મહારાષ્ટ્રમાં વ્યક્તિએ IAS ઓફિસરને આપ્યો ગુલદસ્તો, તો અધિકારીએ લગાવ્યો 5 હજારનો દંડ, જાણો કેમ?

0
519

ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે દરેક તરફ લોકો પોતાની તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની વાત કરી ચુક્યા છે. ભારતના રાજ્યોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, એના માટે એક અધિકારીએ પોતાના જ અધિકારીનું ચલણ કાપ્યું હોય? એવું જ કાંઈ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું.

હકીકતમાં થયું એવું કે, IAS અધિકારી આસ્તિક કુમાર પાંડેયને ઔરંગાબાદ મહાનગર પાલિકામાં કમિશનરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. અને જયારે તે પોતાનો પદભાર ગ્રહણ કરવા માટે લોકો વચ્ચે પહોંચ્યા, તો ઘણા લોકોએ એમને અભિનંદન આપ્યા.

આ દરમિયાન મહાનગર પાલિકાના રામચંદ્ર મહાજને એમને પ્લાસ્ટિકમાં લપેટાયેલો ફૂલોનો ગુલદસ્તો આપ્યો. એ ગુલદસ્તો જોઈને IAS અધિકારી નારાજ થઈ ગયા. એમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Solid Waste Management department) ના અધિકારીઓને રામચંદ્ર પાસેથી 5000 રૂપિયા દંડ વસૂલવાનો આદેશ આપ્યો.

મહાજન રામચંદ્રએ તરત જ પોતાના પર લાગેલો દંડ ભરી દીધો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આસ્તિક કુમાર પાંડેય આ પહેલા બીડ જિલ્લામાં જિલ્લાધિકારીના પડ પર કાર્યરત હતા. ત્યારે એમની પ્રેસ કોન્ફરન્સમાં પ્લાસ્ટિકના કપમાં ચા આપવા પર એમણે પોતાના પર જ 5,000 રૂપિયા દંડ લગાવ્યો હતો.

આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને હટાવવાની વાત કહી હતી. એ પછી અધિકારી સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને ઘણું કડક વલણ રાખી રહ્યા છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.