મધ અને લવિંગ એક સાથે ખાવાથી શરીરને જે ફાયદા થશે, એના વિષે તમે ક્યારે પણ વિચાર્યુ નહિ હોય.

0
2488

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. જો તમે જાણતા જ હોવ તો જણાવી દઈએ કે, મધ અને લવિંગ આયુર્વેદ ગુણોથી ભરપુર હોય છે. એમાં એવા ઘણા બધા તત્વો રહેલા છે, જે આપણા આરોગ્યને સારું રાખવા માટે ઘણા ઉપયોગી હોય છે. અને જે લોકો આ બન્નેનું નિયમિત રીતે સેવન કરે છે. તેમના શરીર માંથી ઘણા રોગો દુર થઇ જાય છે. અને આયુર્વેદમાં મધ અને લવિંગના ઘણા ઔષધીય ગુણ જણાવ્યા છે.

આમ તો આ બન્ને વસ્તુ આરોગ્ય માટે ફાયદાકારક છે જ, પરંતુ જયારે મધમાં લવિંગને ભેળવીને કે વાટીને ખાવામાં આવે છે, તો તેમના આરોગ્યને લગતા ફાયદામાં ઘણો વધારો થાય છે. જણાવી દઈએ કે આ બન્નેમાં રહેલા ન્યુટ્રીએન્ટસ ઘણી બીમારીથી બચાવામાં આપણી મદદ કરે છે. આવો હવે તમને મધ અને લવિંગને એક સાથે ખાવાના ફાયદા જણાવીએ.

મિત્રો નાના કદની દેખાતી લવિંગમાં યુજેનોલ હોય છે, જે સાઈનસ અને શરદી જેવી તકલીફને દુર કરવામાં મદદ કરે છે. લવિંગની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી શરદી-જુકામ થવા ઉપર લવિંગ ખાવી કે તેની ચા બનાવીને પીવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. જો તમે લવિંગના તેલનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને નારીયેલ તેલ સાથે ભેળવીને ઉપયોગ કરો તેથી તેની ગરમ પ્રકૃતિથી આરોગ્યને નુકશાન ન થાય.

તેમજ લવિંગ શક્તિના કોષોને પોષણ આપે છે, તેથી લવિંગ ટી.બી. અને તાવમાં એન્ટીબાયોટીકનું કામ કરે છે. તે રક્તશોધક અને જીવાણું નાશક હોય છે. લવિંગમાં મોઢું, આંતરડા અને આમાશયમાં રહેતા શુક્ષ્મ જીવાણુંઓ અને સડાને અટકાવવાના ગુણ મળી આવે છે. અને તમે જોશો કે ટીવી પર આવતી ઘણી જાહેરાતોમાં કંપનીઓ પોતાની પ્રોડક્ટમાં લવિંગના ઉપયોગ વિષે જણાવે છે.

આયુર્વેદિક દવા તરીકે વપરાતી લવિંગ જીવાણું વિરોધી અને એનાલ્જેસીક તરીકે કામ કરે છે. લવિંગ ફેટી એસીડ, ફાઈબર, ઓમેગો-૩ અને ખનીજોનો સારો સ્ત્રોત છે. અને સાથે જ તે આપણા શરીરની રોગ-પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

સાચા લવિંગની ઓળખ :

ઘણા દુકાનદાર નફો મેળવવા માટે લવિંગમાં, તેલ કાઢી નાખેલા લવિંગ પણ ભેળવી દે છે. જો લવિંગમાં કરચલી પડેલી હોય તો સમજવું કે તે તેલ કાઢેલુ હોય એવું લવિંગ છે. તેને ભૂલથી પણ ખરીદવા જોઈએ નહિ. લવિંગ માંથી ઘણી બધી કુદરતી ઔષધીઓ બને છે. આજે અમે તમને જણાવીશું કે 1 લવિંગ કેટલું ગજબનું હોય છે. તો આવો જાણીએ લવિંગના ફાયદા વિષે.

મધ અને લવિંગ એક સાથે ખાવાના ૧૧ ફાયદા :

૧. વજન ઓછું કરવાં :

મિત્રો જો તમારે તમારું વધેલું વજન ઓછુ કરવું છે, તો તમારા માટે એકદમ સરળ ઉપાય લવિંગ અને મધ છે. રોજ એક લવિંગનું ચૂર્ણ એક ચમચી મધમાં ભેળવીને ખાવાથી વજન ઝડપથી ઓછું થાય છે.

૨. ત્વચાને કોમળ બનાવે :

આ બંને વસ્તુઓમાં એવા તત્વો રહેલા હોય છે જેનું સેવન સતત કરવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે.

૩. ઈન્ફેકશનથી બચાવે :

જાણકારી માટે જણાવી દઈએ કે, આ બન્નેમાં ઘણા એવા ગુણ રહેલા હોય છે. જે આપણા શરીરને ઘણા ઈન્ફેકશનથી બચાવી રાખે છે.

૪. હ્રદય માટે ફાયદાકારક :

મિત્રો જો તમે હ્રદયના દર્દી છો, તો તમારે મધમાં માત્ર એક લવિંગ મિક્સ કરીને એનું સેવન જરૂર કરવું જોઈએ. તેમાં રહેલા ફ્લેવોનોઇડસ હ્રદયની બીમારીઓથી રક્ષણ કરે છે.

૫. શરીર રહેશે એનજેર્ટીક :

જણાવી દઈએ કે આ બંનેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તામારા શરીરને એનજેર્ટીક રાખવામાં મદદ કરે છે.

