પોતાના દીકરાને મોતથી બચાવવા માઁ પણ પહોંચી મોતના મુખમાં, અફસોસ બન્ને નું…

0
1425

ગોડિયાગામના વિસ્તારમાં મંગળવારે કરંટ લાગવાથી માં દીકરાનું મૃત્યુ થઇ ગયું.

દાંતારામગઢ, ગોડિયાવાસ ગામના વિસ્તારમાં મંગળવારે કરંટ લાગવાથી માં દીકરાનું મૃત્યુ થઇ ગયું. મંગળવારની રાત્રે લગભગ આઠ વાગ્યે સુમન કંવર (૩૫) અને તેના એકમાત્ર દીકરા યોગેન્દ્ર (૯) ના ૧૧ હજાર કેવીનો કરંટ લાગવાથી સ્થળ ઉપર જ બન્નેના મૃત્યુ થઇ ગયું.

આજુબાજુના લોકો બન્નેને દાંતા હોસ્પિટલ લઇ ગયા જ્યાં ડોકટરોને મૃત જાહેર કરી દીધા. ઘટનાક્રમ મુજબ ગોડિયાવાસ બસ સ્ટેન્ડ ઉપર પૂર્ણસિંહ રાજપૂતનું મકાન છે. મકાન સામે તારની વાડ છે. તારની વાડ પાસે ૧૧ કેવીનો થાંભલો લાગેલો છે.

સાંજે લગભગ આઠ વાગ્યે પર્ણસિંહનો નવ વર્ષનો દીકરો યોગેન્દ્ર મકાનની બહાર તારની વાડ પાસે રમી રહ્યો હતો. અચાનક ઉપરથી પસાર થઇ રહેલી ૧૧ હજાર કેવીના થાંભલા ઉપર લાગેલી કાચની માટીનું સાધન તૂટી ગયું અને ૧૧ હજાર કેવીનો તાર થાંભલા ઉપર જ લોખંડની એન્ગલ ઉપર આવીને પડ્યો. તો સિમેન્ટના થાંભલામાં લાગેલા લોખંડના તારને કારણે આખો થાંભલો બળી ગયો અને કરંટ નીચે તારની વાડમાં આવી ગયો.

ત્યાં તારની વાડ પાસે ઉભો રહેલો યોગેન્દ્ર જોરથી બુમો પાડવા લાગ્યો તો માતા સુમન દીકરા યોગેન્દ્ર પાસે દોડી અને યોગેન્દ્રને સ્પર્શ કરતા જ સુમન પણ કરંટની ઝપટમાં આવી ગઈ. આંખના પલકારામાં જ બન્નેનું સ્થળ ઉપર જ મૃત્યુ થઇ ગયું. આ બધું જોઈ આજુબાજુના લોકો દોડીને આવે તે પહેલા જ કરંટે પોતાનો ભોગ બનાવી લીધો.

અહિયાં માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોચી અને શબોને ગાડીમાં મુકાવ્યા. પોલીસ અધિક્ષક રામનિવાસ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રીરામ કસ્વાએ પણ હોસ્પિટલ પહોચાડીને કુટુંબીજનો સાથે વાતચીત કરી. અહિયાં અકસ્માતની જાણથી ગોડિયાવાસ અને આજુબાજુના લોકો પણ એકઠા થઇ ગયા.

વેરવિખેર થઇ ગયું કુટુંબ

કરંટથી પત્ની અને એકનો એક દીકરો ગુમાવી ચુકેલા પૂર્ણસિંહનું કુટંબ વેરવિખેર થઇ ગયું. પૂર્ણસિંહની પત્ની સુમન કંવર અને દીકરો યોગેન્દ્ર કુટુંબમાં ત્રણ જ સભ્યો હતા. પૂર્ણસિંહ પહેલા દાંતામાં જ રીક્ષા ચલાવતા હતા અને હવે બાજુમાં પશુઆહારની ફેકટરીમાં મજુરી કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.