મદદ માટે પોકાર લગાવતી બનારસની 80 વર્ષની માં એ તકતી પર જે લખ્યું છે, તે આંખો ભીની કરી દેશે.

0
988

સોશિયલ મીડિયા ટ્વીટર, ફેસબુક અને વોટ્સઅપ ઉપર ફોટા વાયરલ થઇ રહ્યા છે. એક ઘરડી માતા પોતાના હાથમાં તખ્તી લીધેલી છે. તેની ઉપર લખ્યું છે.

અમારી મદદ કરો, હું ઘણી ગરીબ મહિલા છું. અમારે એક છોકરો હતો મહેન્દ્ર વર્મા. તે અમારું ભરણપોષણ કરતો હતો. ૧૮ મહિનાથી જેલમાં બંધ છે. હું ભીખ માગીને ખાઈ રહી છું હું મોદીજી, સુષ્મા સ્વરાજ પાસે જવા માગું છું. હું જઈ નથી શકતી. ઓફીસ, પોસ્ટ ઓફિસેથી પણ કોઈ જાણ કરવામાં આવી નથી. ૧૦-૨૦ રૂપિયા અમારી મદદ કરો. ભીખ માગી પૈસા એકઠા કરી રહી છું. મારા દીકરાને છોડાવવા માગું છું.

નીચે લખ્યું છે – મહેન્દ્ર વર્મા ડ્રાઈવરની માતા છું

અમારા થોડા વાચકોએ આ ફોટો મેલ કર્યો. કહ્યું કે જો આ ફોટો સાચો છે, તો એની મદદ કરીશું. અમે તેના વિષે જાણકારી પ્રાપ્ત કરી. જાણવા મળ્યું કે મહિલા બનારસની રહેવાસી છે. પાંડેપુર વિસ્તારની. જેમ કે અમુક પોસ્ટમાં જણાવવામાં પણ આવ્યું છે.

તેમનો દીકરો જેલમાં લગભગ ૧૮ મહિનાથી બંધ છે. અને તેને છોડાવવા માટે લાંબા સમયથી નેતાઓ અને અધિકારીઓ પાસે રજૂઆત કરી રહી છે. પરંતુ જવાબ નથી મળી રહ્યો. સોશિયલ મીડિયા ઉપર લોકો આદિત્યનાથ, પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલયને ટેગ કરી માતાની મદદ માટે રજૂઆત કરી રહ્યા છે.

જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, મેં માં ટીવી-૯ ભારતવર્ષે માતા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે

તેમનો દીકરો ફળ-ફૂલ સાથે નેપાળના કાઠમંડુ જઈ રહ્યો હતો. એક હોટલમાં રોકાયો, ચા પીવા માટે. આગળ બુલેટવાળો હતો અને પાછળ જીપ વાળો હતો. અકસ્માત થઇ ગયો. મારો દીકરો ઉતરીને જોવા લાગ્યો કે શું થયું. નેપાળ પોલીસ મારા દીકરાને પકડીને લઇ ગઈ.

જયારે રાત્રે અમે ખાવા માટે બેઠા તો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે હું જેલમાં જઈ રહ્યો છું. પૂછ્યું કેમ, તો તેણે આખી ઘટના જણાવી. દીકરાને જેલમાંથી છોડાવવા માટે મેં ઘણા લોકો પાસે મદદની રજૂઆત કરી. પરંતુ કોઈએ મારી મદદ ન કરી. આજે જો મારા પતિ હોત તો તે પોતે તેણે છોડાવીને લઇ આવત.

તેમણે આગળ જણાવ્યું કે

જો હું કોઈ પાસે ૧૦ રૂપિયા પણ માગવા જાઉં છું તો કોઈ નથી આપતા. લોકો પૂછે છે કે પૈસાથી કેવી રીતે છોડાવીશ. હું મારા દીકરા માટે આમ તેમ ભટકી રહી છું. લોકો જ્યાં જ્યાં બતાવે છે હું જાઉં છું. પરંતુ મારું કામ નથી થઇ રહ્યું. જ્યાં જાઉં છું લોકો મને ભગાડી દે છે. કહે છે અમારાથી નહિ થાય. હું શું કરું. જો વિદેશ મંત્રી પાકિસ્તાન માંથી લોકોને છોડાવીને લાવી શકે છે, તો નેપાળતો આપણો દેશ છે,

હું મારા દીકરાને કેવી રીતે છોડવું?

માતાએ એ પણ જણાવ્યું હતું કે તે ભાજપ કાર્યાલય પણ જાય છે, જયારે જયારે કાગળ પર લઈને જાય છે, તે લોકો મને ભગાડી દે છે. અમે તેના વિષે જાણવા માટે બનારસના ડીએમ ઓફીસમાં ફોન કર્યો. ફોન જીતેન્દ્ર કુમાર ચોબેએ ઉપાડ્યો. અમે તેને આ બાબતમાં માહિતગાર કરાવ્યા. તેમણે કહ્યું

લગભગ ૧૦ દિવસ પહેલા ડીએમ સાહેબ માતાને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓફીસમાં આવીને મળે. પરંતુ માતા નથી આવી. જો તે આવી જાય તો બાબત જાણી લઈએ. જો તમે તેણે ઓફીસ મોકલી દો તો હું તરત જ તે બાબતને જોઈ લઉં.

૮૦ વર્ષની મહિલા માતા જો ડીએમ ઓફીસ નથી જઈ પહોચી શકતી, તો ડીએમએ જાતે તેનો સંપર્ક કરવો જોઈએ. તે કોઈને મોકલીને ઓફિસે બોલાવી શકે છે. પ્રશાસન જો તેની મદદ કરવા માંગે છે, તો કરી શકે છે. લોકો સોશિયલ મીડિયા ઉપર માતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. ડીઝીટલ ઇન્ડિયા યુગમાં આશા રાખવામાં આવી શકે છે કે તેની વાત પીએમ મોદી અને વિદેશ મંત્રાલય સુધી પહોચશે અને માતા પોતાના દીકરાને મળી શકશે.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.