53 વર્ષની ઉંમરે દેખાયો માધુરી દીક્ષિતનો મસ્તીખોર અંદાજ, લોકો ભૂલી ગયા ‘મોહિની’ ની સાચી ઉંમર.

0
305

તોફાની મૂડમાં દેખાઈ 53 વર્ષની માધુરી દીક્ષિત, સોશિયલ મીડિયા પર ફોટો શેયર કર્યો તો લોકોએ આપ્યું આવું રીએક્શન. માધુરી દીક્ષિત બોલીવુડની એક એવી અભિનેત્રી છે, જે તેના હાસ્ય માત્રથી જ લાખો લોકોના દિલ ઘાયલ કરી દે છે. દુનિયાભરમાં લાખો એવા પ્રશંસક છે, જે માધુરીની સ્માઈલ ઉપર ફિદા છે. દેશભરમાં લોકો તેને ઘણા નામથી ઓળખે છે. ઘણા તેને ‘ધક-ધક ગર્લ’ ના નામથી ઓળખે છે તો ઘણા તેને ‘મોહિની’ કહે છે. માધુરી દીક્ષિતનું હાસ્ય તો કાતિલ છે જ, તે ઉપરાંત લોકો તેના ડાંસ અને અભિનયના પણ દીવાના છે.

માધુરી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે, અને અવાર નવાર પોતાના અને કુટુંબના ફોટા શેયર કરતી રહે છે. હાલમાં જ મધુરીનો સોશિયલ મીડિયા ઉપર મસ્તી ભરેલો અંદાઝ જોવા મળ્યો. માધુરીના આ લેટેસ્ટ ફોટામાં તેમનો મસ્તીખોર અંદાઝ જોવા મળી રહ્યો છે. આ ફોટા જોઇને કોઈ નહિ કહે કે માધુરીની ઉંમર 53 વર્ષ છે.

માધુરીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર જે ફોટો શેયર કર્યો છે, તેમાં તે પોતાની આંખો ઉપર એક મોટા ચશ્માં પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં તેમણે ગ્રીન કલરનો કુર્તો પહેર્યો છે, જે તેમની ઉપર ઘણો સુટ થઇ રહ્યો છે. નો મેકઅપ લુકમાં પણ માધુરી ઘણી સુંદર દેખાઈ રહી છે. માધુરીનો ફોટો જોઇને લોકો તેમની ઉંમરનો અંદાઝ નથી લગાવી શકતા. ફોટાનું બેકગ્રાઉન્ડ જોઈ એવું લાગી રહ્યું છે કે, તે તેમના લીવીંગ રૂમમાં પાડ્યો છે.

માધુરી દીક્ષિતના આ ફોટાને તેમના પ્રશંસકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ફોટા ઉપર જાત જાતની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, માધુરીના આ ફોટામાં તે રમુજી મુડમાં જોવા મળી રહ્યા છે. તો એક બીજા યુઝરે માધુરીના ફોટા ઉપર ક્યુટ કમેન્ટ કરી છે. એક યુઝરે તો કહ્યું છે કે, ફોટામાં માધુરીનો અલગ અંદાજ છે.

આ પહેલા માધુરીનો એક બ્લેક એંડ વ્હાઈટ ફોટો ઘણો વાયરલ થયો હતો, જેને તેમણે થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેયર કર્યો હતો. આ ફોટામાં માધુરી ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહી હતી. માધુરીની સુંદરતા વિષે શું કહેવું. આ ફોટામાં તેમની ક્યારેય પૂરી ન થવાવાળી સુંદરતા જોવા જેવી છે. આ ફોટા શેયર કરતા માધુરીએ કેપ્શન આપ્યું હતું ‘સેટ ઉપર, જીવનની જેમ. દરેક નાની વસ્તુ મહત્વ ધરાવે છે. ફોકસ કરો અને દુનિયાને સાથે લાવો’.

વાત કરીએ તેમના વર્કફ્રંટની તો છેલ્લી વખત માધુરી દીક્ષિત ‘કલંક’ અને ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’ બોક્સ ઓફીસ ઉપર એકદમ પછડાઈ હતી, તે ‘ટોટલ ધમાલ’ ને દર્શકોની મિશ્રિત પ્રતિક્રિયાઓ મળી હતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.