આ 6 પાપોને ક્યારેય પણ મહાદેવ નથી કરતા માફ, સુખી જીવન ઈચ્છો છો તો દૂર રહો એનાથી

0
1978

હિંદુ ધર્મમાં ત્રિદેવ સૌથી અગત્યના છે. એમના પર આખી સૃષ્ટી આધાર રાખે છે. અને એમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે મહાદેવ, જેમની પૂજા આખી સૃષ્ટિ કરે છે. એ વાત તમે જાણતા જ હશો કે ભગવાન શિવ જયારે પ્રસન્ન થાય છે, તો તે ભોલેનાથ છે, પરંતુ જો તે ક્રોધિત થાય છે તો સૃષ્ટીમાં પ્રલય આવી જાય છે. માટે હંમેશા મનુષ્યએ જે સાચા હોય અને જેમાં પાપનું જરાપણ મિશ્રણ ન હોય એવા જ કામ કરવાં જોઈએ. નહીં તો મહાદેવ એમને ક્યારેય માફ નથી કરતા.

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ ક્યારેય પાપ કે ખોટા કામ કરવાં જોઈએ નથી. અને એમાં અમુક એવા કામ જણાવવામાં આવ્યા છે, જે પાપમાં સામેલ થાય છે અને એમને વર્જિત દર્શાવાયા છે. આ પાપોને સ્વયં મહાદેવ પણ ક્યારેય માફ નથી કરતા. અમે તમે જો મહાદેવના ગુસ્સાથી બચવા માંગો છો, તો આ પાપોને ક્યારેય પોતાના જીવનમાં કરવા જોઈએ નહીં. નહીં તો સુખી જીવનને નર્કમાં ફેરવાતા વાર નહીં લાગે.

જણાવી દઈએ કે, ભોલેનાથ જેટલા ભોળા છે એટલા જ પ્રલયકારી પણ છે. દરેક મનુષ્યએ એ હદમાં રહેવું જોઈએ કે, તે કોઈ પાપ ન કરે. નહીં તો પરિણામ એમણે જ ભોગવવું પડશે.

આ પાપોને મહાદેવ ક્યારેય નથી કરતા માફ :

આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથ શિવ પુરાણમાં કાર્ય, વાત-વ્યવહાર અને સમજી વિચારીને કરેલા પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને શિવ ક્યારેય માફ નથી કરતા. એ પાપોને કરનાર વ્યક્તિ હંમેશા શિવજીના પ્રકોપના જવાબદાર બને છે, અને ક્યારેય સુખી જીવન નથી જીવતાં.

ભગવાન બધું જ જાણે છે, અને એમનાથી કશું છુપાયેલું નથી. તમે તમારા મગજમાં જે વિચારતા હોવ તે પણ ભગવાનથી છુપાયેલું નથી રહેતું. માટે ભલે તમે વાત કે વ્યવહારથી કોઈને નુકશાન ન પહોંચાડતા હોવ, પણ જો મનમાં કોઈ પ્રત્યે ખરાબ ભાવ લાવતા હશો તો તે પણ પાપની શ્રેણીમાં આવે છે. ચાલો હવે જણાવીએ કે એવા કયા પાપ છે, જે ભગવાન શિવને પસંદ નથી અને પુરાણોમાં એમને વર્જિત માનવામાં આવ્યા છે.

1. શાસ્ત્રોમાં જણાવેલી સારી વાતોને ભૂલીને ખોટો રસ્તો પસંદ કરવા વાળા પણ પાપના ભાગીદાર હોય છે. અને એમને ભગવાન શિવ માફીને યોગ્ય નથી સમજતા.

2. ઘન કમાવવાની તક દરેકને મળે જ છે. પણ એના મહેનત ન કરી અને બીજાનું ધન મેળવવું અને એને પોતાનું બનાવવાની ઈચ્છા રાખવા વાળા વ્યક્તિ પણ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય અને અપરાધી હોય છે. બીજાના ધનને માટી સમાન સમજવું જોઈએ. તમારા પાસે ઓછુ ધન હોય તો એ મુજબ જીવન પસાર કરવું, પણ બીજાનું છીનવી લેવું એ પાપ છે.

3. કોઈ બીજી વ્યક્તિના પતિ અથવા પત્ની પર ખરાબ નજર રાખવી, તેમજ એમને મેળવવાની ઈચ્છા રાખવી એ સૌથી મોટું પાપ છે. અને પુરાણોમાં એને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યુ છે. તમારે કયારેય પણ આ પાપ કરવું જોઈએ નહિ.

4. તેમજ જણાવી દઈએ કે, તેમને જન્મ આપનાર અને તમારો ઉછેર કરનાર માતા-પિતાને નુકશાન પહોંચાડવું અથવા એમને તકલીફ આપવી, એ પણ ભગવાન શિવની નજરમાં ક્યારેય માફ ન કરવા વાળું પાપ હોય છે. આવું કરવું ઈશ્વરને દુઃખ પહોંચાડવાને સમાન સમજવામાં આવ્યું છે, જે મનુષ્યએ ક્યારેય કરવું જોઈએ નહીં.

5. મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, દુનિયાની કોઈ પણ સ્ત્રી પર ખરાબ નજર રાખવી જોઈએ નહીં. કારણ કે આવું ખરાબ કામ કરવા વાળા ક્યારેય સાંસારિક જીવન ભોગવી નથી શકતા, અને ધનથી સંતુષ્ટ નથી રહી શકતા.

6. અન્ય એક પાપ જેને મહાદેવ માફ નથી કરતા તે એ છે કે, કોઈ પણ નિર્દોષ અથવા અશક્તને કષ્ટ આપવું, એને નુકશાન પહોંચાડવું અથવા એનું ધન લૂંટી લેવું, એના કામમાં અડચણ ઉત્પન્ન કરવાની યોજના બનાવવી અથવા એવા વિચાર રાખવા. આ કામ કરવાં વાળા વ્યક્તિ પણ શિવજીની નજરોમાં પડી જાય છે. અને એમને માફી પણ નથી મળતી.