અમેરિકાના સ્ટોરમાં મેડ ઈન ઈન્ડિયાના છાણાં, તેની કિંમત જાણીને તમે ચોંકી જશો

0
862

અમેરિકાના એક સ્ટોરમાં છાણાં વેચાવાનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો ગાયના ગોબરના છાણાંને ખાવાની વસ્તુ ન સમજે એટલા માટે એના પર not eatable એટલે કે ખવાય એવો પદાર્થ નથી એવું લખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, અમેરિકાના સ્ટોર પર ગાયના જે છાણાં મળી રહ્યા છે, એમાં એક પેકેટમાં 10 છાણાં છે. અને એના પર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, આ ફક્ત ધાર્મિક કામ માટે છે, અને આને ખાવું યોગ્ય નથી. એટલું જ નહિ આના એક પેકેટને ખરીદવા માટે ત્રણ ડોલર એટલે કે લગભગ 215 રૂપિયા ખર્ચ કરવા પડશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમેરિકામાં છાણાં વેચાય છે એના આ ફોટાએ સોશિયલ મીડિયા પર તુફાન મચાવી દીધો છે, અને લોકો એના પર અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, હું આ જોઈને દંગ રહી ગયો. તો ટીના નામની યુઝરે લખ્યું કે, જે રીતે લખવામાં આવ્યું છે કે નોટ ઈટેબલ તે જોઈને મને ઘણું સારું લાગી રહ્યું છે.

ગાયના છાણાં અમેરિકામાં વેચાતા જોઈને એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, શું આ ગેરેંટી નથી આપતું કે ગાયના ગોબરના છાણાં પરથી જ મૂળરૂપથી કેક બનાવવાનો વિચાર આવ્યો.

વિચારવા જેવું છે કે, આજે પણ ભારતના ઘણા ગામોમાં ગાયના ગોબરના છાણાં જ લોકો માટે ઈંધણનું કામ કરે છે, અને મહિલાઓ એને જ સળગાવીને જમવાનું બનાવે છે. આપણા દેશમાં ગાયના છાણાંનો ઉપયોગ પૂજા પાઠ અને હવનમાં પણ કરવામાં આવે છે.

ભારતમાં પણ મોટા શહેરોમાં છાણાં ઓનલાઈન મળે છે. તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન પરથી આને 150 રૂપિયામાં ખરીદી શકો છો.

દિવાળી અને દશેરા જેવા તહેવારોમાં ઘણા બધા લોકો ‘જ્યોતિ’ પ્રગટાવીને પૂજા કરે છે, જેના માટે એમને છાણાંની જરૂર હોય છે. ઓનલાઈન સ્ટોર શોપક્લૂઝ, ઈબે પર પણ આવા છાણાંનો ઓર્ડર આપીને ઘરે મંગાવી શકો છો.

તહેવારની સીઝનમાં હવન-પૂજન સામગ્રી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓની જરૂર પડતી રહે છે, અને દિલ્હી જેવા મહાનગરોમાં આવી વસ્તુઓને શોધવી ઘણી વાર મુશ્કેલ કામ હોય છે. પણ આજકાલ ઓનલાઈન શોપિંગના જમાનામાં આ બધા સામાન તમને ઘરે બેઠા બેઠા જ મળી જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.