મજાના જોક્સ : પતિએ પત્નીને નવું શર્ટ આપીને કહ્યું, પતી – તેને ઉલટી કરીને પ્રેસ કરી દે.

0
4511

જોક્સ : ૧

પત્ની (પતિને) – રાત્રે તમે દારૂ પીને આવી હરકત કરી હતી.

પતી – શું કર્યું હતું મેં?

પત્ની – તમે ગટરમાં પડી ગયા હતા.

પતી – (પત્નીને) શું કહું બધું ખરાબ સંગતીની અસર છે.

અમે ૪ મિત્ર, ૧ બોટલ અને તે ત્રણે સાલા પીતા જ નથી.

મારે પીને પૂરી કરાવી પડી બોટલ.

જોક્સ : ૨

હમણાં રસ્તામાં મને એક વ્યક્તિ મળ્યો અને પૂછ્યું –

“આ ડોસીમાનું દવાખાનું ક્યાં છે ભાઈ?

હું પણ ટેન્શનમાં આવી વિચારમાં પડી ગયો કે સાલું,

સ્ત્રીનું દવાખાનું  હોય તે તો સાંભળ્યું છે.

બાળકોનું દવાખાનું પણ હોય તે પણ સાંભળ્યું છે.

પણ આ ડોશીમાંનું દવાખાનું ક્યાં હશે?

પછી એણે મને સરનામું લખેલી ચિઠ્ઠી બતાવી.

તો તેની ઉપર લખેલું ઘાટા અક્ષરોમાં લખ્યું હતું કે

ડો.સીમાનું દવાખાનું

જોક્સ : ૩

એક મેરેજમાં બે મહિલાઓ એક બીજાનની ખુબ જ કાળજી રાખી રહી હતી,

જો એક ખુરશીમાં બેસવા જતી તો બીજી ખુરશીને સાફ કરી દેતી હતી,

જો બીજી ખુરશીમાં બેસવા જતી તો પહેલી ખુરશી બરાબર સાફ કરી દેતી હતી,

પછી ખબર પડી કે તે બન્ને મહિલાઓ દેરાણી જેઠાણી હતી,

અને એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.

જોક્સ : ૪

જિંદગીની દોડધામમાં આરોગ્યનું ધ્યાન રાખો.

ખાવાનું પણ ધ્યાન રાખો,

એવું ન થઇ શકે કે તમે પાછળ રહી જાવ,

અને પેટ આગળ નીકળી આવે.

જોક્સ : ૫

સોનું ગર્લ્સ હોસ્ટેલની બહાર આઈસ્ક્રીમ વેચવા આવ્યો,

એક સુંદર એવી છોકરી રૂમ માંથી નીકળીને આવી.

સોનું – આઈસ્ક્રીમ લઈ લો… આઈસ્ક્રીમ…

છોકરી – અહી કોઈ નહિ ખરીદે.

સોનું – સવારથી એક પણ નથી વેચાણી,

છોકરી – વેચવી છે, તો બોઈઝ હોસ્ટેલમાં જા.

સોનું – પરંતુ આઈસ્ક્રીમ તો છોકરીઓ વધુ ખાય છેને.

છોકરી – હા, પરંતુ છોકરીઓ પોતાના પૈસાથી ક્યારે પણ નથી લેતી.

જોક્સ : ૬

બધા કહે છે કે ભગવાને તને ખુબ નવરાશના સમયે બનાવ્યા હશે,

સાચું કહે છે, કેમ કે નકામાં કામ તો નવરાશમાં જ કરી શકાય છે.

જોક્સ : ૭

એક રાતે પત્ની પોતાના પતિ સાથે મારા મારી કરી રહી હતી.

ઘરવાળાઓએ કહ્યું – કેમ મારી રહી છે તે બિચારાને?

પત્ની – તે મને પોતાના વશમાં કરવા માંગે છે,

તેણે મારી આંખ સામે મારી ચામાં તાવીજ નાખ્યું છે.

પતી – તે તાવીજ નથી, ટી બેગ છે અભણ મહિલા.

જોક્સ : ૮

પત્ની – શું હું મારા જુના કપડા ડોનેટ કરું?

પતી – ફેંકી દે, શું ડોનેટ કરવાની?

પત્ની – નહિ જી, દુનિયામાં ઘણી એવી ગરીબ, ભૂખી, તરસી મહિલાઓ છે,

બિચારી કોઈ પણ પહેરી લેશે.

પતી – તારા કપડા જેને માપના આવી જાય તે ભૂખી તરસી થોડી હશે.

હવે પતી લાપતા છે.

જોક્સ : ૯

એક બાળક મળ્યું છે, જેનું છે આવીને લઈ જાય,

પપ્પુ ભીડ માંથી – મને પણ બતાવો મને પણ બતાવો,

જેનું બાળક કેવું હોય છે.

જોક્સ : ૧૦

પપ્પુની તપસ્યાથી ખુશ થઈને ભગવાન બોલ્યા : વરદાન માંગ બેટા.

પપ્પુ પ્રભુ,

જેવું તમે વિચારી રહ્યા છો એવો હું નથી,

મને વરદાન નહિ, વહુ દાન જોઈએ.

જોક્સ : ૧૧

એક બાળકે ચેલેન્જ કરી કે તે કુતુબમિનારને માથા ઉપર રાખીને મુંબઈ લઈ જશે.

બધા ન્યુઝ ચેનલ વાળા ત્યાં પહોચી ગયા, ત્યારે બાળક બોલ્યો આવી ગયા બધા, તો હવે બસ કોઈ ઉપાડીને માથા ઉપર મૂકી દો.

જોક્સ : ૧૨

પત્ની – સાંભળોજી, છાપામાં સમાચાર છે કે એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.

પતી – ઓહ, કેટલામાં?

પત્ની – એક સાયકલના બદલામાં, ક્યાંક તમે પણ એવું નહિ કરોને?

પતી – હું એટલો મુર્ખ ઓછો છું, તારા બદલામાં તો એક કાર આવી શકે છે.

જોક્સ :  ૧૩

પતિએ પોતાની પત્નીને નવું શર્ટ આપીને કહે આ શર્ટને ઉલટી કરીને પ્રેસ કરી દેવું.

ઘણી વાર પછી પણ પત્નીએ શર્ટ પ્રેસ ન કર્યો.

પતી – (ગુસ્સામાં) તે હજુ સુધી આ શર્ટને પ્રેસ નથી કરી?

પત્ની – મને હજુ સુધી ઉલટી નથી આવી,

તો પછી પ્રેસ કેવી રીતે કરી આપું.

પતી બેહોશ…