માછલીના ઉલ્ટી કરવાથી માછીમાર રાતો રાત બની ગયો કરોડપતિ, માછીમારને ખુદને ન થયો વિશ્વાસ.

0
1465

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો જો આપણે નસીબની વાત કરીએ, તો એને બદલાતા વાર નથી લાગતી. અને તમે પણ એવા કિસ્સા જોયા કે સાંભળ્યા હશે કે, જેમાં લોકોનું નસીબ એક ઝટકામાં જ બદલાઈ ગયું હોય છે. એટલે કે લોકો સાથે કાંઈક એવું બની જાય છે, કે જેથી તેમનું નસીબ ચમકી જાય છે, અને એમના સુતેલા નસીબ જાગી જાય છે.

અને આજે અમે જે કિસ્સો લઈને આવ્યા છીએ, એ પણ કાંઈક એવો જ છે. આ કિસ્સો ઓમાનમાં રહેતા ત્રણ માછીમારોનો છે, જે રાતો રાત કરોડપતિ બની ગયા. અને એ પણ માછલીની ઉલ્ટીને કારણે. તમે ઘણી જાતની વ્હેલ માછલીની જાતો જોઈ હશે કે એમના વિષે સાંભળ્યું હશે. એમાંથી એક વ્હેલ માછલીની જાત સ્પર્મ વ્હેલ છે. અને તે માછલીની ઉલટીમાં ઘણું મોંઘુ વેક્સ હોય છે. જણાવી દઈએ કે આ માછલી ગરમ વિસ્તારના દરિયામાં જ જોવા મળે છે. અને ભાગ્યે જ જોવા મળે છે.

એક દિવસ માછીમાર ખાલીદ અલ સીનાની અને તેના મિત્રોને દરિયામાંથી ખરાબ વાસ આવી રહી હોય એવો અનુભવ થયો. આથી તેમણે જ્યારે એ તરફ જઈને જોયું, તો ત્યાં તમેને માછલીની ઉલટી જોવા મળી. તેમણે તેને એક બોક્સમાં ભરી લીધી, કારણ કે બે દિવસ પછી તે ઉલટી માંથી સુગંધ આવવાનું શરુ થઈ જાય છે.

થોડા સમય પછી એમણે એ ઉલ્ટીની તપાસ કરવા માટે નિષ્ણાંતોને બોલાવ્યા, અને નિષ્ણાંતોએ જયારે આ ઉલટીને ચકાસી ત્યારે તેમાં “એમ્બરગ્રીસ” મળી આવ્યું. અને તેમણે જણાવ્યું કે, આ સ્પર્મ વ્હેલની જ ઉલટી છે, અને તેની કિંમત લાખો નહિ પણ કરોડોમાં હોય છે. તમને જણાવી દઈએ કે, તેનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં પણ કરવામાં આવી શકે છે.

આ કિંમત દરિયા માંથી માછલી પકડીને વેચવા વાળા માછીમાર માટે ઘણી વધુ હોય છે. અને તેને લઈને તે પોતાનું આખું જીવન બદલી શકે છે. તમને જણાવી દઈએ કે, આ પ્રકારની ઉલટી દરિયામાં ઘણી ઓછી મળે છે. સ્પર્મ વ્હેલ વર્ષમાં માત્ર ૧ વખત જ ઉલ્ટી કરે છે, અને એ દરિયાની નીચે જતું રહે છે. કોઈ તેને તે સમયે જોઈ લે, તો તેને ઉપરના પાણી માંથી જ ઉપાડી શકે છે.

જણાવી દઈએ કે, ખાલીદ અલ સીનાનીની ઉંમર ૪૧ વર્ષ છે, અને તેમણે જણાવ્યું કે તે બાળપણથી માછલી પકડવાનું કામ કરે છે. અને તેમનું પણ હંમેશાથી સપનું રહ્યું હતું કે, તેને દરિયામાંથી ક્યારેક ખજાનો મળે. અને આ ઘટના પછી ખાલીદે જણાવ્યુ કે, આ ઉલટી એટલે કે એમ્બરગ્રીસ વેચ્યા પછી તેમનું જીવન માની લો કે બદલાઈ જશે.

જયારે તેમને ખબર પડી કે એ એમ્બરગ્રીસ છે, તો એ ચોંકી ગયા અને પછી તેમણે આ એમ્બરગ્રીસના નાના નાના ટુકડા કરી લીધા. અને એમણે ૮૦ કી.ગ્રા. એમ્બરગ્રીસ એકઠું કરી લીધું.

ખાલીદને આ એમ્બરગ્રીસ માટે ૨૫ લાખ અમેરિકી ડોલરની ઓફર આવી, અને તમણે આ ઓફર સ્વીકારીને પોતાનું નસીબ બદલી નાખ્યું. આ કારણે ખાલીદનું પોતાનું બાળપણનું સપનું જે દરિયામાંથી પૈસાદાર બનવાનું હતું, એ સાચું પણ થઇ ગયું. અને સાથે જ તેના બે મિત્રોને પણ કરોડપતિ બનવામાં વાર ન લાગી. ખાલીદ અને તેમના મિત્રોએ આ ઘટના પછી પણ માછીમારીનું કામ ન છોડ્યું.