આ રીતે તમે ઘરે જ બજાર જેવો ટેસ્ટી મૈસૂર મસાલા ઢોસા બનાવી શકો છો, ખુબ જ સરળ રીત છે.

0
3176

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો અમે તમારા માટે સમયે સમયે નવી નવી કુકિંગ રેસીપી લઈને આવતા રહીએ છે. અને આ લેખમાં અમે તમને ખુબ જ લોકપ્રિય એવા મૈસુર ઢોસા બનાવવાની રીત જણાવવાં જઈ રહ્યા છે.

જેવું કે તમે જાણો છો કે, ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. એની સાથે સાઉથ ઇન્ડિયાના ઈડલી-સાંભર અને ઉત્તપમ પણ ખુબ જ લોકપ્રિય છે. આમ તો તમને ઢોસામાં પણ અલગ અલગ જાતની વેરાયટી જોવા મળશે. પણ એમાં મૈસુર ઢોસા વધારે પ્રખ્યાત છે. અને તમે ગુજરાતમાં પણ કોઈ પણ મોટી હોટલમાં જાવ તો ત્યાંના મેનુમાં તમને ઢોસા જરૂર જોવા મળશે. તેમજ તમે લારી પર પણ જમવા જાવ તો તમને દરેક વિસ્તારમાં ઢોસા વાળો મળી જ જશે.

અને આજે અમે જે રેસીપી લઈને આવ્યા છીએ, એની મદદથી તમે પોતાના ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ મૈસુર ઢોસા બનાવી શકશો. આ રીત એકદમ સરળ છે. તો આવો જાણીએ કે મૈસુર ઢોસા કેવી રીતે બનાવાય છે.

જરૂરી સામગ્રી :

મૈસૂર લાલ ચટણી

લાલ મરચાં (પાણીમાં પલાડીને) : 8 નંગ

લસણની કડી : 5 નંગ

જીરૂ : 1 ચમચી

શેકેલી ચણાની દાળ : 2 ચમચી

1 ટુકડો આદું

મીઠું સ્વાદ મુજબ

1/2 લીબુંનો રસ (આમલી પણ લઈ શકો)

પાણી જરૂર મુજબ

બનાવવાની રીત :

મૈસુર ઢોસા બનાવવા માટે સૌથી પહેલા તો જે પાણીમાં મરચા પલાડેલા છે, એમાં બધી સામગ્રી એક કરી દેવાની છે. પછી બધી સામગ્રીને વાટી લેવાની છે. આ ચટણીને જાડી રાખવાની છે. એને વધારે પાતળી કરવાની નથી. એટલા માટે તેમાં થોડું થોડું જ પાણી એડ કરીને તેની ચટણી બનાવો.

હવે ઢોસા ઉતારી તેની ઉપર આ 1 ચમચી લાલા ચટણી સારી રીતે લગાવી દેવાની છે.

ઢોંસા માટે આ રીતે મસાલો તૈયાર કરો :

એના માટે સૌથી પહેલા બટેટાને ઉકાળો, પછી એને ઠંડા કરીને છોલીને એના ઝીણા ટુકડા કરી લો. ત્યારબાદ કડાઈમાં તેલ નાખીને ગરમ કરો, પછી ગરમ તેલમાં રાઈ નાખીને શેકી લો. પછી હળદર પાવડર અને ધાણા પાવડર નાખો, સાથે જ એમાં લીલા મરચા અને આદુ નાખીને એને ૧ મિનીટ શેકો.

ત્યારબાદ એમાં વટાણાના દાણા અને ૨ ટેબલ સ્પુન પાણી નાખીને ભેળવો. પછી એને ઢાંકીને વટાણાના દાણા નરમ થાય ત્યાં સુધી ચડાવો. તમે આ મસાલામાં બટેટા, મીઠું, આમચૂર પાવડર અને લાલ મરચા પાવડર ભેળવીને એને ૨ મિનીટ સુધી શેકી લો. અને લીલા ધાણા ભેળવી દો. ઢોંસા માટે મસાલા તૈયાર છે.

જો તમે ડુંગળી નાખવા માંગો છો, ત્યારે ૧-૨ ડુંગળી ઝીણી કાપો અને આદુ, લીલા મરચા સાથે નાખીને આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો, બીજી બધી વસ્તુઓ ઉપરની રીતે ભેળવીને મસાલો બનાવી લો.

હવે ઢોસા ઉપર જે બટાકાનો માવો છે તે લગાવી દેવાનો છે, તે તમારા પ્રમાણ અનુસાર લગાવી દેવાનો છે. અને તમારો ગરમાં ગરમ મૈસુર મસાલા ઢોસા તૈયાર છે. આને તમે કોપરાની ચટણી અને સાંભર સાથે સર્વ કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.