મશીનગન લઈને ગૌ માતાની રક્ષા થાય છે અહીંયા, તેમના માટે પોતાનો જીવ આપવા તૈયાર છે આ લોકો, જાણો કેમ?

0
1048

ગાયનું આપણા દેશમાં ખુબ મહત્વ છે. અને ગાયોને લઈને પાછલા અમુક વર્ષોથી આપણે ત્યાં ઘણી ચર્ચા પણ થઈ રહી છે. વાત ભલે કતલખાના પર રોક લગાવવાની હોય કે પછી ગૌ માંસના કારણે કોઈને મારવાની હોય, થોડા વર્ષોથી ઝગડા વધતા જ જાય છે. અને ગાયને લઈને રાજનીતિ ઘણા સમયથી ગરમ રહે છે.

તમે પણ જાણો જ છો કે, ગૌ માંસ અને ગૌ ચોરી જેવા મુદ્દા પર ધાર્મિક સંગઠનો સિવાય સરકારે પણ ઘણા પગલાં ઉઠાવ્યા છે, જે ગૌ રક્ષા માટે જરૂરી છે. પરંતુ, જો તમને એવું લાગે છે કે ફક્ત આપણો જ દેશ એવો છે જ્યાં ગાયને લઈને આટલી સંવેદનશીલતા બતાવવામાં આવે છે, તો તમે ખોટા છો. જણાવી દઈએ કે, મુંડારી એક એવો સમુદાય છે જે પોતાના જીવ જોખમમાં મુકીને ગાયની રક્ષા કરે છે. મુંડારી સમુદાય ગૌ રક્ષા કરે છે અને એની પાછળ કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહે છે.

દક્ષિણ આફ્રિકાનો દેશ સૂડાન :

અમે જ્યાંની વાત કરી રહ્યા છીએ, તે એક દક્ષિણ આફ્રિકાનો દેશ છે જેનું નામ સૂડાન છે. આફ્રિકા ખંડના કેન્દ્રમાં આવેલો આ દેશ થોડા વર્ષો પહેલા જ આઝાદ થયો છે. આ દેશને વર્ષ 2011 માં આઝાદી મળી હતી. સૂડાનની હાલત એકદમ સિરીયા જેવી જ છે. અહીં પણ જાતીય હિંસામાં રોજ સેંકડો લોકો માર્યા જાય છે.

ઘણા વર્ષો સુધી ગૃહ યુદ્ધ જેવી સ્થિતિમાં રહેવા છતાં પણ અહીંના લોકો ઘણા સંવેદનશીલ છે. જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, અહીં લગભગ 20 લાખ લોકો ગૃહ યુદ્ધને કારણે વિસ્થાપિત થઈ ગયા અને હજારો લોકોનો જીવ ચાલ્યો ગયો.

કોણ છે મુંડારી સમુદાય :

અને આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં અહીં એક ‘મુંડારી’ સમુદાય છે, જે હિંસાથી દૂર રહ્યો છે. પણ તેમણે પોતાના ઢોરની રક્ષા માટે બંદૂક પણ ઉઠાવી લીધી છે. અહીં મુંડારી સમુદાય એક એવો સમુદાય છે જે ગૌ રક્ષા કરે છે. મુંડારી દક્ષિણ સૂડાનની રાજધાની જૂબાની ઉત્તરમાં નીલ નદીના કિનારે વસેલા ભરવાડને કહેવામાં આવે છે. એમની સૌથી મોટી વાત એ છે કે, તે ગો રક્ષા અથવા પોતાના ઢોરની રક્ષા માટે પોતાના જીવની પણ ચિંતા કરતા નથી.

અને મુંડારીઓ માટે ગાય એમની આત્મા સમાન છે. જોકે, મુંડારીઓ ગાયને અંકોલે-વાતુસી કહે છે. અહીંની ગાય સામાન્ય રીતે આઠ ફૂટ ઊંચી હોય છે અને એમની કિંમત 500 ડોલર સુધી હોય છે.

મુંડારી સમુદાય કઈ રીતે કરે છે ગૌ રક્ષા?

મિત્રો તમને એ જાણીને નવાઈ લાગશે કે, આ મુંડારી લોકો કાયમ પોતાના ઢોરની સાથે જ ઊંઘે છે. કારણ કે, વધારે કિંમત હોવાને કારણે હંમેશા એમને પોતાના ઢોર ચોરી થવાનો ભય રહે છે. માટે તેઓ ઢોરની રક્ષા માટે બંદૂકનો ઉપયોગ પણ કરે છે. ગૃહ યુદ્ધ વચ્ચે શાંતિથી રહેવા વાળા મુંડારી પોતાના ઢોરની રક્ષા માટે હથિયાર ઉઠાવા પર મજબુર થઈ ગયા. તે પોતાના ઢોર ખાસ કરીને ગાયોની રક્ષા કરવા પોતાનો જીવ આપવા પણ તૈયાર છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દક્ષિણ સુડાન વિશ્વનો સૌથી છેલ્લે આઝાદ થયેલો દેશ છે. અને 2011 માં આઝાદ થયા પછી ઘણા મોટા પાયે પરિવર્તન જોવા મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે ગૃહ યુદ્ધ અને જનજાતીય સંઘર્ષને કારણે અહીં 20 લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા. છતાં પણ, અહીં મુંડારી સમુદાય હજારો વિપરીત પરિસ્થિઓ હોવા છતાં પોતાના ઢોરની રક્ષા માટે તૈયાર છે.