મહાભારત જ્ઞાન : હંમેશા ઈમાનદારીથી ધન મેળવો, કરશો નહિ કૌરવો દ્વારા કરવામાં આવેલ ધનથી જોડાયેલ ભૂલો

0
723

મહાભારતમાં જણાવ્યા મુજબ એક વખત ધ્રુતરાષ્ટ્ર સાથે સંવાદ કરતા વિદુરે તેને થોડા નિયમો જણાવ્યા અને તે નિયમોને વિદુર નીતિના નામથી ઓળખવામાં આવવા લાગ્યા. આ નીતિઓમાં વિદુરે ઘણી વસ્તુ સાથે જોડાયેલું ગણાવ્યું છે અને આ નિયમોમાંથી એક નિયમમાં વિદુરે ધન સંબંધી મહત્વની વાતો જણાવી છે. જે દરેક માણસને ખબર હોવી જોઈએ.

શ્લોક :

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भात् सम्प्रवर्धते।

दाक्ष्यात्तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठत्ति।।

આ શ્લોકમાં વિદુર દ્વારા કહેવામાં આવ્યું છે કે.

ધીરજ જાળવી રાખો :-

માણસની અંદર ધીરજ હોવી ઘણી જ જરૂરી છે. માણસે હંમેશા સમજી વિચારીને જ ધન સાથે જોડાયેલા નિર્ણય લેવા જોઈએ. હંમેશા આપણે ઉતાવળમાં ધન વાપરી નાખીએ છીએ અને પાછળથી આપણેને આપણી ભૂલનો અહેસાસ થાય છે. એટલા માટે તમે જયારે પણ ક્યાય પણ ધન વાપરો છો, તો પહેલા સારી રીતે વિચારી લો અને દરેક બાબતને સમજ્યા પછી જ ધનનો ખર્ચ કરો. ધન સંબંધી કામોમાં હંમેશા ધીરજ જાળવી રાખો.

ઈમાનદારીથી જ ધન કમાવું જોઈએ :-

આ શ્લોક મુજબ માણસે હંમેશા મહેનત અને ઈમાનદારીથી જ પૈસા કમાવા જોઈએ. મહેનત અને ઈમાનદારીથી કમાયેલા પૈસામાં હંમેશા બરકત જળવાઈ રહે છે. જો કે જે લોકો ખોટા કામ દ્વારાપૈસા કમાય છે તેમની પાસે લક્ષ્મી નથી ટકતી અને એવા લોકોનો વિનાશ થઇ જાય છે. મહાભારતમાં કૌરવોએ પાંડવો પાસેથી ધન-સંપત્તિ છળ-કપટ કરી ખોટી રીતે છીનવી લીધું હતું.

પરંતુ આ સંપત્તિ તેમની પાસે વધુ સમય સુધી ટકી નહિ અને આ સંપત્તિને કારણે જ કૌરવોનો આખો વંશ ખલાસ થઇ ગયો. એટલા માટે માણસે ક્યારે પણ બીજાના ધન ઉપર નજર ન નાખવી જોઈએ અને હંમેશા પોતાની મહેનતના બળ ઉપર જ પૈસા કમાવા જોઈએ.

યોગ્ય જગ્યાએ કરો રોકાણ :-

વિદુરના જણાવ્યા મુજબ માણસે હંમેશા પૈસાનું રોકાણ યોગ્ય જગ્યા ઉપર જ કરવું જોઈએ અને ધનનો ક્યારે પણ ખોટો ઉપયોગ ન કરવો જોઈએ. જો માણસ કોઈ ખોટી જગ્યા ઉપર પૈસાનું રોકાણ કે ઉપયોગ કરે છે, તો તેની પાસે વધુ સમય સુધી લક્ષ્મી રહેતી નથી.

મહાભારતમાં કૌરવો પાસે ધન આવ્યા પછી તેમણે તેનો ઉપયોગ પાંડવો વિરુદ્ધ કર્યો અને એમ કરવાથી જ ધનનો માત્ર બગાડ જ થયો અને તેમના હાથમાં કશું જ ન આવી શક્યું. એટલા માટે તમે તમારા ધનનું રોકાણ અને ઉપયોગ હંમેશા સારા કાર્યમાં જ કરો. જેથી તમને લાભ મળી શકે.

ધનનો દુરઉપયોગ ન કરો :-

માણસે ક્યારે પણ દારુ અને જુગાર ઉપર પૈસાનો બગાડ ન કરવો જોઈએ અને તમારી ખોટી ટેવોને વહેલામાં વહેલી તકે છોડી દેવો જોઈએ. મહાભારતમાં ખોટી ટેવોને કારણે જ પાંડવ પોતાનું બધું જ હારી ગયા હતા. કૌરવો સાથે જુગાર રમવા પાંડવ ઉપર ભારે પડ્યું અને જુગારને કારણે જ તે પોતાનું રાજ્ય અને ધન ગુમાવી બેઠા હતા.

એટલા માટે તમે ક્યારે પણ જુગાર જેવી વસ્તુ ઉપર ધનનો દુરઉપયોગ ન કરો. વિદુરના જણાવ્યા મુજબ જુગાર રમવા વાળા વ્યક્તિ પાસે લક્ષ્મીમાંનો વાસ વધુ દિવસ સુધી ટકી રહેતો અને તે જીવનભર ગરીબ જ બનીને રહે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.