મહમ્મદ અલી બનાવડાવી રહ્યા છે હનુમાન મંદિર કારણ છે ખાસ, જાણો વધુ વિગત.

0
546

સાંપ્રદાયિક સોહાર્દનું ઉદાહરણ બનેલા મુહમ્મદ અલી અત્યાર સુધી મંદિર નિર્માણ માટે એકઠા કરી ચુક્યા છે ૧૫ લાખ રૂપિયા.

જેતાપુરના રહેવાસી મુહમ્મદ અલી માટે ધર્મનો અર્થ છે પ્રેમ અને પૂજા. લાગની લાગી તો સંપૂણ શ્રદ્ધા સાથે જેતાપુરમાં ઘૂરદેવી મંદિરના નિર્માણમાં લાગી ગયા. મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. હવે તે આ મંદિર પરિસરમાં હનુમાન મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે.

મુહમ્મદ અલી મંદિર નિર્માણ માટે ધનની વ્યવસ્થા કરવા માટે ગામથી લઈને શહેરો સુધી ફાળો એકઠો કરી રહ્યા છે. ઘઉં, ચોખા જેવા અનાજ પણ એકઠું કરી રહ્યા છે. સાત વર્ષની સખત મહેનત પછી તેમણે ૧૫ લાખ રૂપિયા એકઠા કર્યા. તે ફાળાની રકમ માંથી ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે.

૩૩ બીમ ઉપર બનાવરાવવામાં આવી રહ્યું છે આ મંદિરને અયોધ્યાના હનુમાનગઢીની વચ્ચે આકાર આપવામાં આવી રહ્યો છે. મંદિરની સ્થાપના માટે પાંચ ફૂટ છ ઇંચની રાજસ્થાન માંથી હનુમાનજીની આરસની મૂર્તિ પણ મંગાવવામાં આવી ચુકી છે. મુહમ્મદ અલી જણાવે છે કે અયોધ્યામાં વિવાદ મંદિર મસ્જીદ બનાવવાનો નથી, પરંતુ માલિકીનો છે.

ધંધાથી દરજી છે મુહમ્મદ અલી

મુહમ્મદ અલી ધંધાથી દરજી છે. સિલાઈ ઉપરાંત તે ઈલેક્ટ્રીનું કામ પણ કરે છે. તેની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તે પોતાની કમાણીથી મંદિર નિર્માણ કરી શકે. તેમણે ૨૦૦૭માં ઘૂરદેવી મંદિર નિર્માણના ક્રાયનો સંકલ્પ કીધો. તેના ગામથી લઈને શહેર સુધી લોકોનો સહયોગ માંગ્યો અને મંદિર નિર્માણનું કાર્ય શરુ કર્યું. આ મંદિર નિર્માણમાં લગભગ આઠ લાખ રૂપિયા ખર્ચ થઇ ગયો છે. હજુ પણ મંદિર નિર્માણ કાર્ય ચાલુ છે. તેની વચ્ચે મંદિર પરિસરમાં જીર્ણ-શીર્ણ પડેલા હનુમાન મંદિરનું નિર્માણને પણ તેમણે સંકલ્પ કર્યો.

મંદિરનો પાયો નાખવાથી ઠીક થઇ આંખો

મંદિર નિર્માણ કાર્ય કેવી રીતે સુજ્યું? તે પ્રશ્ન ઉપર તે કહે છે કે બસ માતાની પ્રેરણા મળી છે. તે જણાવે છે કે જયારે તે નાના હતા. તો તેની આંખો ખરાબ થઇ ગઈ. ડોકટરો પાસે તેનો ઈલાજ કરાવ્યો. પરંતુ તેને કોઈ ફાયદો ન થયો. માતાની પ્રેરણાથી તેમની માતા બેગમ ઘૂરદેવી મંદિરનો પાયો નાખવાનો શરુ કર્યો, તો તેમની આંખો સાજી થઇ ગઈ. મુહમ્મદ અલી જણાવે છે કે ત્યાર પછી માતા પ્રત્યે તેની આસ્થા જાગી. ૧૨ વર્ષ પહેલા માતા એ તેને મંદિર નિર્માણનું સપનું દેખાડ્યું.

