મુંબઈનો પ્રખ્યાત “આઈસ હલવો” હવે તમે ઘરમાં જાતે જ બનાવશો, જાણો કેવી રીતે.

0
3982

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. આપણે મીઠાઈની વાત કરીએ તો મીઠાઈ ખાવી દરેકને ગમે છે. અરે એના તો નામ માત્રથી જ મોંમાં પાણી આવી જાય છે. અને મીઠાઈમાં એટલી બધી વેરાયટી આવે છે, કે જયારે આપણે મીઠાઈ લેવા જઈએ તો થોડીવાર તો એજ વિચાર કરીએ છીએ કે કઈ મીઠાઈ લઈએ અને કઈ ન લઈએ.

અને આજનો આ લેખ ખાસ એટલા માટે છે, કારણ કે આજે અમે તમારા માટે મીઠાઈ બનાવવાની એક રેસીપી લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે મુંબઈનો પ્રખ્યાત આઈસ હલવો બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કેવી રીતે બનાવવો આઈસ હલવો.

જરૂરી સામગ્રી :

અડધો કપ ઠંડુ દૂધ,

અડધો કપ મેંદો / ઝીણો રવો,

1 કપ સાકર,

અડધો કપ ઘી,

અડધી ટી સ્પુન ઈલાયચી પાવડર,

એક ચપટી પીળો કે સફેદ ફૂડ કલર,

1/4 કપ બદામ અને પિસ્તાનું કતર,

10 – 12 કેસરના તાતણાં,.

બીજી વસ્તુ :

બટર પેપર

બટર

વેલણ

આઈસ હલવો બનાવવાની રીત :

આઈસ હલવો બનાવવા માટે સૌથી પહેલા તો, એક નોન સ્ટીક કડાઈમાં ઘી નાખો અને એને ધીમા તાપ ઉપર ગરમ કરો. પછી તેમાં દૂધ અને મેંદો ભેળવો. ત્યારબાદ તેમાં સાકર અને કલર પણ ભેળવી દો. અને તેના ગઠ્ઠા ન પડે તે માટે ખાસ કાળજી રાખવી.

એને ધીમા તાપે અને લચકા પડે તે રીતે કુક કરવાનું છે. ત્યારબાદ તેને બટર પેપર ઉપર પાથરવું અને એની ઉપર બીજા બટર પેપર દ્વારા કવર જેવું કરીને તેને પાતળું વણી લેવું. પછી બટર પેપર દુર કરીને તેની ઉપર પીસ્તા, બદામ, કેસરના તાતણા, ઈલાયચી વગેરેથી ગાર્નીશ કરવું. અને ફરી એકવાર બટર પેપર મૂકી તેને વણી લેવું.

તેમજ આ હલવાનો થર બે થી ત્રણ સેમી. જેટલી જાડાઈમાં વણવું. વણ્યા પછી એને પાંચ દસ મિનીટ માટે ઠંડું થવા દો. પછી તેની ઉપર જરૂરી ડીઝાઈન મુજબ કાપા પાડી દેવા. જણાવી દઈએ કે, આ હલવાને જામવામાં ચાર થી પાચ કલાક જેટલો સમય લાગે છે.

આઈસ હલવાને એક ની ઉપર એક મુકતા સમયે વચ્ચે વચ્ચે બટર પેપર મૂકીને ગોઠવવા અને એને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખવા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.