આખરે નેસ્લે એ સુપ્રીમ કોર્ટમાં માની લીધુ કે મેગી નુડલ્સમાં સિસુ હતુ જે બાળકો માટે છે ઘાતક

0
1746

નેસ્લેએ સુપ્રીમ કોટમાં સ્વીકાર્યુ કે તેના સૌથી લોકપ્રિય એફએમજીસી ઉત્પાદન મેગીમાં સીસાનું પ્રમાણ હતું.

વિશ્વ ફૂડ અને બેવરેજ કંપની નેસ્લે ઇન્ડિયા (Nestle India) એ સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર કર્યો કે તેના સૌથી લોકપ્રિય એફએમજીસી ઉત્પાદન મેગીમાં (Maggi) સીસાનું પ્રમાણ હતું. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કંપનીના વકીલોએ એ વાતનો સ્વીકાર કર્યો.

કોર્ટમાં કેસના ચાલી રહેલા ચુકાદા દરમિયાન કંપનીના વકીલોની આ સ્વીકૃતિથી સરકાર સામે નેસ્લેની લડાઈ એક વખત ફરી જોર પકડશે. કોર્ટએ મેગીમાં સીસાના પ્રમાણને લઇને એનસીડીઆરસીદ્વારા નોંધાવવામાં આવેલા કેસ ઉપર સુનાવણી કરી.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય સુરક્ષાના માપદંડોને પુરા ન કરી શકવાને કારણે ગયા વર્ષે ૫૫૦ ટન મેગીનો નાશ કરી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત સરકારએ દંડ તરીકે ૬૪૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટના જજ એ નેસ્લેના વકીલને કહ્યું તેણે સીસું ભેળવેલા નુડલ્સ કેમ ખાવા જોઈએ? તેમણે પહેલા તર્ક આપ્યું હતું કે મેગીમાં સીસાનું પ્રમાણ પરમીસિબલ સીમાની અંદર હતું, જો કે હવે તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે મેગીમાં સીસુ હતું.

શું છે બાબત : તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫ માં મેગીમાં સીસાનું પ્રમાણ ૧૭.૨ પીપીએમ મળી આવ્યું. જો કે તે ૦.૦૧ થી ૨.૫ પીપીએમ સુધી જ હોવું જોઈએ. ઉત્તર પ્રદેશના ફૂડ સેફટી એંડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન એ મેગીના સેમ્પલ લીધા અને તેની તપાસ કરી તો મેગીમાં સીસાનું પ્રમાણ નિયત મર્યાદાથી વધુ મળ્યું.

આ ઘટના પછી દેશના ઘણા રાજ્યો એ પોતાને ત્યાં મેગીના વેચાણને અટકાવી દીધું. ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસઆઈ) એ પણ મેગીના તમામ વર્જસને અસુરક્ષિત ગણાવતા કંપનીને તેના પ્રોડકસન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. એફએસએસઆઈ એ તે સમયે કહ્યું હતું કે નેસ્લેએ પોતાના ઉત્પાદન ઉપર મંજુરી લીધા વગર અને જોખમ સુરક્ષા આંકલનને મેગી ઓટ્સ મસાલા નુડલ્સ માર્કેટમાં ઉતારી દીધા હતા, જે કાયદાની રીતે એકદમ ખોટું છે.

વધુ સુસાથી શું થાય છે નુકશાન : ફૂડ સેફટીના નિયમો મુજબ જો પ્રોડક્ટમાં સીસું અને મોનોસોડીયમ ગ્લુટામેટ (એમએસજી) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો પેકેટ ઉપર તેનું વર્ણન કરવું ફરજીયાત છે. એમએસજીથી મોઢું, માથું અને ગરદનમાં બળતરા, સ્કીન એલર્જી, હાથ પગમાં નબળાઈ, માથાનો દુ:ખાવો અને પેટની તકલીફ થઇ શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, વધુ પ્રમાણમાં સીસાનું સેવન ગંભીર આરોગ્યની તકલીફો ઉભી કરી શકે છે. તેનાથી ન્યુરોલોજીકલ તકલીફો, લોહીના પ્રવાહમાં સમસ્યા અને કીડની ફેલ થવા સુધીની સ્થિતિ આવી શકે છે. સીસાનું વધુ સેવન બાળકો માટે વધુ ખતરનાક છે. તેનાથી તેમના વિકાસમાં અટકાવ આવી શકે છે, પેટનો દુ:ખાવો, નર્વ ડેમેજ અને બીજા અંગોને પણ નુકશાન પહોચી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.