આ બેંકે મહિલાઓ માટે લોન્ચ કર્યું બચત ખાતું, 7 ટકા વ્યાજ દરની સાથે મળે છે ઘણા બધા ફાયદા.

0
239

મહિલાઓને 7 ટકા વ્યાજ જ નહિ પણ તેની સાથે ઘણી બધી સેવાઓ આપે છે આ બચત ખાતું, મેળવો સંપૂર્ણ જાણકારી. સ્મોલ ફાઈનેંસ બેન્ક ગ્રાહકોના પૈસા પર વધારે વ્યાજ આપવા માટે જ ઓળખાય છે. હવે ઇક્વિટાસ સ્મોલ ફાઇનૅન્સ બેન્ક (ESFB)એ સાત ટકા વ્યાજ દર વાળું મહિલા બચત ખાતું લોન્ચ કર્યું છે. આ બચત ખાતાનું નામ ઇવા સેવિંગ એકાઉન્ટ (Eva savings account) છે. બેંકે સોમવારે જ આ લોન્ચ કર્યું છે.

ઈએસએફબી એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું, ‘ઈવા, એક યુનિક સેવિંગ એકાઉંટ છે, જે સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ જેવા દરેક કક્ષાએ ભારતીય મહિલાઓની ભલાઈને સંબોધિત કરવાનો પ્રયાસ કરે છે’.

બેંકે જણાવ્યું, ‘બચત ખાતા પર સાત ટકા વ્યાજ દરની સાથે આ મફત સ્વાસ્થ્ય તપાસ અને મહિલા ડોકટરો, સ્ત્રીરોગ વિશેષગ્ય અને માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સાથે અનલિમિટેડ ટેલી-કન્સલ્ટેશન પણ મળે છે’.

આ બેન્ક એકાઉન્ટ લોકર્સ પર 25 થી 50 ટકાની છૂટની સાથે જ ગ્રાહકો પાસેથી ગોલ્ડ લોન રેટ્સ પર છૂટ અને પીએફ છૂટની પણ ઓફર આપે છે. ઈવા દરેક પ્રકારની મહિલાઓ માટે ઉપલબ્ધ છે. જેમાં પગારધારક, હોમમેકર્સ, બિઝનેસવુમન, સિનિયર સિટિઝન્સ, ટ્રાન્સવુમન અને બિન-નિવાસી મહિલાનો પણ સમાવેશ થાય છે. સાથે જ આ એકાઉન્ટમાં કોઈ મેન્ટેનેન્સ ફી પણ નથી.

ઇક્વિટાસ સ્મોલ ફાઇનૅન્સ બેંકે પ્રેસિડેંટ અને કંટ્રી હેડ (બ્રાન્ચ બેન્કિંગ, લાયબિટીઝ, પ્રોડક્ટ અને વેલ્થ) મુરલી બૈદ્યનાથએ જણાવ્યું, ‘ઇક્વિટાસ સ્મોલ ફાઇનૅન્સ બેંકે લોકો વિશેષ કરી મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કર્યું છે. બેંકે પોતાના ઉત્પાદો અને મહિલાઓના પોતાના નાણાકીય નિર્ણય લેવામાં ઇન્ફોર્મ, ઇન્વોલ્વડ અને ઇંડિપેંડેન્ટ બનાવવા વાળું પ્રાવધાનોથી તેમને સશક્ત બનાવ્યું છે.’

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.