રોગ, તકલીફ જ નહિ, મેહંદીપુર બાલાજીના દર્શનથી ખતરનાક ભૂત-પ્રેતથી પણ મળે છે છુટકારો

0
1120

રાજસ્થાનના સિકરાય તાલુકામાં આવેલા હનુમાનજીના ઘણા પ્રસિદ્ધ ‘મહેંદીપુર બાલાજી મંદિર’ વિષે આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. જેને ઘાટા મહેંદીપુર પણ કહેવામાં આવે છે. બે પહાડોની વચ્ચે બનેલું આ મંદિર સુંદર હોવાની સાથે જ હિંદુ ધર્મના પવિત્ર ધાર્મિક સ્થળો માંથી એક છે. હનુમાનજીને સમર્પિત આ મંદિરમાં દર્શન માટે દેશ વિદેશથી આવવા વાળા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. અને આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં લોકો ભૂત પ્રેતથી છુટકારો મેળવવા માટે આવે છે.

જી હા, તમે લોકોએ એ તો સાંભળ્યું હશે કે, કોઈ ગુનેગાર પાસે ગુન્હો કબુલ કરાવવાનો હોય, તો પોલીસકર્મીઓ ગુનેગારોને થર્ડ ડીગ્રી આપે છે. એજ રીતે આ મંદિરમાં હનુમાનજી ભૂત પ્રેત કે ખરાબ આત્માઓને થર્ડ ડીગ્રી આપે છે, અને લોકોને ખરાબ શક્તિઓથી છુટકારો અપાવે છે.

ભૂત – પ્રેત અને આત્માઓથી મુક્તિ મેળવવા માટે, જો કોઈ વ્યક્તિ તમામ પ્રકારની તરકીબ અપનાવી ગયા હોય છે, અને તમામ ઉપાય કરીને થાકી ગયા છે, અને જે તમામ જગ્યાએથી હારી ગયા હોય છે, તો તે રાજસ્થાનના મહેંદીપુરમાં આવેલા બાલાજીના શરણોમાં જરૂર આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકોએ અહિયાં આવીને પોતાની અરજી રજુ કરી છે, તે ક્યારે પણ ખાલી હાથે પાછા નથી ગયા.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ પ્રસિદ્ધ મંદિરમાં બજરંગબલીની બાલમૂર્તિ સ્થાપિત છે. અને આ મૂર્તિની છાતીની ડાબી તરફ એક ઘણું જ નાનું છિદ્ર છે, અને એ છિદ્ર માંથી પવિત્ર જળની ધારા સતત વહેતી રહે છે. આ જળને ભક્તગણ ચરણામૃતના રૂપમાં પોતાની સાથે લઈ જાય છે. બાલાજીના મંદીરમાં પ્રેતરાજ સરકાર અને કોટવાલ કેપ્ટન ભૈરવની મૂર્તિ પણ છે. જો તમે આ મંદીરમાં જશો તો તમે ઠેક ઠેકાણે મોટી સંખ્યામાં ઉપરની બાધાઓથી પીડિત લોકો વિચિત્ર એવી હરકતો કરતા જોવા મળશે, જેને અહિયાં પેશી આવવું કહે છે.

આ મંદિરના પરિસરમાં તમને દિવસ રાત બાલાજીનો જય જયકાર લગાવતા, આ વ્યક્તિનો ઈલાજ કરતા જોવા મળી શકે છે. જો તમે તમામ દ્રશ્ય જોશો તો તમને એવું લાગશે કે, જાણે કોઈ ગુનેગારને થર્ડ ડીગ્રી આપવામાં આવી રહી છે, અને તે દયાની ભીખ માંગી રહ્યા છે. ઘણા લોકો એવા છે જે અહિયાં પેશી ઉપર આવવાથી બેભાન પણ થઈ જાય છે.

કદાચ તમને આ વાત સાચી ન પણ લાગતી હોય, તો એકવાર અહી આવ્યા પછી તમને આ મંદિર વિષે એવા ઘણા ચમત્કારો સાંભળવા મળી જશે, જેથી તમને આ તમામ વાતો ઉપર વિશ્વાસ આવી જશે. જયારે લોકો પર કોઈપણ દવાઓ કામ નથી કરતી તો લોકો અહિયાં આવે છે અને ચમત્કારિક રીતે જ એકદમ સાજા થઈ જાય છે. મહેંદીપુર બાલાજી ધામ એટલા માટે પણ વિશેષ માનવામાં આવે છે, કેમ કે અહિયાં બીજા મંદિરોની જેમ ન તો પ્રસાદ ચડાવવામાં આવે છે અને ન તો શ્રદ્ધાળુઓ કોઈપણ પ્રકારનો પ્રસાદ પોતાને ઘેર લઈ જઈ શકે છે.

આ મંદિરમાં માત્ર હાજરી કે રજૂઆત કરતા સમયે ભક્તોના નામ ઉપર 5 રૂપિયામાં મળતા નાના નાના લાડુ અર્પણ કરવામાં આવે છે. અને અહીનો નિયમ છે કે, કોઈપણ શ્રદ્ધાળુ આ લાડુઓને પોતાની જાતે પોતાના હાથથી કોઈ મૂર્તિ ઉપર અર્પણ નથી કરી શકતા. તેમજ મહેંદીપુર બાલાજી મંદિર સાથે જોડાયેલો એક વિશેષ નિયમ એ પણ છે કે, અહિયાથી પાછા ફરતા સમયે ભક્તો પોતાની સાથે ખાવા પીવાની કોઈપણ વસ્તુ ઘરે નથી લઈ જઈ શકતા. દરબાર માંથી જળ કે ભભૂતિ કે કોઈ પડેલી વસ્તુ લઈ જવાનો જ નિયમ બનાવવામાં આવ્યો છે.

અહી કરી રીતે પહોંચાય :

હવાઈ માર્ગ :

જો તમે વિમાન દ્વારા આવવા માંગો છો, તો જયપુર અથવા દિલ્લી સુધીની ફ્લાઈટ પકડો. ત્યાંથી શ્રી મહેંદીપુર ધામ જાવ. જયપુર અને દિલ્લીથી ડાયરેક્ટ બસ સેવા અને પ્રાઇવેટ ટેક્સી સરળતાથી મળી જાય છે. જયપુરથી 100 અને દિલ્લીથી 260 કીમી દુર આ ધામ આવેલું છે.

રેલ્વે માર્ગ :

જો તમે ટ્રેનથી અહી આવવા માંગો છો, તો બાંદીકુઈ નજીકનું રેલ્વે સ્ટેશન છે. બાંદીકુઈથી 40 કીમી દુર મહેંદીપુર ધામ આવેલું છે. જયપુર, કાનપુર, બરેલી, આગરા, મથુરા, લખનઉ, ચંદીગઢ જેવા મોટાભાગના શહેરોથી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે.

રોડ મારફતે :

જો તમે રોડ મારફતે અહીં આવવા માંગો છો, તો તમને મથુરા, જયપુર, દિલ્લી, નોઈડા, ગુડગાંવ, રેવાડી, અલવર, બરેલી વગેરે જગ્યા પરથી પ્રાઇવેટ અને પબ્લિક બંને પ્રકારની બસો મળી જશે.