી સામગ્રી :

૨ મોટી ચમચી કાજુ

૨ મોટી ચમચી દ્રાક્ષ

વેનીલા એસન્સ

૧/૪ કપ સાકર પાઉડર

બનાવવાની રીત :

શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલા દહીંને જમાવી લેવાનું છે. શ્રીખંડ બનાવવા માટે બહુ ખાટું દહીં નથી લેવાનું. એના માટે એક સ્ટીલની તપેલી લઇ તેની ઉપર કાણાં વાળો વાટકો કે સ્ટેનર મૂકી દેશું. હવે તેની ઉપર એક પાતળું કપડું પાથરી દેવાનું છે અને જે દહીં બનાવીને રાખ્યું છે તે આની અંદર નાખવાનું છે.

ત્યારબાદ એ કપડાને ગાંઠ બાંધી દેવાની છે. ગાંઠ બાંધ્યા પછી તેને બહાર નથી રાખવાનું, નહિ તો તે ખાટું થઇ જશે. એટલે તેને તેવી રીતે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. અને દહીં માંથી જે પાણી નીકળતું જશે તે નીચે તપેલીમાં પડી જશે. આને ફ્રીઝમાં ૭ થી ૮ કલાક માટે મૂકી દેવાનું છે. ૭ થી ૮ કલાક બાદ તેને ખોલી દેવાનું છે. ત્યારબાદ આપણો દહીંનો મસ્કો બહુ સરસ તૈયાર થઇ ગયો છે. તેને એક બાઉલમાં નીકળી લેવાનું છે.

બીજી તરફ એક નાના બાઉલમાં ૩ મોટી ચમચી ગરમ પાણીમાં કાજુ અને દ્રાક્ષને ૧૦ મિનીટ સુધી પલાળી મુકવાના છે. હવે તે મસ્કો એક બાઉલમાં લઇ તેની અંદર થોડી થોડી સાકર એડ કરતા જવાનું છે. અને તેને મિક્ષ કરતા જવાનું છે. જનરલી જેટલો દહીંનો મસ્કો તૈયાર થયો હોય તેના કરતા અડધી સાકરનો ઉપયોગ કરવાનો છે.

મસ્કો ઘટ્ટ હોવાના કારણે તમે જયારે શરૂઆતમાં સાકાર એડ કરશો તો તમને મિક્ષ કરતા થોડી વાર લાગશે. તેને ફેરવી ફેરવી સારી રીતે હલાવી નાખવાનું છે. જયારે બધી સાકર મિક્ષ કર્યા બાદ સાકરનો એક પણ દાણો ન રહે એ માટે તેને સારી રીતે મિક્ષ કરી નાખવાનું છે. જયારે સાકર મિક્ષ કરતા રહેવાથી તેનું ટેક્ષયર અલગ દેખાશે અને તે એકદમ લીસું થઇ જશે.

તો એ સમયે તમારે એમાં વેનીલા એસન્સ એડ કરી દેવાનું છે. તે પહેલા હજુ તેને એક વાર સરસ મિક્ષ કરી નાખવું. અને તેમાં વેનીલા એસન્સ એડ કરી દો. આ એક વિકલ્પ છે, અને જો તમે નાખવા માંગતા હોય તો તમે નાખી શકો છો. અને જો તમને માર્કેટ જેવો ટેસ્ટ જોઈતો હોય તો વેનીલા એસન્સ એડ કરી લો. પછી તેને સારી રીતે મિક્ષ કરી લો. હવે જે કાજુ અને દ્રાક્ષ પલાળીને રાખ્યા છે તેને એડ કરી દેવા. અને તેને મિક્ષ કરી લેવું.

એને સારી રીતે મિક્ષ કર્યા બાદ તે બાઉલને ફ્રીઝમાં ખુલ્લું મૂકી રાખવાનું છે. જેથી દહીંમાં સાકર એડ કર્યા પછી એમાં જે થોડું પણ મોસીયર હશે તે નહિ રહે. તેને 4 થી 5 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવું. 4 થી 5 કલાક બાદ શ્રીખંડ સેટ થઇ ગયો છે. તેને એક બાઉલમાં નીકળી લેવાનું છે. હવે આપનો કાજુ દ્રાક્ષનો શ્રીખંડ સર્વિંગ માટે તૈયાર છે.

ઘરે બનાવેલું આ શ્રીખંડ ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. અને ઘણી વાર બજાર માંથી જે શ્રીખંડ લાવીએ છીએ, તેને ખાધા પછી તમને ગાળામાં થ્રોથ ઇન્ફેક્સન, કે બાળકોને શરદી કે કફ જેવું થઇ જતું હોય છે. તો તમે આ રીતે હોમ મેડ શ્રીખંડ ઘરે બનાવી સર્વ કરી શકો છો. માર્કેટ કરતા ચોખ્ખું અને અર્ધા ભાવમાં શ્રીખંડ તૈયાર થઇ જાય છે.

શ્રીખંડ બનાવતી વખતે જયારે દહીં સેટ થાય તેવું તરત જો ઉપયોગમાં ના લેવાનું હોય, તો તેને ફ્રીઝમાં મૂકી દેવું જેથી તે ખાતું ન થઇ જાય. અને તેના કારણે આપણને વધારે સાકર એડ ના કરવી પડે. એટલે દહીં જેવું જામે તેને તરત યુઝમાં લેવાનું છે. આ રીતનું શ્રીખંડ દરેક જાતના ઉપવાસમાં પણ ઉપયોગમાં લઇ શકો છો.

જુઓ વીડિયો :