મહિલાઓ હનુમાન ચાલીસા વાચો તો જરૂર રાખો આ ખાસ વાતોનું ધ્યાન

0
3424

હનુમાન ચાલીસા વાંચતા સમયે મહિલાઓ જરૂર રાખો આ ખાસ વાતોનું ધ્યાન, જાણો કઈ

ભગવાન હનુમાન એક એવા દેવતા છે જેની પૂજા પાઠ કરવાનું દરેકને મન થાય છે. તે પોતાના ભક્તોના દુઃખનું નિવારણ જરૂર કરે છે.સાથે જ બજરંગબલીને ભાગ્ય ચમકાવવા વાળા દેવતા કહીને પણ બોલાવવામાં આવે છે. દુશ્મન અને ખરાબ દ્રષ્ટિઓ સામે રક્ષણ કરવામાં પણ તે સર્વશ્રેષ્ઠ છે.

આ તમામ લાભો મેળવવા માટે તમારે હનુમાનજીને પ્રસન્ન કરવા પડે છે. હનુમાનજીનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય અજમાવે છે. તેમાંથી એક છે હનુમાન ચાલીસાના પાઠ કરવા, શાસ્ત્રોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાના ઘણા બધા લાભ બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે તેનું પોતાનું વિશેષ મહત્વ રહે છે.

તમે લોકોએ હંમેશા પુરુષોને હનુમાન ચાલીસાના પાઠ કરતા જોયા હશે, પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહિલાઓ પણ ધારે એટલા હનુમાન ચાલીસાના પાઠ કરી શકે છે. બસ શરત એ છે કે એમ કરતી વખતે તમારે થોડી વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે એમ નથી કરતા અને થોડી વિશેષ ભૂલ કરી દો છો તો તમારી તમામ પૂજા અને આરાધના વ્યર્થ બની જાય છે, જેની નકારાત્મક અસર તમારા જીવન ઉપર પડી શકે છે, તો આવો જાણીએ  કે મહિલાઓએ હનુમાન ચાલીસા વાંચતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

હનુમાન ચાલીસા વાંચતી વખતે મહિલાઓ ન કરે આ ભૂલો

માથું ઉઘાડું ન રાખો :

જ્યારે પણ હનુમાન ચાલીસાના પાઠ કરો તો મહિલાઓએ પોતાનું માથું ઉઘાડું ન રહેવા દેવું. એટલે કે માથા ઉપર કાંઈક ઓઢી લેવાનું છે. માથું ઢાંકીને પૂજા પાઠ કરવા એ હનુમાન ચાલીસા વાંચવાની એક સારી ટેવ છે. તેનાથી એ ફલિત થાય છે કે તમે ભગવાનને માન સન્માન આપી રહ્યા છો અને પુરા સન્માન સાથે તમે તેમની આરાધના કરી રહ્યા છો. એટલા માટે હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે માથું હંમેશા ઢાંકો.

સ્વચ્છ અને શાંત મનથી પાઠ કરો

મહિલાઓ સાથે સમસ્યા એ રહે છે કે તેમની ઉપર ઘરની ઘણી બધી જવાબદારીઓ રહે છે, તે ઉપરાંત તેમના ઘરમાં સૌથી વધુ લોકો સાથે લડાઈ ઝગડા થતા રહે છે. ખાસ કરીને સાસુ, દેરાણી જેઠાણી, ભાભી નણંદ બધામાં અંદર અંદર ઘણું ઓછું બને છે. આવી સ્થિતિમાં તેમના મનમાં ગુસ્સો કે કડવાશ વધુ રહે છે. પરંતુ જયારે તમે હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પૂજામાં કેન્દ્રિત હોવું જોઈએ. પાઠ દરમિયાન તમારા મનમાં કોઈ પણ ખરાબ વિચાર કે નેગેટીવીટી ન લાવો. જો તમે એમ કરો છો તો તમારે તેના ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે.

આસન કે પાટલા ઉપર બેસો.

હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે તમે જમીન ઉપર ન બેસો. તેના માટે કોઈ આસન, ચટ્ટાઈ કે પાટલાનો ઉપયોગ કરો. તેનું કારણ એ છે કે દરેક ઘરની જમીનમાં નકારાત્મક એનર્જી છે અને તમે જમીનના સીધા સંપર્કમાં રહીને પાઠ કરો છો તો તે નેગેટીવ ઉર્જા તમારી અંદર પણ સમાઈ શકે છે. આ નકારાત્મક ઉર્જા સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા યોગ્ય નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.