નાસ્તામાં બનાવો ચટાકેદાર ગુજરાતી ભેળ, ફક્ત 5 મિનિટમાં થઇ જશે તૈયાર.

0
345

ફટાફટ નાસ્તો બનાવવો હોય તો આ રીતે બનાવી લો ગુજરાતી ભેળ, જાણો તેની સરળ રેસિપી. સાંજે થોડી ભૂખ લાગવા પર હંમેશા લોકો થોડો ચટપટો અને ફાટફાટ બની જાય તેવો નાસ્તો ખાવાનું પસંદ કરે છે. સાંજના નાસ્તામાં સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં ઝટપટ ચટપટી ભેલપૂરી બનાવવામાં આવે છે. ભેલપૂરીને ઘણી રીતે અને અલગ અલગ વસ્તુઓથી બનાવી શકાય છે. દરેક રાજ્યની સાથે જ તેના સ્વાદમાં પણ અંતર આવી જાય છે.

ગુજરાતી ભેળની રેસિપી : મુંબઈની સેવ પુરી વિષે તો તમે ઘણું સાંભળ્યું હશે. અને તેનો સ્વાદ પણ ચાખ્યો હશે. પણ આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતી ભેલની રેસિપી. તેને માત્ર 5 મિનિટમાં બનાવી શકાય છે. તેને બનાવવી ઘણી સરળ છે અને નાસ્તાના રૂપમાં આ ભેળ તમારી ચા ના સ્વાદને વધારી દેશે.

જરૂરી સામગ્રી :

મમરા : 4 કપ,

તેલ : 1 ચમચી,

હળદર : 1/4 ચમચી (વૈકલ્પિક),

સેવ : 1 વાટકી,

ચેવડો : 1 વાટકી,

મિક્સ્ચર (નમકીન) : 1 વાટકી,

બાફેલા બટાકા : 1 વાટકી,

કોથમીર : અડધી વાટકી,

બાફેલા કાબુલી ચણા : 1 વાટકી,

સમારેલી ડુંગળી : 1 નંગ,

ઝીણા સમારેલા ટામેટા : 1 નંગ,

ઝીણા સમારેલા લીલા મરચા : 4 નંગ,

લાલ મરચું પાવડર : 1 ચમચી,

ચાટ મસાલો : 2 ચમચી,

મીઠું : સ્વાદ અનુસાર,

આમલીની ચટણી : સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

મમરામાં એક ચમચી તેલ અને થોડી હળદર (વૈકલ્પિક) નાખીને મિક્સ કરો.

પછી તેમાં ચેવડો, નમકીન અને સેવ નાખો.

હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા, ટામેટા, કાબુલી ચણા, ડુંગળી, લીલા મરચા અને કોથમીર નાખો.

હવે તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને ચાટ મસાલો નાખો. આ બધાનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઓછું-વધારે કરી શકો છો.

હવે તેમાં આમલીની ચટણી નાખીને મિક્સ કરો.

તો તૈયાર છે તમારી ગુજરાતી ભેળ. તેને તરત જ સર્વ કરો. તમે ઇચ્છો તો ઉપરથી સેવ પણ નાખી શકો છો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.