આ રીતે સોજીમાંથી એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ સોફ્ટ ગુલાબજાંબુ બનાવો, જાણો એની રેસિપી

0
1542

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા રસાઈ વિશેષ લેખમાં સ્વાગત છે. મિત્રો અમે તમારા માટે થોડા થોડા સમયે નવી નવી વાનગીઓ અને મીઠાઈઓ બનાવવાની રેસિપી લાવતા રહીએ છીએ. અને આ કડીમાં આજે અમે તમારા માટે સોજીના ગુલાબજાંબુ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. તમે સોજીનો ઉપયોગ કરીને ઘણું બધું બનાવી શકો છો. અને આજે અમે તમને સોજીમાંથી ગુલાબજાંબુ કેવી રીતે બનાવવા એ શીખવાડીશું. જણાવી દઈએ કે, તમે સોજીમાંથી ગુલાબજાંબુ બનાવશો તો તે ટેસ્ટી તો બનશે જ અને ઓછા સમયમાં બની જશે.

સોજીમાંથી ગુલાબજાંબુ બનાવવા માટે જરૂરી સામગ્રી :

1 કપ સોજી,

1 મોટી ચમચી ઘી,

2 કપ દૂધ,

1-2 એલચી,

2 કપ ખાંડ,

દોઢ કપ પાણી,

તળવા માટે તેલ/ઘી.

સોજીમાંથી ગુલાબજાંબુ બનાવવાની રીત :

સોજીમાંથી ગુલાબજાંબુ બનાવવા માટે સૌથી પહેલા એની ચાસણી બનાવીશું. ચાસણી માટે સૌથી પહેલા એક પેન લઈને તેને ગેસ પર ગરમ કરવા મુકી દો. એ પેન ગરમ થઈ જાય એટલે તેમાં પાણી અને ખાંડ ઉમેરો. ખાંડ જ્યાં સુધી પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી ન જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહો. ખાંડ વાસણમાં તળિયે ચોંટી ન જાય એટલે એને હલાવતા રહેવાનું છે. હવે વાસણને પાંચ મિનિટ માટે ઢાંકી દઈ પાણી ઉકળવા દો. ચાસણી બે-ત્રણ તારની થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને સાઈડમાં ઠંડી થવા મુકી દો.

હવે એક પેન લઈને એમાં એક મોટી ચમચી ઘી નાખો અને તેને ગરમ થવા દો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી એક ઊભરો આવે ત્યાં સુધી એને ગરમ થવા દો. પછી દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં સોજી ઉમેરી દો અને તેને સતત હલાવતા રહો. સોજી પણ વાસણમાં નીચે ચોંટે નહીં અને તેમાં ગાંઠ ન રહી જાય એટલા માટે એને હલાવતા રહો. સોજી દૂધ શોષી લે અને માવા જેવું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે.

સોજી વાળું મિશ્રણ તૈયાર થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈ તેમાં એલચી પાઉડર ઉમેરી એને હાથથી મસળી લો. હવે આ મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવી લો. ત્યારબાદ એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો. એ ગરમ થઈ જાય એટલે તેમાં સોજીના ગોળા હલકા ગોલ્ડન-બ્રાઉન કલરના થાય એવી રીતે તળી લો. બધા ગોળા તળાય જાય એટલે તેને ચાસણીમાં ઉમેરીને 5 મિનિટ માટે એમ જ રહેવા દો. પછી ચાસણી તેમાં મિક્ષ થઈ જાય એટલે તેને સર્વ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.