તમે પણ આ રીતે ઘરે જ બનાવો એકદમ પરફેક્ટ ખજૂર મિલ્કશેક, ક્લિક કરી જાણો ઘરે બનાવવાની રીત.

0
1335

નમસ્કાર મિત્રો, અમે તમારા માટે અલગ અલગ વાનગીઓ બનાવવાની રેસીપી લઈને આવતા રહીએ છીએ. અને આ શ્રેણીમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખજૂર મિલ્કશેક બનાવવાની રીત. જણાવી દઈએ કે, ખજૂર મિલ્કશેક ટેસ્ટમાં ખુબજ સરસ લાગતું હોય છે. તેમજ આમાં જે નેચરલ સ્વીટનેશ હોય છે, એ ખજૂરની હોય છે. એટલે કે આમાં ઉપરથી કોઈપણ સ્વીટનેશ ઉમેરવાની જરૂર નથી પડતી. તેમજ આનાથી આપણને ઇંસ્ટેંન્સ એનર્જી પણ મળી રહે છે. તો ચાલો ખજૂરનું મિલ્કશેક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ.

જરૂરી સામગ્રી : 200 ml દૂધ, 1/2 કપ સમારેલા ખજૂર, 4 બરફના ટુકડા, 1/2 કપ એકંદમ ઠંડુ દૂધ, 1 મોટી ચમચી મલાઈ.

બનાવવાની રીત : ખજૂર મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે. જયારે દૂધ નવસેકું ગરમ થાય, એટલે કે સાઈડમાં નાના બબલ્સ આવના શરુ થાય એટલે એમાં ખજૂર એડ કરવાના છે. આના માટે બીજ વગરના ખજૂર લેવાના છે. અને શક્ય એટલા સોફ્ટ ખજૂર લેસો તો એ સરસ રીતે દુધમાં મિક્ષ થઇ જશે. એને સરસ રીતે દૂધમાં ડૂબી જાય તે રીતે એને મિક્ષ કરી લો. હવે એને ઢાંકીને એક કલાક રહેવા દઈશું, જેથી તે પલળીને એકદમ પોચા થઇ જશે. હવે એક કલાક થયા પછી ખજૂર દુધમાં પલળીને સરસ પોચા થઇ ગયા હશે. એટલે એને ક્રશ કરવાના છે. એના માટે મીક્ષરનું સૌથી મોટું જાર લઈને એમાં ખજૂર અને દૂધનું જે મિશ્રણ બનાવ્યું છે તે એડ કરવાનું છે. સાથે જ એમાં 4 બરફના ટુકડા એડ કરી દેવાના છે. અને એમાં એકદમ ઠંડુ દૂધ અને મલાઈ એડ કરવાનું છે. હવે એને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે. ક્રશ કરી લીધા પછી એ સરસ રીતે મિક્ષ થઈ ગયું છે. હવે ખજૂર મિલ્કશેક સર્વિંગ માટે તૈયાર છે. એને ગ્લાસમાં લઇ લેવાનું છે. આના ગાર્નીસિંગ માટે સમારેલ ખજુરનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે આપણું ખજૂર મિલ્કશેક સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મિલ્કશેક ટેસ્ટમાં ખુબજ સરસ લાગતું હોય છે. એટલે તમે પણ એકવાર જરૂર બનાવજો અને ઘરમાં બધાને ચખાડજો. અત્યારે આપણે જે સામગ્રી લીધી છે, એમાં મીડીયમ સાઈઝના 2 ગ્લાસ મિલ્કશેક તૈયાર થાય છે.

જુઓ વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.