આ મહિલા IAS એ નોટો માંથી ગાંધીનો ફોટો હટાવવાની માંગણી કરી, ગોડસેને કહ્યું થેંક્યું

0
1266

નિધિ ચૌધરીએ લખ્યું હતું કે આપણે બાપુની ૧૫૦મી જયંતિ મનાવી રહ્યા છીએ. તેનાથી ઉત્તમ શું હોઈ શકે છે કે આપણે આપણી નોટો માંથી તેમનો ફોટો દુર કરી દઈએ. દુનિયા આખી માંથી તેમની મૂર્તિઓ દુર કરી દઈએ. આ ટ્વીટ ઉપર નિધિ ચૌધરીની ઘણી ટીકા થઇ. ત્યાર પછી તેમણે પોતાનું ટ્વીટ ડીલીટ કરી દીધું છે, પરંતુ એનસીપીએ તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટ્વીટ કરી મહારાષ્ટ્રની એક આઈએએસ અધિકારી વિવાદોમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રની નિધિ ચૌધરી નામની એક આઈએએસ ૧૭મે ના રોજ એક વિવાદિત નિવેદન આપ્યું, જેમાં લખ્યું હતું કે આપણે ગાંધીની ૧૫૦મી જયંતિ મનાવી રહ્યા છીએ. તેનાથી ઉત્તમ સમય કયો હોઈ શકે છે કે આપણે આપણી નોટો માંથી તેમનો ફોટો દુર કરી દઈએ. દુનિયા આખી માંથી તેમની મૂર્તિઓ દુર કરી દઈએ. આ ટ્વીટ માટે નિધિ ચૌધરીની ઘણી ટીકા થઇ. ત્યાર પછી તેમને પોતાનું ટ્વીટ ડીલીટ કરી દીધું છે. પરંતુ એનસીપીએ તેને નોકરી માંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

પહેલા કર્યું આ ટ્વીટ

નિધિ ચૌધરી ૨૦૧૨ બેચની આઈએએસ છે. હાલના સમયમાં તે BMW માં ફરજ બજાવે છે. આ પહેલા તે નાયબ કલેકટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ૧૭મે ના રોજ એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું, આપણે સારી રીતે ૧૫૦મી જયંતિ મનાવી રહ્યા છીએ, તે સમય છે કે આપણે આપણી નોટો ઉપરથી તેમનો ફોટો દુર કરી દઈએ. દુનિયા આખી માંથી તેમની મૂર્તિઓ દુર કરી દઈએ. તેમના નામ ઉપર થી રાખવામાં આવેલી સંસ્થાઓ અને રોડના નામ બદલી દઈએ. એ આપણા બધા તરફથી તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણવામાં આવશે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ માટે આભાર ગોડસે.

NCP એ કરી પગલા ભરવાની માંગણી

નિધિ ચૌધરીના આ ટ્વીટ ઉપર એનસીપીએ ઘણી નારાજગી દર્શાવી છે અને તેને નોકરી માંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. એનસીપી નેતા જીતેન્દ્ર અનહદે કહ્યું કે ગાંધીજી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી માટે અમે તરત જ નિધિ ચૌધરીના સસ્પેન્શનની માંગણી કરીએ છીએ. તેમણે નાથુરામ ગોડસેને મહાન કહ્યા છે, તે સહન નથી થઇ શકતું.

વિવાદ પછી ડીલીટ કર્યું ટ્વીટ

આ ટ્વીટ ઉપર વિવાદ થયા પછી નિધિ ચૌધરીએ તેને ડીલીટ કર્યુ છે. નિધિએ એક બીજા ટ્વીટમાં લખ્યું, ૧૭મે ના પોતાના ટ્વીટને મેં ડીલીટ કરી નાખ્યું, કેમ કે અમુક લોકો તેને ખોટુ સમજવા લાગ્યા. જો તે ૨૦૧૧ થી મારા ટાઈમલાઈનને ફોલો કરતા હશે તો તે સમજી ગયા હશે કે હું ગાંધીજીનું અપમાન કરવાનું વિચારી પણ શકતી નથી, હું તેમની સામે સંપૂર્ણ શ્રદ્ધાથી માથું નમાવું છું એન છેલ્લા શ્વાસ સુધી એમ કરતી રહીશ.

આ ઘટના મીડિયા માં આવ્યા પછી તેમણે પોતે ખુબ દિલગીરી વ્યક્ત કરી છે. સાધ્વી પ્રજ્ઞા પણ એમની ભૂલ માટે ઘણા દિવસ સુધી પ્રાયશ્ચિત પણ કર્યુ હતું.