૬. કેન્સરથી બચાવે :

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે, જે શરીરને કેન્સરથી બચાવી રાખવામાં મદદ કરે છે.

૭. પાચન સુધારે :

જાણકારી માટે જણાવી દઈએ કે, એને ખાવાથી મોઢામાં સોજાઈવા વધુ બને છે, જે પાચન સુધારવામાં મદદ કરે છે.

૮. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે :

મધ અને લવિંગ એક સાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, અને શરદી-ખાંસી જેવા ઈન્ફેકશનથી આપણો બચાવ થાય છે.

૯. ઘા ભરવામાં મદદગાર :

જાણકારી માટે જણાવી દઈએ કે, તેમાં રહેલી એન્ટી ફંગલ પ્રોપર્ટીઝને કારણે તે ઘા ને જલ્દી ભરવામાં ફાયદાકારક છે.

૧૦. દાંતનો દુઃખાવો કરે દુર :

તેમાં એન્ટી ઇન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે દાંતના દર્દ દુર કરવામાં અસરકારક છે.

૧૧. કીડનીની તકલીફથી બચાવે :

તેનાથી શરીરના ટોકસીન્સ દુર થાય છે, અને કીડની, લીવરની બીમારીઓથી આપણો બચાવ થાય છે.

લવિંગના બીજા ૧૦ ઉત્તમ ફાયદા :

૧. પાચન ક્રિયાનું ખરાબ થવું :

લવિંગ ૧૦ ગ્રામ, સુંઠ ૧૦ ગ્રામ, કાળા મરી ૧૦ ગ્રામ, પીપળ ૧૦ ગ્રામ, અજમો ૧૦ ગ્રામ ભેળવીને સારી રીતે વાટીને તેમાં એક ગ્રામ સિંધા મીઠું ભેળવીને રાખી લો. આ મિશ્રણને એક સ્ટીલના વાસણમાં રાખીને ઉપરથી લીંબુનો રસ નાખી દો. જયારે તે કડક થાય ત્યારે તેને છાયામાં સુકવીને ૫-૫ ગ્રામના પ્રમાણમાં ભોજન પછી સવારે અને સાંજે પાણી સાથે લો.

૨. ચક્કર આવવા :

જો કોઈને ચક્કર આવતા હોય, તો સૌથી પહેલા બે લવિંગ લો અને આ લવિંગને બે કપ પાણીમાં નાખીને ઉકાળો. અને પછી આ પાણીને ઠંડુ કરીને ચક્કર આવવા વાળા રોગીને પિવરાવવાથી ચક્કર આવવા બંધ થઇ જાય છે.

૩. દાંતનો દુ:ખાવો :

દાંતનો દુ:ખાવો દુર કરવાં માટે ૫ ગ્રામ લીંબુના રસમાં ૩ લવિંગ ને વાટીને ભેળવી લો. તેને દાંત ઉપર ઘસો અને પોલાણ માં લગાવો.

૪. સાઈટીકા :

લવિંગના તેલથી પગ ઉપર માલીશ કરવાથી સાઈટીકાનો દર્દ દુર થઇ જાય છે.

૫. દમ કે શ્વાસ રોગ :

બે લવિંગ ને ૧૫૦ મી.લી. પાણીમાં ઉકાળો અને તેને પાણીને થોડા એવા પ્રમાણમાં પીવાથી અસ્થમા અને શ્વાસનું અટકવાનું દુર થઇ જાય છે.

૬. ગઠીયા રોગ :

લવિંગ, ભુના સુહાગા, અલુઆ અને કાળા મરી ૫-૫ ગ્રામ ને પીસી- વાટી લો અને ઘીગ્વારના રસમાં ભેળવીને ચણાના આકાર જેવડી ગોળીઓ બનાવીને છાયામાં સુકવી લો. ત્યાર પછી એક એક ગોળી સવાર-સાંજ લેવાથી ગઠીયા રોગ દુર થઇ જાય છે.

૭. કબજિયાત મટાડે :

લવિંગ ૧૦ ગ્રામ, કાળા મરી ૧૦ ગ્રામ, અજમો ૧૦ ગ્રામ, લાહોરી મીઠું ૫૦ ગ્રામ અને સાકર ૫૦ ગ્રામને વાટીને ગાળીને લીંબુના રસમાં નાખી દો. સુકાયા પછી ૫-૫ ગ્રામ ગરમ પાણી સાથે ભોજન કર્યા પછી ડોઝ તરીકે લાભ થાય છે.

૮. કમરનો દુઃખાવો ઓછો કરે :

લવિંગના તેલનું માલીશ કરવાથી કમરના દુઃખાવા ઉપરાંત બીજા અંગોના દુ:ખાવા પણ મટી જાય છે. તેના તેલની માલીશ સ્નાન કરતા પહેલા કરવી જોઈએ.

૯. દાંતની જીવાત :

જીવાત લાગેલા દાંતના પોલાણમાં લવિંગના તેલમાં રૂ પલાળીને રાખો. તેનાથી દાંતમાં જીવત પડવાનું બંધ થાય છે અને દુ:ખાવો ઓછો થાય છે.

૧૦. ટોન્સિલનું વધવું :

ટોન્સિલ વધવાથી પરેશાન લોકોએ એક પાનનું પાંદડું, ૨ લવિંગ, અડધી ચમચી જેઠીમધ, ૪ દાણા પીપરમીન્ટને એક ગ્લાસ પાણીમાં ભેળવીને રાબ બનાવીને પીવી જોઈએ. તમને એમાં ઘણો ફાયદો જોવા મળશે.