તેનાથી પ્રેરિત થઈને તેમણે ઘૂરદેવી મંદિરનું નિર્માણ આંતરિક સહયોગથી શરુ કર્યું. હજુ પણ મંદિરમાં ઘુમ્મટમાં કામ ચાલી રહ્યું છે. તે તમામ ધર્મોને માન આપે છે. જેટલી શ્રદ્ધા સાથે પાંચે સમય નમાજ અદા કરે છે, તે શ્રદ્ધા સાથે મંદિરમાં માથું પણ નમાવે છે. તે કહે છે કે ધર્મથી શક્તિ મળે છે અને ધર્મ સ્થળનું નિર્માણ સૌથી પવિત્ર કાર્ય છે.

તે જણાવે છે કે ઘૂરદેવી મંદિર નિર્માણ માટે તેમણે સામાન્ય લોકો પાસેથી આઠ લાખ રૂપિયા એકઠા કર્યા. માતાના મંદિર નિર્માણ દરમિયાન તેમાં હનુમાનજીના મંદિરની આસ્થા જાગી અને એના માટે તેમણે લોકો પાસે ફાળો એકઠો કરવાનું શરુ કરી દીધું. અત્યાર સુધી ૧૫ લાખ રૂપિયા એકઠા થઇ ચુક્યા છે. સાડા બાર લાખ રૂપિયાની રકમ ખર્ચ થઇ ગઈ છે. અઢી લાખ રૂપિયા વધ્યા છે. નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

આ મંદિર નિર્માણ માટે હિંદુ-મુસ્લિમ બંનેનો સરખો સહકાર મળી રહ્યો છે. પોતાના મક્કમ ઈરાદાને લઈને મુહમ્મદ અલી આજે સાંપ્રદાઇક શ્રદ્ધાનું ઉદાહરણ બન્યા છે. મુહમ્મદ અલીનો જન્મ ભલે મુસ્લિમ સમાજમાં થયો હોય, પરંતુ તે જાતી સમુદાયથી ઉપર વધીને પોતાને માણસ ગણાવી રહ્યા છે. સાથે જ તમામ તહેવારોમાં આંતરિક ભાઈચારાનો આનંદ પણ વહેચે છે.

ઘૂરદેવી મંદિરનું કેવી રીતે થઇ સ્થાપના

ઘૂરદેવી મંદિરની સ્થાપનાની કહાની પણ ઓછી રસપ્રદ નથી. જયારે ઘાઘરા મલ્હાપુર સ્ટેટને કાપવા લાગ્યા તો મંદિરના પુજારી ગહરુ બાબા અહિયાંથી પીંડીને ઉપાડીને પોતાના આશ્રમ કેનેરામાં લઇ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં એને લઘુ શંકા લાગી તો જે સ્થળ ઉપર મંદિર છે, તે સ્થળ ઉપર લાગેલા ઘૂર ઉપર તેમણે પીંડી મૂકી દીધી. ફરી વખત જયારે એ પીંડી ઉપાડવા લાગ્યા તો ન ઉપડી.

જયારે પીંડી ઉપડી તો પુજારી તેને ત્યાં છોડીને જતા રહ્યા. સ્થાનિક લોકો જણાવે છે કે મૈસુર બખ્શ સિંહના પૂર્વજ જયારે ઘૂરના ખાતરનું ખોદકામ કરાવવા લાગ્યા, તો તેમાંથી લોહીની ધારા વહી નીકળી. આ ઘરના લગભગ ચાર સો વર્ષ પહેલાની છે. ત્યાર પછી આ સ્થળ ઉપર પૂજા અર્ચના શરુ થઇ ગઈ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.