મજાક-મજાકમાં આ વ્યક્તિ બની ગયો છોકરી, ફોટાએ હજારો લોકોને બનાવ્યા કાયલ

0
867

ઘણી વાર અમુક લોકો રમત-રમતમાં એવું કામ કરી જાય છે, જે દુનિયા માટે અજીબો ગરીબ હોય છે. પણ એ જ અજીબોગરીબ કામ દુનિયા સામે એમની ઓળખ બની જાય છે. એવો કે મામલો હિમાચલના કાંગડા જિલ્લાથી સામે આવ્યો છે, જેને સાંભળ્યા પછી દરેક વ્યક્તિ ચકિત થઈ ગયા છે.

ચોથા ધોરણમાં ભણતા સમયે પોતાની બહેનો સાથે રમત-રમતમાં છોકરી બની કરેલા ડાંસે, આજે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના સહૌડાના ટિંકુ વીહાનને દરેકનો પ્રિય બનાવી દીધો છે. છોકરીના રૂપમાં ટિંકુની અદાકારી એવી છે કે, દરેક વ્યક્તિ એને સાચે જ છોકરી સમજી બેસે છે.

છોકરીનું રૂપ ધારણ કરવા માટે ટિંકુ કોઈ મેકઅપ મેનની મદદ નથી લેતો પણ જાતે જ પોતાને છોકરીના રૂપમાં ઢાળી લે છે. છોકરીના પાત્રમાં અભિનય કરતા કરતા ટિંકુ હવે એટલા પરિપક્વ થઈ ચુક્યા છે કે, એને અભિનય માટે બોલીવુડ નગરી મુંબઈથી પણ ઓફર આવવા લાગી છે.

પોતાનો અનુભવ શેયર કરતા સહૌડાના ટિંકુ વિહાને જણાવ્યું કે, તે બાળપણથી પોતાની બહેનો સાથે છોકરી બનીને ડાંસ કરતો હતો. ધીમે ધીમે એના ડાન્સને સ્કૂલમાં પણ કરાવવામાં આવવા લાગ્યો. એ પછી ઘરમાં આર્થિક તંગીને કારણે એણે રામલીલામાં પોતાના અભિનયની શરૂઆત કરી.

રામલીલા મંચનમાં પૈસા મળ્યા પછી તેણે આ અભિનયને જ પોતાનો વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું, અને આજે તે એ સ્થાન પણ પહોંચી ગયો છે કે, આખા ઉત્તરપ્રદેશ સહીત પંજાબ વગેરેમાં પણ તે જાગરણમાં પોતાનો અભિનય કરે છે. એના સિવાય એને હાલમાં જ માયાનગરી મુંબઈથી પણ જાગરણમાં અભિનય કરવાની ઓફર આવી હતી, પણ વ્યસ્તતાને કારણે તેણે ઓફર ઠુકરાવવી પડી.

ટિંકુએ જણાવ્યું કે, તે પોતાના અભિનયની સાથે સાથે સ્કૂલના કાર્યક્રમોમાં બાળકોને ડાંસ પણ શીખવે છે. ટિંકુએ જણાવ્યું કે, જ્યારે પણ તે છોકરી બનીને સ્ટેજ પર અભિનય કરવા જાય છે, તો એને લોકોની ઘણી કમેન્ટ્સ અને મહેણાં પણ સાંભળવા મળે છે. પણ તેણે આ બધાની ચિંતા કર્યા વગર પોતાની જાત સાથે મતલબ રાખ્યો, જેના કારણે આજે આખા પ્રદેશમાં ટિંકુ વિહાનની એક અલગ ઓળખાણ બની ચુકી છે.

વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.