દેવી મહાલક્ષ્મીજીનું એક ચમત્કારી મંદિર, જ્યાં પ્રસાદના રૂપમાં મળે છે સોના ચાંદી, અહી જાણો

0
1544

ભારત દેશ દુનિયામાં ધાર્મિક દેશ તરીકે ઓળખાય છે. આપણા દેશમાં અલગ અલગ પ્રકારની જાતિઓના, અલગ અલગ ધર્મોના લોકો રહે છે. અને આપણા દેશમાં બધા ભાઈ ચારાથી એક સાથે રહે છે, અને અહીંયા પોત-પોતાના ધર્મ અનુસાર પોતાના દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. મિત્રો જયારે પણ આપણે મંદિરોમાં ભગવાનની પૂજા કરવા માટે જઈએ છીએ, એમની મૂર્તિના દર્શન કરીએ છીએ, તો આપણે બધા ભેટ કે દાનના રૂપમાં ભગવાન માટે પૈસા, સોના, ચાંદી વગેરે પોત પોતાની શક્તિ અનુસાર લઈ જઈએ છીએ, અને તેમના ચરણોમાં અર્પણ કરીએ છીએ. આના સિવાય લોકો પોતાના સુખી જીવન માટે માનતા/મન્નત પણ માંગે છે.

હવે જયારે આપણે મંદિર માંથી દર્શન અને પૂજા કરીને બહાર નીકળીએ છીએ, તો આપણને સામાન્ય રીતે પ્રસાદના રૂપમાં સાકર, લાડુ, નારિયળ કે કોઈ ખાવા લાયક વસ્તુ આપવામાં આવે છે. પણ જો તમને એવું જાણવા મળે, કે આપણા ભારત દેશમાં એક એવું મંદિર છે જ્યાં ભક્તોને પ્રસાદના રૂપમાં સોના ચાંદીના આભૂષણ આપવામાં આવે છે. તો તમારો શું પ્રતિભાવ હશે?

હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો. તમે ચોક્ક્સ આ વાતને વાંચીને ચકિત થઇ ગયા હશો. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. અને પ્રસાદ લેવા માટે ભક્ત દૂર દૂરથી આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. આ વાત સાંભળીને તમારા મનમાં વિચાર આવવા લાગ્યા હશે, કે આવું તે કેવું મંદિર હશે જ્યાં પ્રસાદની જગ્યાએ સોના-ચાંદી આપવામાં આવે છે.

તો તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના રતલામમાં એક એવું મહાલક્ષ્મી મંદિર છે, જ્યાં પ્રસાદના રૂપમાં ભક્તોને સોના, ચાંદીના આભૂષણ વગેરે આપવામાં આવે છે. આ મંદિરની અંદર આખું વર્ષ લોકોની ભીડ બની રહે છે. આ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે, અને અહીંયા પોતાના ભક્તિ ભાવથી માતાના ચરણોમાં ભેટ અર્પિત કરે છે.

પણ વર્ષમાં અમુક જ દિવસ આ મંદિરમાં કુબેર દરવાજો લગાવવામાં આવે છે. અહીંયા આવીને ભક્ત લાખો, કરોડો રૂપિયાના આભૂષણ અને રોકડા અર્પિત કરે છે. ખાસકરીને દિવાળીના સમય પર કે ધનતેરસના દિવસે માતાનો દરબાર સોના, ચાંદી અને નોટોની માળાઓથી સજાવેલો જોવા મળે છે. આ સમય દરમિયાન જે ભક્ત અહીંયા પર માતાના દર્શન કરવા માટે આવે છે તે ક્યારેય પણ ખાલી હાથ પાછો જતો નથી.

જણાવી દઈએ કે મહાલક્ષ્મીજીના આ મંદિરની પરંપરા ખુબ જૂની છે, અને આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે, અને એમના દ્વારા માતાને ભેટ અર્પિત કરવામાં આવે છે. અને ખાસ વાત એ છે કે જયારે તે માતાના દર્શન કર્યા પછી પાછો જાય છે, તો આમને પ્રસાદના રૂપમાં સોના કે ચાંદીનો પ્રસાદ આપવામાં આવે છે. એટલા માટે દિવાળીના સમયે તમે ત્યાં ભક્તોની લાંબી લાઈન જોઈ શકો છો. દૂર દૂરના લોકો ત્યાં દર્શન માટે આવે છે અને ત્યાંનો પ્રસાદ ગ્રહણ કરે છે. પ્રસાદના રૂપમાં મળવા વાળા સોનુ-ચાંદી લોકો ખુબ શુભ માનવામાં આવે છે અને તે લોકો તેને વેચતા નથી અને ખર્ચ પણ નથી કરતા.

સૈકડ઼ોં વર્ષ આ મંદિરમાં ચઢવાનો પૂરો હિસાબ રાખવામાં આવે છે જેથી બધા ભક્તોને પૈસા પાછા મળી શકે. સુરક્ષા માટે ત્યાં સીસીટીવી કેમેરાની સાથે પોલીસ પણ રહે છે. જય લક્ષ્મી માં.