ઘરે બનાવો આંબળાનું તેલ, તમારા વાળ ખરતા હોય કે વાળ પાતળા હોય તો ખાસ વાપરો આ તેલ.

0
2834

નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું આંબળાનું તેલ. આમ તો બજારમાં તમને આંબળાનું તેલ તૈયાર જ મળી રહેશે, પણ ઘરે બનાવેલું તેલ એકદમ શુદ્ધ હોય છે. કારણ કે આપણે એમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ નથી કરતા.

તો જણાવી દઈએ કે, આંબળાનું તેલ ઘરે બનાવવું ખુબજ સરળ છે. અને એને બનાવવામાં ખાલી બે જ વસ્તુની જરૂર પડે છે. તેમજ આ તેલ બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. અને ઘરે બનાવેલું તેલ આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આંબળાનું તેલ આપણા વાળ માટે ખુબજ ફાયદાકારક છે. જો કોઈના વાળ ખરતા હોય અને જેના વાળ પાતળા હોય એના માટે આ ખુબજ ફાયદાકારક છે. તો એને કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ. (સૌથી નીચે વિડીયોમાં પણ શીખી શકો છો.)

જરૂરી સામગ્રી :

200 ગ્રામ આંબળા,

200 ગ્રામ કોપરેલ.

બનાવવાની રીત :

સૌથી પહેલા આંબળાને સારી રીતે ધોઈ લેવાના છે. તેમજ તેલ બનાવવા માટે લાઈટ ગ્રીન કલરના આંબળા લેવાના છે. અને તેના મીડીયમ સાઈઝના ટુકડા કરી લેવાના છે. અને જેટલા આંબળા લઈએ તેટલું કોપરેલ લેવાનું છે.

હવે આંબળાને મિક્ષરના જારમાં નાખી તેને ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા બાદ એને કોપરેલમાં એડ કરી દેવાનું છે. એને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે. તમારે થોડી થોડી વારે એને હલાવતા રહેવાનું છે. ધીરે ધીરે તેલ ઉપર આવવા લાગશે અને તે ઉકળવા લાગશે.

ધીમે ધીમે જે આપણે આંબળાનો ભુક્કો કરીને નાખ્યો છે, એ ગોલ્ડન બ્રાઉન થઇ જશે. જયારે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે. આને ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થતા લગભગ 20 મિનિટ થઇ જાય છે. અને એ ઠંડુ થઇ જાય એટલે આપણે એને કોટનનું કપડું લઈને એને ગાળી લેવાનું છે. તેને ગાળીને એકદમ ઠંડુ થઇ જાય એટલે એને એક કાચની બોટલમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકીયે છીએ.

આ તેલમાં કુદરતી સુગંધ રાખવી હોય તો રાખી શકાય. અથવા તો માર્કેટમાં કલર અને સુગંધ આવે એવી બોટલ પણ મેડીકલ સ્ટોરમાં મળતી હોય છે. તમારે જો તે એડ કરવું હોય તો પણ કરી શકાય. અને યાદ રહે કે, આ રીતથી બનાવેલા તેલનો જયારે પણ ઉપયોગ કરો, કે અન્ય કોઈ પણ તેલ હોય જો તમે તેને થોડું ગરમ કરી આપણા વાળમાં મસાજ કરો તો એનાથી વાળમાં ખુબજ સારી ઈફેક્ટ મળે છે. વાળ ખરતા બંધ થાય છે. અને તમારા વાળનો ગ્રોથ પણ સારો થશે.

જુઓ વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.