મજેદાર જોક્સ – ટપ્પુ : પપ્પુ, મારી પત્ની મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે ગઈ કાલે ભાગી ગઈ. પપ્પુ : એમ, તારો બેસ્ટ ફ્રેન્ડ…

0
538

જોક્સ : 1

ટીના – પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે.

બીના – કેમ શું થયું?

ટીના – જો ને, બે મહિના પહેલા હું પપ્પુની દિવાની હતી. હવે એ મને જરા પણ ગમતો નથી. પુરુષો કેટલા જલ્દી બદલાઈ જાય છે.

જોક્સ : 2

ટપ્પુ અમેરિકાનો સિટીઝન બની ગયો, પછી ભારત આવતા પહેલા તેના મિત્ર પપ્પુને ફોન પર વાત કરી રહ્યો છે.

ટપ્પુ – યાર, પપ્પુ હું 5 વર્ષ પછી ભારત આવી રહ્યો છું. બોલ તારા માટે શું લાવું?

પપ્પુ – હવે બધે બધું મળી જ રહે છે. પણ જો તું લાવવા માંગતો હોય, તો એક જ વસ્તુ મને જોઈએ છે.

ટપ્પુ – અરે, તું બોલ દોસ્ત, તું કહેશે એ હું લઈ આવીશ.

પપ્પુ – એમ!! પેલા વચન આપ કે તું લઈને જ આવીશ. એ વગર નહિ આવે.

ટપ્પુ – હા બસ, તું કહેશે એ લીધા વગર હું ભારત નહીં આવું.

પપ્પુ – સારું, તો પેલું ગ્રીન કાર્ડ, ગ્રીન કાર્ડ બધા બોલતા હોય છે એ મારા માટે લઈ આવજે.

ટપ્પુ એ ભારતનો પ્રવાસ કેન્સલ કરી દીધો.

જોક્સ : 3

પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો. ત્યાં એક સાહેબે તેને પૂછ્યું

સર – માણસે એની પત્ની ને એના વિચાર અને વર્તનથી વાકેફ રાખવી જોઈએ??

પપ્પુ – એ સમયની બરબાદી છે સર, પત્નીને એના પતિના વિચારો વિશે તો ખબર જ હોય છે. અને વાત રહી વર્તનની તો તેને એના પાડોશી પતિના વર્તનની રજેરજ ખબર પહોંચાડતા જ હોય છે.

પપ્પુને ખુશ થઈને નોકરીએ રાખી લીધો.

જોક્સ : 4

પપ્પુ અને ટીના એ લગ્ન કરવાનું નક્કી કર્યું. આથી પપ્પુ વકીલ પાસે કોર્ટ મેરેજની જાણકારી લેવા ગયો.

પપ્પુ – સાહેબ, મારે સિવિલ મેરેજ કરવા છે. કેટલી ફી ભરવી પડશે.

વકીલ – જો ફોર્મના સો રૂપિયા, એફિડેવિટ એવું કરવાના 400 રૂપિયા, એમ મારી ફી ટોટલ 500 રૂપિયા અને આખી જિંદગી દર મહિનાનો પૂરો પગાર બોનસમાં.

જોક્સ : 5

ઘરમાં ખર્ચા વધી ગયા હોવાથી પપ્પુ ચિંતામાં હતો.

પપ્પુ – (જોરથી) તું આજે ફરી ઓનલાઈન નવી સાડી મંગાવી? મને કહેશે કે આ સાડીના પૈસા હું ક્યાંથી લાવીશ?

ટીના – ડાર્લિંગ, તે જ લગ્ન પહેલા એવી શરત નો’તી કરેલી કે મારે તારી અંગત બાબતોમાં માથું મારવું નહિ??

જોક્સ : 6

પપ્પુ પ્રેમ વિશે ટપ્પુને પૂછી રહ્યો છે.

પપ્પુ – યાર, મને સમજાતું નથી કે બધા કહે છે કે મહોબ્બતમાં દિલની ધડકન તેજ થઈ જાય છે, પણ એવું તો દોડવાથી પણ થાય છે, તો મહોબ્બતે કયો જાદુ કર્યો?

જોક્સ : 7

પપ્પુ ટીના માટે પાન લાવ્યો.

ટીના – (ખુશ થઈને) તમે મારા માટે જ પાન લઈ આવ્યા?? તમારા માટે કેમ ના લાવ્યા?

પપ્પુ – કારણ કે પાન ખાધા વિના પણ હું ચૂપ રહી શકું છું.

પપ્પુ 10 દિવસ સુધી કશું બોલી શક્યો નહિ.

જોક્સ : 8

જાહેરમાં લખવા જેવી સૂચના

“રેલવે સ્ટેશનો ઉપર કે મેળામાં મુકેલા વજન કરવાના મશીન પર પતિનું વજન કરાવશો નહીં. વજન તો ખોટું હશે જ પણ પાછળ છાપેલા નસીબમાં લખ્યું હશે કે, “તમે એક નવજવાન જાંબાઝ ઇન્સાન છો.”

જોક્સ : 9

ટપ્પુ – પપ્પુ, મારી પત્ની મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે ગઈ કાલે ભાગી ગઈ.

પપ્પુ – એમ! તારો બેસ્ટ ફ્રેન્ડ એટલો બધો હેન્ડસમ છે કે??

ટપ્પુ – એ તો મને શું ખબર?? મેં એને કોઈ દિવસ જોયો નથી.

જોક્સ : 10

ટપ્પુ અને પપ્પુ બંને તેમની સાસુઓથી પરેશાન થઈ ચર્ચા કરી રહ્યા છે.

ટપ્પુ – યાર, હું તો મારી સાસુથી એટલો કંટાળી ગયો કે એમ થાય છે એમને ઝૂંમાં ફરવા લઈ જાવ અને મગરના તળાવમાં ધક્કો મારી દવ.

પપ્પુ – ના યાર, એમ ઝૂંમાં લઇ જઇ મગરના તળાવમાં ધકેલી દેવાની જૂની રીત અજમાવવામાં ઘણો ખતરો છે.

ટપ્પુ – એમાં શું ખતરો?? ઉલટાનો સાસુ રૂપી ખતરો ઓછો થશે.

પપ્પુ – અરે, પણ હમણાં ઝૂંના જાનવરોને ખોરાક નાખવાની મનાઈ કરવામાં આવે છે.

જોક્સ : 11

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો, તેથી તે તેના મિત્રને મળવા ગયો.

પપ્પુ : યાર, હું તો મારી પત્નીથી કંટાળી ગયો.

ટપ્પુ : અલ્યા જે પણ હોય ભગવાનનો આભાર માન. તારા પાડોશી છગનને જો એની પત્ની આજે જ ગુજરી ગઈ.

પપ્પુ : એમાં હું શાનો આભાર માનું? હું કંઈ છગન છું?