મહિનાના આ દિવસે સોનાના બિસ્કીટ ખરીદવા હોય છે અતિ શુભ, ઘરની પ્રગતી ઉપર પ્રગતી થાય છે.

0
840

ઘરમાં સુખ આવવા પાછળ ધનનો મોટો હાથ હોય છે, આપણે ભલે કેટલી પણ વાતો કરી લઈએ કે પૈસાથી ખુશીઓ નથી ખરીદી શકાતી, પરંતુ મનમાંને મનમાં તે મેળવવાની ઈચ્છા દરેકને હોય જ છે. બધા ઈચ્છે છે કે તેમના જીવનમાં સુખ સુવિધા વધી જાય. તે એક લકઝરી અને ભોગ વિલાસ ભરેલું જીવન પસાર કરે, પછી આજકાલની મોંઘવારીના જમાનામાં વધારાના પૈસા કોને ખરાબ લાગે છે.

એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને વર્તમાનમાં ધનને વધારી દેશે. આ ઉપાય પછી તમને ધન કમાવાની બીજી પણ ઘણી તકો મળશે. તેનાથી તમારા પરિવારની ઘણી પ્રગતી થશે.

મિત્રો, આજે જે ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તે તમારે મહિનાના એક વિશેષ દિવસે જ કરવાનો છે. આ ઉપાય કરવા માટે સોનાનો ઉપયોગ થશે. દરેક ઘરમાં સોનું જરૂર હોય છે. તે તમે સિક્કા, બિસ્કીટ, ઘરેણા તરીકે રાખો છો, આ ઉપાયમાં તમારે સોનાના બિસ્કીટનો ઉપયોગ કરવાનો છે. તે તમારે નવું જ ખરીદવું પડશે. તમે તમારી શક્તિ મુજબ આ સોનાના બિસ્કીટનો આકાર નાનો કે મોટો કરી શકો છો, જો બિસ્કીટ ન લો તો સોનાના સિક્કાથી પણ કામ ચાલી જશે.

પરંતુ સોનાના ઘરેણાથી કામ નહિ ચાલી શકે. કેમ કે આ ઉપાય પછી તમારે આ સોનાને પહેરવાનું નથી, પરંતુ એક ખાસ વિધિથી સંભાળીને રાખવાનું છે. હવે જયારે તમે આ સોનું ખરીદો છો, તો તેમાં સમયનું તમારા માટે ઘણું મોટું યોગદાન હોય છે. એક યોગ્ય દિવસ અને સમય ઉપર ખરીદવામાં આવેલું સોનું તમને માલામાલ બનાવી શકે છે. એટલા માટે તમે જ્યારે પણ બજારમાં સોનું ખરીદવા જાવ, તો અમારા દ્વારા બતાવવામાં આવેલા સમય અને વિધિનું ધ્યાન રાખો. આ વિધિથી પુનમના દિવસે ખરીદો સોનું.

પૂનમની રાત્રે સોનું ખરીદવું સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે પુનમની રાત્રે સોનું નથી ખરીદી શકતા, તો તેના બીજા દિવસે પણ ખરીદી શકો છો. પરંતુ શક્ય હોય ત્યાં સુધી પૂનમની રાત્રે જયારે આકાશમાં ચંદ્ર દેખાઈ રહ્યો હોય, તે દરમિયાન જ સોનાના બિસ્કીટ કે સિક્કા ખરીદો. તેનું કારણ એ છે કે પુનમની રાત ચંદ્ર પોતાના પૂર્ણ રૂપમાં હોય છે.

તેના ચંદ્રમાંથી નીકળતા પ્રકાશમાં અપાર પોઝેટીવ એનર્જી રહેલી હોય છે. આ ચાંદની શાંતિ અને સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે. જયારે તમે આ ચાંદનીમાં સ્નાન કરી સોનું ખરીદવા જાવ છો, તો તે તમને વધુ લાભ અપાવે છે. આમ તો રાત્રે જો કોઈ દુકાન ન ખુલી હોય તો તેને પછીના દિવસે સવારે સવારે પણ ખરીદી શકાય છે.

તમે જયારે તે ખરીદવા જાવ તો શરીર ઉપર પીળા કે સોનેરી રંગના કપડા જ પહેરો. ખાસ કરીને તે વ્યક્તિ જે પૈસા જોઇને જ તે ખરીદી રહ્યા છે. ત્યાર પછી આ સોનાના બિસ્કીટ કે સિક્કા લાવતા જ માતા લક્ષ્મીના ચરણોના મુકો. હવે માતા રાની અને સિક્કા બંનેની પૂજા કરો. છેલ્લે સિક્કાને ઘરની તિજોરીમાં મૂકી દો. તે તમને બરકત આપશે અને ઘરની પ્રગતીના રસ્તા ખોલી દેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.