મહિલાઓ ખુશીથી આપી રહી છે પોતાનું દૂધ, જેથી નવજાત બાળકોનું પેટ ભરાઈ શકે

0
984

કોઈ પણ નવજાત બાળક માટે એની માં નું દૂધ કોઈ અમૃતથી ઓછું નથી હોતું. આ તે જ દૂધ હોય છે જે બાળકના શરીરમાં લોહી બનીને દોડે છે. આ દૂધ બધા નવજાત શિશુને મળી શકે એટલા માટે દેશમાં એક નવા પ્રકારની બેંક બનાવવામાં આવી રહી છે જે દૂધ બેંક તરીકે ઓળખાશે.

હવે તમારા મનમાં સવાલ તો જરૂર ઉઠી રહ્યો હશે કે, ભલું આ બેંકનું નવજાત શિશુ સાથે શું કનેક્શન છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ બેંકોમાં માં નું દૂધ ઉપલબ્ધ થશે, જે નવજાત બાળકોને પીવડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

દેશના બધા નવજાત બાળકોને માં નું દૂધ મળે, એટલા માટે ઘણા રાજ્યોમાં દૂધ બેંક ખોલવામાં આવી રહી છે. એમાં માં નું દૂધ મળે છે. કેંદ્ર સરકાર પણ આ બેંકો ખોલવા માટે ફંડ આપી રહી છે. ઘણા રાજ્યોમાં ડિમાંડ પછી કેંદ્ર સરકાર આ બેંકો માટે આર્થિક મદદ કરી રહી છે.

ઘણા કેસોમાં એવું થાય છે કે, કોઈ મહિલાને દૂધ નથી આવતું અથવા ઓછું આવે છે. એવી સ્થિતિમાં તેના નવજાત બાળક સ્તનપાનથી વંચિત રહી જાય છે. એના સિવાય જન્મના સમયે મહિલાનું મૃત્યુ થવા પર પણ આવી દૂધ બેંક નવજાત શિશુઓ માટે ઘણી ઉપયોગી છે.

માં નું દૂધ ઉપલબ્ધ કરાવતી બેંક, બ્લડ બેંકની જેમ કામ કરે છે. જે માં પોતાની કોઈ લાચારીને કારણે પોતાના બાળકને સ્તનપાન નથી કરાવી શકતી, તે આ બેંકોમાં દૂધનું દાન કરી દે છે. અહીં દૂધને વૈજ્ઞાનિક રીતે ફિલ્ટર કરીને લાંબા સમય માટે રાખવામાં આવે છે. આ દૂધ વંચિત બાળકોના પોષણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 2018 ના આંકડા અનુસાર, અત્યારે રાજસ્થાનમાં દૂધ બેંક બનાવવામાં આવી છે, જયારે મહારાષ્ટ્રમાં 12 દૂધ બેંક છે. તેમજ તમિલનાડુમાં 10 દૂધ બેંક છે. હવે આ રાજ્યો સિવાય ચેન્નઈમાં પણ દૂધ બેંક ખોલવામાં આવી રહી છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.