માછલીઓથી કરાવ્યું મસાજ ઘર આવીને પગની આંગળીઓ કપાવી પડી.

0
2347

હંમેશા લોકો પોતાની રોજની દોડધામ માંથી રીલેક્સ થવા માટે જાત જાતની મસાજ અને સ્પા ટ્રાઈ કરે છે, ક્યારેક ઇઝરાયલમાં સ્નેક મસાજ, તો ક્યારેક ટોક્યોમાં જઈને ઘોઘો પાસે ફેશીયલ મસાજ કરાવે છે. ભારતમાં પણ ઘણા પ્રકારના સાધનો, તેલ માટે ઓળખાતા વારસાગત મસાજ મળી રહે છે. ઘણા સામાન્ય, અને ઘણા વિચિત્ર એવા સ્પાની રીતોમાંથી એક ‘ફીશ’ સ્પા પણ છે. જેમાં માછલી પગના ખરાબ ભાગને ખાય છે. થોડા વર્ષોથી પેડીક્યોરની આ રીત લોકોને ઘણી પસંદ આવી રહી છે.

પરંતુ જેવું દરેક પ્રસિદ્ધ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય છે, એક દિવસ તેની ખરાબ બાજુ દેખાવાનું શરુ થઇ જાય છે, અને આ માછલી સ્પા (ફીશ મસાજ કે ફીશ પેડીક્યોર) સાથે પણ થયું. અને અમારા આ સમાચાર ઝડપથી પ્રસિદ્ધ થઇ રહેલી ફીશ મસાજની ખરાબ બાજુ સાથે સંબંધિત છે.

થયું શું હતું?

વિક્ટોરિયા ૨૦૧૦માં પોતાના દેશ ઓસ્ટ્રેલીયાથી થાઈલેન્ડ ફરવા ગઈ હતી. તેણે ફીશ પેડીક્યોર પહેલી વખત જોયું. સલુનમાં જઈને ફીસ સ્પા ટ્રાઈ કરી લીધું. પાછળથી જયારે ઓસ્ટ્રેલીયા પહોચ્યા તો પગમાં ઇન્ફેકશન થઇ ગયું. ઇન્ફેકશન એટલું ફેલાઈ ગયું કે પગની બધી આંગળીઓ કાપવી પડી.

કેવી રીતે આ સ્પા વિક્ટોરિયા માટે ખતરનાક બની ગઈ :-

૨૯ વર્ષની વિક્ટોરિયા ઓસ્ટ્રેલીયાની રહેવાસી છે. ૨૦૦૬માં તેના પગમાં કાચ ખૂંચી ગયો હતો. ત્યારે પગમાં ઇન્ફેકશન થયું. પણ પછી ઈલાજ કરાવ્યા પછી ઠીક થઇ ગયું. જયારે ૨૦૧૦માં વિક્ટોરિયા થાઈલેન્ડ ફરવા ગઈ. તો ફીશ પેડીક્યોર કરાવ્યું. પાછી ફરી તો તાવ આવવા લાગ્યો, ડોકટરે ઘણા ટેસ્ટ કરાવ્યા. એક વર્ષ પછી ખબર પડી કે વિક્ટોરિયાને ‘ઓસ્ટીઓમેલીટીસ’ થઇ ગયું છે.

ઓસ્ટીઓમેલીટીસ’ હાડકાઓનું ઇન્ફેકશનને કહે છે. વિક્ટોરિયાને પગના અંગુઠાના હાડકા ઓગળી ગયા હતા. ડોક્ટરે તેને અંગુઠો કપાવવાની સલાહ આપી. અંગુઠો કપાવ્યા પછી પણ જયારે આરામ ન મળ્યો તો પગની બધી આંગળીઓ જ કાપવી પડી. હવે વિક્ટોરિયાનું કહેવું છે કે, જે ટાંકીમાં તે પગ નાખ્યા હતા તે પાણીમાં બેક્ટેરિયા હતા. જેથી ૨૦૦૬માં થયેલા ઇન્ફેકશનને ફરી વખત ઉભું કરી દીધું હતું.

વિક્ટોરિયાની ઓનલાઈન રજૂઆત :-

ત્યાર પછી વિક્ટોરિયાએ લોકોને ફીશ સ્પાથી થતા નુકશાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનું શરુ કરી દીધું. તે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના અનુભવ લોકોને જણાવતા પોતાના પગના ફોટા શેર કરે છે અને લખે છે.

