કશ્મીરમાં આતંકીઓ સાથેની લડાઈમાં મેજર કેતન શર્મા શહીદ, રડતા રડતા માં એ પૂછ્યું- મારો દીકરો કયા ગયો

0
663

જમ્મુ કશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે થયેલી લડાઈમાં મેરઠના રહેવા વાળા મેજર કેતન શર્મા સોમવારે સહીદ થઈ ગયા. તે 26 મે ના રોજ એક મહિનાની રજા પૂરી કરીને કશ્મીર પાછા ગયા હતા. કેતનના શહીદ થયાની જાણકારી મળ્યા પછી સેનાના અધિકારી કેતનના માતા પિતાને દિલાસો આપવા માટે એમના ઘરે પહોંચ્યા. આ દરમ્યાન વિલાપ કરતી માં એ સૈન્યના ઓફિસરોને પૂછ્યું કે, મને જણાવો કે મારો દીકરો ક્યાં ગયો? ક્યારે આવશે?

માં ના આ સવાલો પર ત્યાં રહેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. શહીદનો પાર્થિવ દેહ મંગળવારે બપોર સુધી મેરઠ લાવવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ બિપિન રાવત એને શ્રદ્ધાંજલિ આપશે. કેતનના સાથીઓ જણાવે છે કે તે ખુશ-મિજાજ માણસ હતા.

બાળપણથી જ સેનામાં ઓફિસર બનવાનો સંકલ્પ હતો :

મેરઠમાં કંકરખેડા વિસ્તારના શ્રદ્ધાપૂરીમાં રહેવા વાળા મેજર કેતન શર્મા વર્ષ 2011 માં આઇએમએ દેહરાદુનમાં ભરતી થયા હતા. પાસિંગ આઉટ પરેડ પછી એમની સાડા ત્રણ વર્ષ પુણેમાં ટ્રેનીંગ થઈ હતી. પછી મેરઠની 57 એન્જિનિયર રેજીમેન્ટમાં એમની પોસ્ટીંગ થઈ હતી. મેરઠમાં તે થોડા દિવસ સુધી જ રહ્યા.

વર્તમાનમાં તે જમ્મુ કશ્મીરના અનંતનાગમાં મેજરના પદ પર નિયુક્ત થયા હતા. પિતા રવિન્દ્ર શર્માએ જણાવ્યું કે, એમના દીકરા કેતને નક્કી કરી લીધું હતું કે, એણે સેનામાં ઓફિસર બનવું છે. એનો સંકલ્પ અને ઉત્સાહ જોઇને એમણે એને કોઈ દિવસ રોક્યો ન હતો, અને જેટલો થઈ શકે એટલો સપોર્ટ કર્યો હતો.

સેનાના અધિકારોએ જણાવ્યું કે, કશ્મીરના અનંતનાગમાં સોમવારે એક મકાનની અંદર ત્રણ આતંકવાદી ઘુસી ગયા હતા. ત્યાં મેજર કેતન પોતાની ટીમ સાથે એમની વિરુધ ઓપરેશન કરવાં પહોંચ્યા. બંને તરફથી ફાયરીંગ થયું, ત્યારબાદ કેતન અને એમની ટીમે મકાનમાં ઘૂસીને બે આતંકવાદીઓને ત્યાં જ મારી નાખ્યા. પરંતુ એક આતંકવાદી ભાગવા લાગ્યો તો કેતન અને એમની ટીમે એના પર ફાયરીંગ કર્યું.

એના જવાબમાં એ આતંકવાદીએ પણ ફાયરીંગ કર્યું. એની ગોળી વાગવાથી મેજર કેતન ઘાયલ થઈ ગયા, અને ઈલાજ દરમ્યાન તે શહીદ થઈ ગયાં. એમના બે સાથી પણ ઘાયલ થયા હતા, પણ એમની ટીમે ત્રીજા આતંકવાદીને પણ મારી નાખ્યો હતો.

શહીદ મેજર કેતન શર્મા 2012 માં લેફ્ટિનેંટ બન્યા હતા, અને ત્યારબાદ મે મહિનામાં મેજર બન્યા હતા. એમના પરિવારમાં એમની એક નાની બહેન છે. કેતન શર્માના લગ્ન છ વર્ષ પહેલા દિલ્લીની રહેવાસી ઈરા સાથે થયા હતા. કેતન શર્માની ચાર વર્ષની દીકરી કાયરા છે. પોતાનો દીકરો શહીદ થયો છે એ સમાચાર સોમવારની સાંજે પિતા રવિન્દ્ર શર્મા અને માતા ઉષા શર્માને મળ્યા હતા. બંનેની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.