ધરે નાની-મોટી પાર્ટીમાં આવેલા મિત્રો અને મહેમાન માટે બનાવો પરફેકટ કોલ્ડ કોફી, જાણો બનાવવાની રીત.

0
1192

આમ તો આપણે ત્યાં કોફી કરતા ચા નું ચલણ વધારે જોવા મળે છે. છતાંપણ હવે લોકો કોફી તરફ પણ વધારે આકર્ષાવા લાગ્યા છે. અને એમાં પણ હવે તો કોલ્ડ કોફી નવો ક્રેઝ બની ગયો છે. એટલા માટે આજે અમે તમારા માટે કોલ્ડ કોફી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. કોલ્ડ કોફી નાના મોટા દરેકને ખુબ જ ભાવતી હોય છે. તો ચાલો બહાર જેવી જ કોલ્ડ કોફી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ.

જરૂરી સામગ્રી :

500 ml ફૂલ ફેટ દૂધ,

1 મોટી ચમચી ગરમ પાણી,

4 થી 5 બરફના ટુકડા,

3 મોટી ચમચી દળેલી સાકર,

2 મોટી ચમચી કોફી પાઉડર,

1 નાની ચમચી બોર્નવીટા પાઉડર.

બનાવવાની રીત :

કોલ્ડ કોફી બનાવવા માટે સોથી પહેલા દૂધને ગરમ કરી લેવાનું છે. ત્યારબાદ તેને એકદમ ઠંડુ પણ કરી દેવાનું છે. પછી આપણે જે કોફી લીધી છે તેને પાણીમાં એડ કરી દેવાની છે. આ રીતે કોફીને પાણીમાં મિક્ષ કરીએ તો એની સુગંધ ખુબ જ સરસ આવે છે. અને તે કોફીમાં સારી રીતે મિક્ષ થઇ જાય છે. અને તેને હલાવી નાખો.

એવું જોવામાં આવ્યું છે કે, ઘણા લોકો કોફીમાં ડાયરેક્ટ કોફી પાઉડર એડ કરે છે. પણ કોલ્ડ કોફીમાં આ રીતે પાણીમાં એડ કરી લેવાનું છે. લમ્સના રહે તે રીતે તેને મિક્ષ કરી લેવાનું છે.

આટલું તૈયાર થઇ ગયા બાદ, હવે બાકીની બીજી બધી વસ્તુ લીધી છે એને આપણે જે મીક્ષરનું મોટું જાર હોય છે, જેમાં કેરીનો રસ વગેરે બનાવતા હોય છે, એ જાર આપણે લેવાનું છે. અને એમાં આ બધી વસ્તુ એડ કરી દેવાની છે. બધી વસ્તુને એક વાર મીક્ષરમાં મિક્ષ કરી લેવાનું છે. હવે તેને એક ગ્લાસમાં સર્વ કરવાનું છે.

પણ એના માટે સોથી પહેલા સર્વિંગ ગ્લાસને ડેકોરેટ કરવાનું છે. તો એના માટે આપણે ચોકલેટ સોસનો ઉપયોગ કરીશું. ચોકલેટ સોસને ગ્લાસની અંદર ચારે બાજુ એડ કરવાનું છે. અને તેને 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવું અને તે એકદમ સરસ સેટ થઇ જાય છે. ત્યારબાદ એમાં કોફી એડ કરસો તો તે ખુબજ સરસ લાગે છે.

હમણાં જે સામગ્રી લીધેલ છે, તેમાંથી 4 સર્વિંગ ગ્લાસ તૈયાર થાય છે. કોફી એડ કર્યા બાદ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાનું છે. કોલ્ડ કોફીની સાથે વેનીલા આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. હવે આપણે મીક્ષરમાં બરફ મિક્ષ કરવાથી એક ફીણ બની જાય છે તેને પણ એડ કરવાની છે. હવે જે બોર્નવીટાના મોટા દાણા હોય છે એને ગાર્નિશિંગ માટે તેનો ઉપયોગ કરવાનો છે. બહાર પણ ચોકલેટ કે બોર્નવીટાના દાણા એડ કરેલા હોય છે, અને તમારી પાસે જો ચોકલેટના દાણા હોય તો તેને પણ એડ કરી શકો છો.

તો મિત્રો, હવે આપણી કોલ્ડ કોફી સાથે આઈસ્ક્રીમ સર્વિંગ માટે તૈયાર છે. અને આ કોફી ફ્રિજમાં રાખીએ તો બે દિવસ સુધી સારી રહે છે, પણ આને બનાવતા પહેલા દૂધને એક વાર ગરમ કરવું ખુબ જરૂરી છે. કારણ કે જો કાચું દૂધ લીધું હોય, તો તે સારું નથી રહેતું. એટલે દૂધને હંમેશા ગરમ કરીને લેવાનું છે. તેનાથી કોલ્ડ કોફી બે દિવસ માટે ફ્રિઝમાં સારી રહેશે.

તેમજ આ પણ યાદ રાખવું કે, કોફી પાઉડરને પહેલા પાણીમાં મિક્ષ કરીને પછી એનો જ ઉપયોગ કરવાનો છે. કોલ્ડ કોફી બનાવતી વખતે જે સ્ટ્રોંગ ફ્લેવર વાળી કોફી હોય તેને જ લેવાની છે, અને લાઇટ ફ્લેવરની કોફીનો ઉપયોગ નથી કરવાનો.

જુઓ વિડીયો :