આ રીતે ઘરમાં જ બનાવો બજાર કરતા સસ્તી અને હાઈજેનીક કેળાની વેફર, શીખો અને જાતે બનાવો.

0
1925

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. જો આપણે ગુજરાતીઓના ભોજનની વાત કરીએ, તો આપણને અલગ અલગ વાનગીઓ ખાવાનું ખુબ ગમે છે. અને ભોજન શું આપણે તો નાસ્તામાં પણ અલગ અલગ વેરાયટી લાવતા જ રહીએ છીએ. આપણે ત્યાં સવારે ચા સાથે નાસ્તો તો થાય જ છે, પણ સાંજે પણ ચા અને નાસ્તો કર્યા વગર આપણને નથી ચાલતું.

હવે ઘરની મહિલાઓ માટે નાસ્તામાં શું બનાવવું એ પણ પ્રશ્ન બની જાય છે. એટલા માટે અમે થોડા થોડા સમયે તમારી મદદ કરવાં માટે અલગ અલગ કુકિંગ રેસીપી લઈને આવતા રહીએ છીએ, જેથી તમે નવી નવી વાનગી બનાવીને પરિવાર સાથે એનો આનંદ માણી શકો. અને આજે આ શ્રેણીમાં અમે તમારા માટે કેળાની વેફર બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસીપીની મદદથી તમે બજાર કરતા સસ્તી અને હાઈજેનીક કેળાની વેફર જાતે ઘરમાં જ બનાવી શકશો. તો આવો જાણીએ કેવી રીતે બનાવવી કેળાની વેફર?

જરૂરી સામગ્રી :

કાચા કેળા

૧ ચમચી સિંધાલુ અથવા મીઠું

૧ ૧ ચમચી સંચર

૧ ચમચી મરી પાઉડર

તેલ (જરૂર પ્રમાણે)

વેફર બનાવવાની રીત :

કેળાની વેફર બનાવવા માટે સૌથી પહેલા સિંધાલુ(સિંધવ) મીઠું, મરી પાઉડર, અને સંચળને ભેળવીને મસાલો તૈયાર કરી લો.

ત્યારબાદ તેલ ગરમ કરવા મુકી દો, એક કેળાની છાલ કાઢી દો.

છાલ કાઢતા સમયે એક વાતનું ધ્યાન રાખવું કે, કેળાની ઉપરનો લીલાશ પડતો ભાગ નીકળી જાય, એટલે કે સફેદ જેવો થઈ જાય ત્યાં સુધી પિલર વડે છાલ કાઢવી. પછી ગરમ તેલમાં સ્વાઈસરની મદદ વડે કેળાની ચિપ્સ સીધી તેલમાં પાડવી.

અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું.

કેળાની વેફરને કલર બદલાઈ જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. આશરે ૩ મિનિટમાં વેફર થઈ જશે.

અને આ વેફરને એક બાઉલમાં કાઢીને તરત જ આપણે બનાવેલો મસાલો છાંટી દેવો.

આ રીતે બધા જ કેળાની એક પછી એક કરીને વેફર પાડતા જઈને તળવી.

તો તૈયાર છે તમારી બજાર કરતા સસ્તી અને હાઈજેનીક કેળાની વેફર. જેમાં તમે તેલ પણ તમારી પસંદનું વાપર્યું છે.

ખાસ નોંધ :

જો તમે બધા કેળાની એક સાથે છાલ કાઢશો તો કેળા કાળા પડી જશે. માટે કેળા જેમ જેમ જરૂર પડે એમ જ છોલવા. તેમજ તમે તૈયાર કરેલા મસાલામાં લાલ મરચું મિક્સ કરીને તીખી મસાલા વેફર પણ બનાવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.