માધુરી દીક્ષિતનું ઘર કોઈ મહેલથી ઓછું નથી, એના ફોટા જોઈને પહોળી થઇ જશે તમારી આંખો.

0
3657

બોલીવુડમાં ઘણી બધી છોકરીઓ અભિનેત્રી બનવાનું સપનું લઈને આવે છે. પણ દરેકનું એ સપનું પૂરું નથી થતું. ધણી છોકરીઓ અભિનેત્રી બનવામાં સફળ થઈ જાય છે, અને કેરિયરમાં 20 વર્ષો કરતા પણ વધારે સમય સુધી પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કરે છે. તો ઘણી બે ત્રણ ફિલ્મો કરે છે, કારણ કે એમને સફળતા મળતી નથી અને તે કોઈ બીજા ધંધામાં જતી રહે છે.

આજે અમે વાત કરીશું બોલીવુડની એ સફળ હિરોઈનની જે ૯૦ ના દશકની સૌથી પ્રસિદ્ધ હિરોઈન રહી ચુકી છે. તે લાખો દિલોની ધડકન બની છે. અને આજે પણ બોલીવુડમાં કામ કરી રહી છે. આજે અમે વાત કરીશું અભિનેત્રી માધુરી દીક્ષિતની. તે પોતાના સમયની ટોપની હિરોઈન માંથી એક હતી, અને તેમણે ફિલ્મ ઉદ્યોગ ઉપર રાણીની જેમ રાજ કર્યુ છે.

જણાવી દઈએ કે માધુરી દીક્ષિતે પોતાના અભિનય અને સુંદરતાના બળ પર હિન્દી ફિલ્મોમાં એક એવું સ્થાન મેળવ્યું છે, જે આજની અભિનેત્રીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ સમાન છે. આજની ઘણી બધી અભિનેત્રીઓ એમને પોતાની આદર્શ માને છે. ૮૦ થી ૯૦ ના દશકમાં માધુરીએ હિન્દી સિનેમામાં એક મુખ્ય અભિનેત્રી અને પ્રસિદ્ધ નૃત્યાંગના તરીકે પોતાની ઓળખ બનાવી લીધી. એટલું જ નહિ તેના સુંદર નૃત્ય અને સ્વભાવિક અભિનયના જાદુથી માધુરી આખા દેશની ધડકન બની ગઈ.

ફિલ્મો ઉપરાંત તે ટીવી પર આવતા ડાંસના રિયલિટી શો માં જજ તરીકે પણ જોવા મળે છે. લગ્ન પછી એમણે ફિલ્મોથી અંતર બનાવ્યું હતું. પણ તે ફરીથી ફિલ્મોમાં કાર્યરત થઈ ગઈ છે. એમની છેલ્લી ફિલ્મ ટોટલ ધમાલ હતી. જેમાં તે ઘણા બધા અભિનેતાઓ સાથે એક માત્ર મુખ્ય અભિનેત્રી હતી.

એમના પરિવારની વાત કરીએ તો માધુરીનો જન્મ ૧૫ મેં ૧૯૬૭ ના રોજ મુંબઈના એક મરાઠા પરિવારમાં થયો હતો. એમના પિતા શંકર દીક્ષિત અને માતા સ્નેહલતા દીક્ષિતની લાડકી માધુરને બાળપણથી ડોક્ટર બનવાની ઈચ્છા હતી. અને કદાચ એ પણ એક કારણ છે કે માધુરીએ પોતાના જીવનસાથી તરીકે શ્રીરામ નેનેને પસંદ કર્યા, જો કે ધંધાથી એક ડોક્ટર છે.

ડિવાઈન ચાઈલ્ડ હાઈ સ્કુલ માંથી અભ્યાસ કર્યા પછી માધુરી દીક્ષિતે મુંબઈ યુનીવર્સીટીમાં સ્નાતકનું શિક્ષણ પૂરું કર્યુ. ૧૯૯૯ માં તેના લગ્ન ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે થયા. જેની સાથે તેના બે બાળકો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે અત્યાર સુધીના ફિલ્મી કેરિયરમાં માધુરીને છ ફિલ્મકેયર એવોર્ડ મળી ચુક્યા છે. જેમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ચાર, સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે એક, અને ફિલ્મ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે એક વિશેષ પુરસ્કાર મળ્યો છે. માત્ર એટલું જ નહિ પણ વર્ષ ૨૦૦૮ માં તેમને ભારત સરકાર દ્વારા, ભારતના ચોથા ઉત્તમ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.

મિત્રો આજે અમે તમને આ અતિસુંદર અભિનેત્રીનું ઘર દેખાડવા જઈ રહ્યા છીએ, જેને તેણે પોતાના કેરિયરની જેમ સુંદર રીતે સજાવેલું છે. તો આવો જોઈએ માધુરી દીક્ષિતના પેંટહાઉસના થોડા ફોટા. આમ તો લગ્ન પછી માધુરી દિક્ષિત ડોક્ટર નેને સાથે અમેરિકામાં સેટલ થઈ હતી. પરંતુ થોડા સમય પહેલા જ તેમણે ભારત પાછા ફરીને મુંબઈમાં નવું વિશાળ મકાન લીધું છે. માધુરી અમેરિકાથી ઇન્ડિયા આવીને હવે મુંબઈને પોતાનું કાયમી રહેણાક બનાવી ચુકી છે.

માધુરીએ મુંબઈની એક ગગનચુંબી બિલ્ડીંગમાં પોતાનું નવું ઘર લીધું છે. આ પેંટહાઉસમાં માધુરી પોતાના પતી શ્રીરામ નેને અને બે બાળકો સાથે રહે છે. માધુરીએ પોતાના ઘરના થોડા ફોટા શેયર કર્યા છે. માધુરીના ઘરમાં તેની પસંદગીની જગ્યા છે ટેરેસ ગાર્ડન. ઘણો સમય લઈને માધુરીએ પોતાના ઘરના ધાબા ઉપર બગીચો તૈયાર કર્યો છે.

માધુરી હંમેશા પોતાના પરિવાર અને મિત્રો માટે પોતાના ઘરના ધાબા ઉપર જ પાર્ટીઓનું આયોજન કરે છે. માધુરી દીક્ષિતના ધાબા ઉપરથી મુંબઈ શહેરનો અતિસુંદર નજારો દેખાય છે. એક તરફ ઉંચી બિલ્ડીંગ તો બીજી તરફ વિશાળ દરિયો છે. માધુરીના ટેરેસ ગાર્ડનમાં જાત જાતના પ્લાન્ટ લાગેલા છે અને બોનસાઈ તેનું પસંદગીનું પ્લાન્ટ છે.