જયારે સ્પા માટે ગઈ હતી ત્યારે ટાંકીને મારી સામે જ સાફ કરવામાં આવી. છતાંપણ મને હાડકાનું ઇન્ફેકશન થઇ ગયું. પોતે ડોક્ટરને બીમારી જાણવા માટે એક વર્ષ લાગી ગયું. ચાલવા ફરવામાં ઘણી તકલીફ થતી હતી. સર્જરી પછી આરામ મળ્યો. પહેલા પગને જોઇને ઘણું ખરાબ લાગતું હતું. પરંતુ આ દુનિયામાં લોકોને મારાથી પણ વધુ ગંભીર બીમારીઓ છે. હું નસીબદાર છું કે મને કોઈ વધુ મોટી બીમારી થઇ નથી.

ફીશ સ્પા કેમ છે આટલું ઘાતક :-

આખી દુનિયામાં થાઈલેન્ડની ફીશ ઘણી ફેમસ છે. સૌથી પહેલા તેની શોધ જાપાનના હકોનમાં ૨૦૦૬માં કરવામાં આવી હતી. આ ટેકનીકમાં એક ટાંકીમાં પાણી ભરી દેવામાં આવે છે. ટાંકીમાં લગભગ ૧૦૦ થી ૧૫૦ ગારા માછલીઓ હોય છે. એશિયા અને અંતોલિયાના તળાવો અને સરોવરમાં આ માછલીઓ મળી આવે છે. ગોરા રુફા માછલીઓને ‘ડોક્ટર ફીશ’ પણ કહે છે. તેના દાંત નથી હોતા. તે પગની ખરાબ સ્કીનને ખાઈને જીવતી રહે છે.

સ્પા માટે તેણે ભૂખી રાખવામાં આવે છે. જેવા લોકો ટાંકીમાં પગ નાખે છે, માછલીઓ પગની ખરાબ ચામડીને ખાવાનું શરુ કરી દે છે. ત્યાર પછી પગમાં માત્ર સિલ્કી સ્કીન રહી જાય છે. ફીશ સ્પાથી ‘સોરેયાસીસ’ અને ‘એક્જીમા’ જેવી બીમારીઓ ઠીક કરી શકાય છે. ‘સોરીયાસીસ’ માં ખરાબ ‘સેલ્સીક્સલ’ માં ખરાબ સેલ્સીક્સને કારણે સ્કીન ખરબચડી અને ‘એક્જીમાં’માં સ્કીન ઉપર છાલા પડવાથી લોહી નીકળવા લાગે છે.

શું કહે છે થાઈલેન્ડની સરકાર :-

થાઈલેન્ડની સરકારનું કહેવું છે કે અહિયાં ઘણા ગેરકાયદેર સ્પા છે. તેને રજીસ્ટર નથી કરાવવામાં આવતા. તે સ્પા સાફ સફાઈ ઉપર ધ્યાન નથી આપતા. જેથી લોકો બીમાર પડી જાય છે. તમે ટુલ્સને તો સાફ કરાવી શકો છો, પરંતુ માછલીઓના મોઢાને કેવી રીતે સાફ કરાવશો. દરેક ગ્રાહકના સ્પા માટે નવી માછલીઓ પણ ખરીદીને નથી લાવી શકાતી. કેમ કે તે ઘણી મોંઘી હોય છે.

ફીશ સ્પાના જોખમ :-

તે ગારા માછલીઓ એક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. જે ગ્રાહકના પગમાં ઉતરીને તેને બીમાર કરે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, જો સ્પા લેવા વાળા માણસને HIV અને હેપાટાઈટીસ સી છે. તો આ ફેસમાં આ માણસને થયેલી કોઈપણ પ્રકારની ઈજા પાણીના વાયરસ ટ્રાન્સફર કરી શકે છે. ફૂગ ઇન્ફેકશન પણ સ્પાથી ફેલાય છે. ફીશ સ્પાથી ફેલાઈ રહેલા આ ઇન્ફેકશન્સને ધ્યાનમાં લઈને યુએસના ૧૪ રાજ્યમાં ફીશ સ્પા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તમે પણ જાણી લો :-

ધ્યાન રાખો કે જે સલુનમાં તમે જઈ રહ્યા છો, ત્યાં સ્વચ્છતા હોય, ટાંકી સારી રીતે સાફ કરવામાં આવી હોય, લોકોના પગની તપાસ કરવામાં આવતી હોય. ફીશ ટાંકીમાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે યુવી કિરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. પરંતુ આ બધું ચકાસીને પછી પણ કોઈ ગેરંટી નથી કે તમે બીમાર નહિ પડો.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.