મહાભારતમાં છુપાયેલા છે સફળતા મેળવવાના સૂત્ર, આ 6 અવગુણોને દૂર કરીને થઇ જશો સફળ.

0
820

હિંદુ ધર્મમાં ઘણા એવા ગ્રંથ અને પુરાણ છે, જે આપણેને લાઈફ મેનેજમેન્ટનું મહત્વ અને તેની રીત બતાવે છે. મહાભારત પણ એવો જ એક ગ્રંથ છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાના સૂત્ર છુપાયેલા છે. મહાભારતમાં જણાવ્યા મુજબ જો તમે પણ સફળ થવા માગો છો? તો પહેલા તમારે તમારી અંદર જોવું પડશે. કેમ કે માણસની અંદરની ૬ દુષ્ટતાઓ તેને ક્યારે પણ આગળ વધવા દેતી નથી. જો તમારી અંદર પણ આ ૬ દુષ્ટતાઓ છે તો તેને દુર કરીને તમે પણ સફળતા પ્રાપ્ત કરી શકો છો.

મહાભારતના ઉદયોગ પર્વમાં લખ્યું છે :-

षड्दोषाः पुरुषेणेह हातव्या भूतिमिच्छता।

निद्रा तन्द्री भयं क्रोध आलस्यं दीर्घसूत्रता ।

આ શ્લોકનો અર્થ

(૧) ઊંઘ : આપણે સમયનો ઊંઘીને બગાડ ન કરવો જોઈએ. જેટલું જરૂરી છે એટલું જ ઊંઘવું જોઈએ. જયારે વધુ ઊંઘવા મળે તો ઊંઘી લો અને જયારે કોઈ કામ સમયસર પૂરું કરવાનું હોય તો થોડું જાગી લો.

(૨) તન્દ્રા : તેનો અર્થ છે ઊંઘી લીધા પછી પણ ઊંઘતા રહેવું કે કાર્ય દરમિયાન નિષ્ક્રિય રહેવું. કાર્યમાં સક્રિયતા અને નિરંતરતા હોવી જરૂરી છે. અમુક લોકો સ્થળ ઉપર બગાસા ખાતા રહે છે, જો કે એ વાતનો સંકેત છે કે તેમના શરીરમાં આળસ ભરેલી છે. અને કામમાં મન નથી લાગી રહ્યું.

(૩) ડર : ડરેલા વ્યક્તિમાં આત્મવિશ્વાસ નથી હોતો. તે દરેક કાર્ય કરવાથી ડરે છે. એવા વ્યક્તિમાં નેતૃત્વ શક્તિ નથી હોતી. સફળ થવા માટે વ્યક્તિને સાહસી હોવું જરૂરી છે.

(૪) ગુસ્સો : ગુસ્સાથી વ્યક્તિની બુદ્ધી બંધ થઇ જાય છે. સમજવા વિચારવાની શક્તિ નાશ થઇ જાય છે. તેનાથી જ્યાં સ્વભાવ, ગુણ અને ચરિત્ર ઉપર ખરાબ અસર પડે છે, અને લોકો વચ્ચે એક ખરાબ વ્યક્તિની છાપ પણ ઉભી થાય છે.

(૫) આળસ : કોઈ કાર્યને ટાળતા રહેવા પણ આળસનું જ કારણ છે. જો તમે આળસુ છો, તો લક્ષ્ય તમારાથી દુર થતું જશે. આળસ વ્યક્તિના સંકલ્પને નબળા પાડે છે. એટલે કે આળસને દુર રાખવા માટે રોજ કસરત કરો.

(૬) દીર્ઘસુત્રતા : તેનો અર્થ એ છે કે જે કાર્ય તમે જલ્દી કરી શકો છો, તેને કરવામાં પણ તમે ઘણું મોડું કરી રહ્યા છો તો તેનાથી તમને નુકશાન છે. એમ કરીને તમે તમારા જીવનને વ્યર્થ કરી રહ્યા છો. એટલે કોઈ પણ કાર્યને સમયસર જ પૂર્ણ કરો તો સારું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.